/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Summer-Recipe-Health-tips-Mango-Sprouts-Salad-summer-weight-loss-tips-in-gujarati-.jpg)
Summer Recipe Health tips Mango Sprouts Salad : ઉનાળાની રેસીપી સમર હેલ્થ ટીપ્સ મેંગો સ્પ્રાઉટ્સ સલાડ (Canva/Instagram)
Summer Recipe : ઉનાળા (Summer) ની શરૂઆત થઇ છે. બપોરે અસહ્ય ગરમીનો અહેસાસ પણ ધીમે ધીમે થઇ રહ્યો છે. પરંતુ આ ઋતુની ખાસ વાતએ છે કે આ સીઝન કેરીની છે. લગભગ કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેને કેરી પ્રિય નહિ હોય, આ સીઝન કેરીને હેલ્થી વરઝ્ન સાથે ટ્રાય કરો. અહીં તમને તાજગી આપતા સ્પ્રાઉટ્સ કેરીના સલાડની રેસિપી (Mango Sprouts Salad Recipe) શેર કરી છે,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Summer-Recipe-Health-tips-Mango-Sprouts-Salad-summer-weight-loss-tips-in-gujarati-1.jpg)
આ સલાડ ન માત્ર તમારી ભૂખ કંટ્રોલ કરે, તે તેમાં ફણગાવેલા કઠોળ, કાકડી, ટામેટાં બ્લેક પેપર, શાકભાજી અને અન્ય મસાલા એડ કર્યા છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડેએ જણાવ્યું હતું કે, "આ સલાડ આરોગ્ય માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો પુરા પાડે છે."
આ પણ વાંચો: Fennel Seeds : પાચન સુધારથી લઈને બ્લડ સુગર કંટ્રોલ કરે છે, જાણો વરિયાળીના અન્ય ફાયદા
ઉનાળામાં કેરીના સ્પ્રાઉટ સલાડ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે તેથી જ તેનું સેવન કરવું જોઈએ.
કેરી સ્પ્રાઉટ સલાડમાં આટલા પોષકતત્વો
- કેરીમાં વિટામીન A, C અને E, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. કેરીમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
- સ્પ્રાઉટમાંથી બનેલ આ સલાડ પ્રોટીન, ફોલેટ અને આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખનિજો જેવા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે.
- ડાયેટિશિયનએ જણાવ્યું કે મગને સ્પ્રાઉટ કરવાથી તેની પાચનક્ષમતા વધે છે તેથી તે પેટ સમસ્યા ધરાવતા લોકો માટે યોગ્ય છે.
જ્યારે કેરીને ફણગાવેલા મગ સાથે મિક્ષ કરવામાં આવે છે, ત્યારે તે એન્ટિડાયાબિટીક અને એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. તે કેરી ખાધા પછી સુગર સ્પાઇક્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સલાડમાં તાજગી આપનારા સ્પ્રાઉટ્સ અને કાકડી અને અન્ય હાઇડ્રેટિંગ શાકભાજી મિક્ષ કરવામાં આવે ત્યારે ઉનાળા દરમિયાન ગરમીમાં રાહત આપે છે.
સવારના નાસ્તામાં કેરી, ફળગાવેલા મગ અને લીંબુનો એકસાથે સમાવેશ કરવાથી ફાયટોકેમિકલ્સ, પોલિફીનોલ્સ અને વિટામિન સીનો ઉમેરોછે. તેમજ ગાજર, કાકડી, ડુંગળી અને કેરી અને સ્પ્રાઉટ્સનું સંપૂર્ણ મિશ્રણ વાનગીમાં જરૂરી ફાઇબર ઉમેરે છે.
મેંગો સ્પ્રાઉટ્સ સલાડમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેઓ તેમના વજનને નિયંત્રિત કરવા માંગતા લોકો માટે સંતોષકારક છતાં લાઈટ ઓપ્શન છે. ફાઇબરની ભૂખને કંટ્રોલ કરે છે અને પેટ ભરેલું રાખે છે.
ફાઇબર પાચનમાં મદદ કરે છે, આ ઉપરાંત, કેરીમાં રહેલા વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સઅને સ્પ્રાઉટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ચેપ અને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: Rakul Preet Singh Fitness: રકૂલ પ્રીત સિંહ વર્ક આઉટ પછી પીવે છે આ સ્મૂથી, જાણો ફાયદા અને રેસિપી
પોષક તત્ત્વોથી ભરપૂર સલાડનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઉનાળાની ઋતુમાં જ્યારે ચેપનું જોખમ વધારે હોય ત્યારે તમને સ્વસ્થ રાખે છે. કેરી સલાડમાં મીઠો અને તીખો સ્વાદ ઉમેરે છે, તેના સ્વાદમાં વધારો કરે છે. તેમને ક્રન્ચી સ્પ્રાઉટ્સ, અન્ય મસાલા અને શાકભાજી સાથે જોડવાથી તાજગી વધે છે અને સ્વાદમાં વધારો થાય છે.
મેંગો સ્પ્રાઉટ્સ સલાડની રેસીપી
સામગ્રી
- 2 કપ – બાફેલા સ્પ્રાઉટ્સ
- 1 નંગ – કાપેલી કેરી
- 1 નંગ – સમારેલી ડુંગળી
- 1 નંગ – સમારેલ ટામેટા
- 1 કપ – બાફેલી મકાઈ
ડ્રેસિંગ
- 1 - લીંબુ
- 1 1/2 ટીસ્પૂન - મીઠું
- 1/2 ટીસ્પૂન - કાળા મરી
- 1/2 ટીસ્પૂન - મરચું પાવડર
- 1/2 ચમચી - ચાટ મસાલો
- સમારેલી કોથમીર


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us