/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/summer-health-tips.jpg)
ઉનાળામાં તકમરીયા પીવાના ખાવાના ફાયદા (ફોટો ઇન્ડિયન એક્સપ્રેસ)
Tukmaria Basil Seeds Benefits : ઉનાળાની શરૂઆત થઇ ગઇ હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાની ઋુતુ દરમિયાન તમારે તકમરિયા પીવા જોઇએ. તકમરિયા ફાઇબરથી ભરપૂર હોય છે. તકમરિાયાની પ્રકૃતિ ઠંડી છે, જે શરીરને ઠંડક આપે છે.તો જાણો ગરમીમાં તકમરીયા ખાવાથી હેલ્થને શું ફાયદાઓ થાય.
તકમરીયા હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તકમરીયા ખાવાથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે અને સાથે બીજા અનેક ઘણાં ફાયદાઓ મળે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/takmaria.jpg)
દરેક લોકોના શરીરનો કોઠો અલગ-અલગ હોય છે. ગરમીમાં તમે તકમરીયા ખાઓ છો તો શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે. શરીરમાં રહેલી ગરમી હેલ્થને નુકસાન પહોંચાડે છે. આમ, તમારા શરીરમાં ગરમી વધારે છે તો તમે તકમરીયા ખાવાનું શરૂ કરી દો.
તકમરીયા તમે દિવસમાં એક ચમચી ખાવા જોઇએ. આ માટે તમે રાત્રે એક ચમચી તકમરિયા લઇને પાણીમાં પલાળો અને પછી આ પાણી સવારમાં પી લો. આમ કરવાથી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળશે.
તકમરીયા તમે પલાળીને પછી જ્યુસમાં એડ કરી શકો છો. લીંબુ સરબત કે કોઇ અન્ય જ્યુસ કે દુધમાં નાંખીને પી શકો છો. આ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.
તકમરીયા ખાવાથી બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં રહે છે. ઘણાં લોકોને વારંવાર બ્લડ પ્રેશર વધી જતુ હોય છે. એવામાં તમે તકમરીયાનું સેવન કરો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને તમારી હેલ્થ પણ સારી રહે છે
તકમરિયાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે શુગરને કંટ્રોલમાં રાખે છે. દિવસમાં એકવાર દૂધ સાથે પલાળેલાને લઇ શકાય.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us