આંખોની રોશની વધારવામાં મદદગાર છે ફળોનો રાજા કેરી? જાણો

Summer : ભારતમાં અનેક પ્રકારની કેરીઓ જોવા મળશે. કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Summer : ભારતમાં અનેક પ્રકારની કેરીઓ જોવા મળશે. કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Summer | Mango Benefits | Mango Eating Benefits | Health News in gujarati

Mango : કેરી આંખોની રોશની વધારવામાં મદદગાર છે ?

Mango eating Benefits for Eyes : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આ સીઝનમાં તાજી કેરી ખાવાનો આનંદ જ અલગ હોય છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો આ અહેવાલ તમારા માટે છે. કેરી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.

Advertisment

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન અને ફોલેટ જેવા ઘણા પોષક તત્વો સમાવિષ્ટ છે. તો
ચાલો જાણીએ કેરી ખાવાના ફાયદા.

કેરી ખાવાના ફાયદા

કેરીને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેવામાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદગાર છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. જો તમે પણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો તો તમે કેરીનું સેવન કરી શકો છો.

યાદશક્તિ

કેરીમાં જોવા મળતા ગ્લુટામાઈન એસિડ યાદશક્તિને તેજ બનાવવામાં મદદ કરે છે. જો તમારી યાદશક્તિ નબળી છે તો તમે તમારા આહારમાં કેરીનો સમાવેશ કરી શકો છો.

Advertisment

ડાયાબિટીસ

ડાયાબિટીસમાં મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ છે. કેરીમાં એન્થોકયાનિડિન નામનું ટેનીન હોય છે, જે ડાયાબિટીસના ઇલાજમાં મદદ કરી શકે છે.

સ્કીનકેર

ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. જો તમે પણ તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમે તમારા આહારમાં કેરીનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો : ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે આ ડ્રાયફ્રુટ, વેટ લોસ કરવાની સાથે કબજિયાત મટાડશે

આંખો

કેરીમાં વિટામિન A મળી આવે છે અને વિટામિન A આંખો માટે સારું માનવામાં આવે છે. આંખોની રોશની સુધારવા અને તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમે કેરીનું સેવન કરી શકો છો.

ઉનાળો જીવનશૈલી health tips