આ 5 બીમારીમાં નારિયેળ પાણીનું સેવન ઝેર સમાન, ડાયાબિટીસના દર્દીએ એક દિવસમાં કેટલું સેવન કરવું જોઇએ?

Coconut Water Benefits And Side Effects On Health : નારિયેળ પાણી કુદરતી એનર્જ ડ્રિંક છે. જો અમુક બીમારી કે રોગોમાં નારિયેળ પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી લાભને બદલે સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે

Written by Ajay Saroya
April 02, 2024 18:35 IST
આ 5 બીમારીમાં નારિયેળ પાણીનું સેવન ઝેર સમાન, ડાયાબિટીસના દર્દીએ એક દિવસમાં કેટલું સેવન કરવું જોઇએ?
નારિયેળ પાણી કુદરતી એનર્જ ડ્રિંક છે. (Photo - Freepik)

Coconut Water Benefits And Side Effects On Health : ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા વધારે પ્રવાહી પીણાનું સેવન કરવામાં આવે છે. ઉનાળામાં વિવિધ પ્રકારના ઠંડા પીણાનું સેવન ન માત્ર શરીરને હાઇડ્રેટેડ રાખે છે, પરંતુ ઘણા રોગો સામે પણ રક્ષણ આપે છે. જ્યારે પણ આપણે હેલ્ધી ડ્રિંક્સની વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ નારિયેળ પાણી આવે છે. તે એક નેચરલ ડ્રિંક છે જે ઇલેક્ટ્રોલાઇટ્સથી સમૃદ્ધ છે અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે. પોષક તત્વોથી ભરપૂર આ ડ્રિંક એનર્જી વધારે છે. આ પીણું ત્વચાને યુવાન અને સુંદર બનાવવામાં જાદુઈ અસર કરે છે. આ પીણું વાળના સ્વાસ્થ્યને સુધારવામાં પણ જાદુઈ અસર કરે છે. તેના સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.

આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ જૈદીના જણાવ્યા મુજબ સિક્કાની જેમ બે બાજુ હોય છે તેમ નારિયેળ પાણી પીવાના ફાયદા ની જેમ ગેરફાયદા પણ છે. જો અમુક બીમારી કે રોગોમાં નારિયેળ પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી લાભને બદલે સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કઇ બીમારીમાં નારિયેળના પાણીનું સેવન ઝેરની જેમ અસર કરે છે

coconut water benefits and side effects | coconut water benefits | coconut water side effects | coconut water harmful in these disease | coconut water health tips
નારિયેળ પાણીમાં વિવિધ પોષક તત્વ હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. (Photo – Freepik)

પાચન નબળું હોય તો નાળિયેર પાણીના સેવનથી દૂર રહો

આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ પાણીનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે અને પેટ સાફ થાય છે. જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી ડાયેરિયા અને ઝાડા થઈ શકે છે. નારિયેળ પાણીમાં રહેલા લેક્સેટિવ ગુણ પેટને વધુ સક્રિય કરે છે, જેના કારણે ક્યારેક ડાયેરિયા પણ થઈ શકે છે. જો તમને આંતરડાને લગતી સમસ્યા હોય, આંતરડા નબળા હોય અને લૂઝ મોશન રહે છે તો તમારે નારિયેળ પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

યુરિન ડિસ્ચાર્જની સમસ્યા વધશે

નારિયેળ પાણીમાં diuretic effect હોય છે. diuretic effect એ એવા પદાર્થો છે જેના કારણે તમને વારંવાર પેશાબ કરવા જવું પડી શકે છે. એક ગ્લાસ નાળિયેર પાણીનું સેવન કરવાથી તમને વારંવાર વોશરૂમ જવાની મુશ્કેલી પડી શકે છે. ક્યારેક નારિયેળ પાણીનું સેવન હેલ્થ માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેના દરરોજ સેવન કરવાથી પેશાબ સંબંધિત સમસ્યા વધી શકે છે.

કિડની પર અસર

નારિયેળ પાણીના વધુ પડતા સેવનથી વારંવાર પેશાબ થાય છે. કિડની પેશાબ દ્વારા આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે, પરંતુ જ્યારે શરીરમાં ટોક્સિન એટલે કે ઝેરી તત્વો ન હોય ત્યારે, કિડની પર દબાણ આવે છે અને કિડનીનું સ્વાસ્થ્ય બગડે છે. જે લોકોને કિડનીને લગતી સમસ્યા હોય, અથવા પેશાબને લગતી સમસ્યાઓ હોય, તેમણે નારિયેળ પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

બ્લડપ્રેશર નીચું રહેતું હોય તેવા લોકો નાળિયેર પાણીથી દૂર રહો

જે લોકોનું બ્લડપ્રેશ નીચું રહે છે અથવા બીપીની દવાઓ લઈ રહ્યા છે, તેમણે નારિયેળ પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ક્લેવલેન્ડ ક્લિનિકના એક રિસર્ચ અનુસાર નારિયેળ પાણીમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર ક્ટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારું બીપી લો રહે છે અથવા તમે બીપીને નોર્મલ રાખવા માટે દવાઓ લઈ રહ્યા છો, તો કોકોનટ વોટર તમારા બીપીને ખૂબ જ ઘટાડી શકે છે.

diabetes diet tips | diabetes diet plan | diabetes patients | blood sugar control
Diabetes Diet Plans: ડાયાબિટીસ દર્દીએ ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. (Photo – freepik)

આ પણ વાંચો | ઉનાળામાં ડિહાઇડ્રેશનનો ખતરો, મીઠું વાળા પાણીના સેવનથી ગરમીમાં શરીર કેવી રીતે હાઇડ્રેટેડ રહે છે? જાણો

ડાયાબિટીસ હોય તો નારિયેળ પાણીનું સેવન મર્યાદિત રાખો

જે લોકોનું બ્લડ શુગર હાઈ રહેતુ હોય તેઓ એક દિવસમાં એક નારિયેળ પાણીનું સેવન કરી શકે છે. યાદ રાખો કે ડાયાબિટીસના દર્દી એ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ પરંતુ તેની મલાઇ ખાવાનું ટાળવું જોઇએ. તેના વધુ પડતા સેવનથી તમારા બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ