ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ રાહત મળશે

Summer Heat Stroke Remedies At Home: ઉનાળામાં લૂ લાગવાથી તાવ આવે છે અને શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરવાથી સાજ થઇ શકાય છે.

Summer Heat Stroke Remedies At Home: ઉનાળામાં લૂ લાગવાથી તાવ આવે છે અને શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરવાથી સાજ થઇ શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
summer heat stroke remedies | summer health tips | heat stroke remedies at home | heat stroke treatment | best summer drinks

ઉનાળામાં લૂ લાગે ત્યારે પુરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહીનું સેવન કરવું જોઇએ. (Photo - Freepik)

Summer Heat Stroke Remedies At Home: ઉનાળામાં ગરમી સતત વધી રહી છે. શરીર દાઝી જાય તેવો તડકો પડી રહ્યો છે. ભયંકર ગરમી અને આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમ હવા ભયંકર તડકામાં લૂ લાગવાની ચિંતા રહે છે. લૂ લાગે છે ત્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટીની સમસ્યા થઇ શકે છે. જેનાથી શરીરમાં પાણી ઘટી જાય છે અને વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. જો કે લૂ લાગે ત્યારે અમુક આયુર્વેદિક ઉપાય તમને રાહત આપી શકે છે. ઉનાળામાં લૂ થી બચવાના ઉપાય જાણો

Advertisment

પુષ્કળ પાણી પીવો, તડકામાં નીકળવાનું ટાળો

ઉનાળામાં લૂ થી બચવાનો સરળ ઉપાય છે - તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું. ઉનાળામાં બપોરના સમયે ભયંકર તડકામાં બહાર નીકળવું નહીં. બપોર 1 થી 6 વાગ્યા સુધી આકરો તડકો પડે અને હવા પણ ગરમ હોય છે. આવા સમયે ઘરની બહાર નીકળવાથી લૂ લાગવાની સંભાવના રહે છે. ઉપરાંત ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખે. પાણી ઉપરાંત વિવિધ શરબત, ફ્રુટ જ્યુસનું સેવન કરવાથી પણ શરીરમાં ઠંડક રહે છે અને બોડી ડિહાઇડ્રેટેડ રહે છે.

Summer Health Tips | Summer Diet Tips | Summer Food Tips | Onion | Onion Consomme Benefits In Summer | Onion recipes
ઉનાળામાં ડાયટમાં અમુક ફુડનો સમાવેશ કરી ગરમી અને લૂથી બચી શકાય છે. (Photo - Freepik)

ઉનાળામાં લૂ થી બચવાના ઘરગથ્થુ ઉપચાર

ડુંગળી અને ડુંગળીના રસનું સેવન

ઉનાળામાં લૂ થી બચવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે ડુંગળી અને ડુંગળીના રસનું સેવન કરવું. ઉનાળામાં ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. ડુંગળીનું શાક બનાવી કે સલાડ સાથે ડાયટમાં સમાવેશ કરી શકો છે. લૂ લાગે ત્યારે ડુંગળીનો રસ કાઢી તેને હાથ, પગના તળિયે લગાવાથી શરીરનું તાપમાન ઘટે છે.

Advertisment

બિલા નો રસ

બિલ વિવિધ ઔષધિય ગુણોથી ભરપૂર છે. બિલ પત્રના વૃક્ષના ફળને બિલા કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર બિલાનું સરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બિલામાં વિટામીન સી ની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. બિલાનું સરબરત પીવાથી લૂ થી બચી શકાય છે અને પાચનતંત્ર સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.

કોથમીર અને ફુદીનાનું સરબત

લૂ લાગે ત્યારે કોથમીર ફુદીનાનો રસ પીવો જોઇએ. કોથમીર અને ફુદીનાની પ્રકૃતિ ઠંડી છે, આથી ઉનાળામાં આ બંને ચીજ મિક્સ કરી સરબત બનાવીને પીવાથી શરીરમાં ઠંડક થાય છે. સરબત ઉપરાંત તમે કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી સેવન કરી શકાય છે.

વરિયાળી નું સરબત

summer fruits juice drink | summer fruits juice list | summer fruits juice tips | summer drink recipe | ice apple juice benefits | tadgola sharbat recipe
સમર ડ્રિક - ઉનાળાના શરબત - પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

વરિયાળાનું સરબત ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. વરિયાળીનું સેવન શરીરના તાપમાનને જાળવી રાખે છે. વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી સવારમાં તે પાણીનું સેવન કરો. વરિયાળાનું સરબત હેલ્થ માટે ફાયદાકારક છે.

લીબું સરબત

લીંબુ સરબત ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપૂર લીંબુ સરબત પીવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. લીંબુ સરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઉપરાંત લીંબુ સરબત ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો | હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે ઉનાળામાં બીપીને કન્ટ્રોલ કરવાની સરળ ટીપ્સ, જડમૂળમાંથી બીમારી થશે દૂર

ઉનાળામાં લૂ લાગે ત્યારે આટલી કાળજી રાખવી

લૂ લાગી હોય ત્યારે દર્દીને તરત જ ઠંડક વાળી અને હવાની અવર જવર થતી હોય તેવા રૂમમાં રાખવો.

માથા પર, છાતી, પીઠ, અને હાથ - પગ પર બફર લગાવો. જો બફર ન હોય તો ભીના કાપડનો ઉપયોગ કરી શકાય છે.

દર્દીને પુરતા પ્રમાણમાં પાણી, લીંબુ સરબત અને પ્રવાહી આપો.

ઉનાળો જીવનશૈલી health tips