Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ લગાવવો એ સરળ કામ નથી. કારણ કે આ ઋતુમાં પરસેવો થવાથી મેકઅપ બગડે છે. પરંતુ આ સમર મેકઅપ ટિપ્સ (summer makeup tips) તમને મદદરૂપ સાબિત થઇ શકે છે.

Written by shivani chauhan
March 29, 2024 14:20 IST
Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન
summer skin care tips makeup tips in gujarati : સમર સ્કિન કેર બ્યુટી ટિપ્સ મેકઅપ ટિપ્સ (Canva)

Summer Makeup Tips : દરેક મહિલાને સુંદર દેખાવું ગમે છે, સુંદર દેખાવ માટે તેઓ અવનવા નુસખા કરે છે. મહિલાઓને મેકઅપ કરવાનું પણ પસંદ હોય છે, એમની ઘણી સ્ત્રીઓ મેકઅપ વગર ઘરની બહાર નીકળતી નથી. ઉનાળા (Summer) માં મેકઅપ લગાવવો એ સરળ કામ નથી. કારણ કે ઉનાળામાં પરસેવો થવાથી મેકઅપ બગડે છે.

summer skin care beauty tips makeup tips in gujarati
summer skin care tips makeup tips in gujarati : સમર સ્કિન કેર બ્યુટી ટિપ્સ મેકઅપ ટિપ્સ (Canva)

આ પણ વાંચો: Skin Care : અપર લિપ્સ માટે પાર્લર ન જાઓ, આ ઘરગથ્થુ ઉપચાર સાથે ઘરે કરો, થશે અસરકારક સાબિત

પરંતુ એવું ન થાય તે માટે, વોટરપ્રૂફ મેકઅપ બેસ્ટ ઓપ્શન છે, આ મેકઅપ લોન્ગ ટાઈમ સુધી સ્કિન પર ટકી રહે છે. જેમ કે વર્કઆઉટ કરતી વખતે અથવા સ્વિમિંગ કરતી વખતે વગેરે. આવી સ્થિતિમાં, તમારે ઉનાળાના મેકઅપ ટિપ્સ (summer makeup tips) ને જાણવી મહત્વપૂર્ણ છે, જેની મદદથી તમે તડકા અને પરસેવામાં પણ તમારા લુકને ફ્રેશ રાખી શકો છો. અહીં જાણો સમર માટે કેટલાક મેકઅપ હેક્સ,

આ પણ વાંચો: Summer Skin Care : ઉનાળામાં સ્કિનને હેલ્થી અને ગ્લોઈંગ રાખવા આ અસરકારક આયુર્વેદિક ટિપ્સ અનુસરો

સમર મેકઅપ ટિપ્સ (Summer Makeup Tips)

  • મેકઅપ કરતી વખતે કોમ્પેક્ટ ફાઉન્ડેશન સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કોઈપણ જૂનું લિક્વિડ ફાઉન્ડેશન બોક્સ લો અને તેમાં ફાઉન્ડેશન સાથે સનસ્ક્રીન મિક્સ કરો. તેને સ્કિન પર લગાવો. દર 2 કલાકે એપ્લાય કરતા રહેવું.
  • મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં. આ તમારા મેકઅપને સ્કિન પર લાંબા સમય સુધી રાખવામાં મદદ કરશે. તે છિદ્રોને બંધ કરે છે અને ચહેરા પર પરસેવો થતો અટકાવે છે. પ્રાઈમર તમારા મેકઅપ માટે એક બેઇઝ બનાવે છે, જેથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે. જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે પણ તમારો મેકઅપ બગડતો નથી.
  • મેકઅપ પ્રોડક્ટ ખરીદતી વખતે, વોટરપ્રૂફ પ્રોડક્ટ પસંદ કરો. વોટરપ્રૂફ મસ્કરા, આઈલાઈનર અને ફાઉન્ડેશન પાણી કે પરસેવાના સંપર્કમાં આવે ત્યારે પણ ચોંટતા કે ફેલાતા નથી.
  • ચહેરા પર બેઝ મેકઅપ લગાવતી વખતે સૌથી વધુ કાળજી લેવી જોઈએ. સમર મેકઅપ હળવા પાતળા લેયરનો આધાર હોવો જોઈએ. તે તમારા મેકઅપને નેચરલ બનાવે છે. હેવી બેઝ મેકઅપને યુનિક લુક આપે છે. આ ઉપરાંત, પરસેવો છિદ્રોને બંધ કરી દે છે. જેથી તમારા ચહેરા પરના પિમ્પલ્સની વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
  • પરસેવો થયા પછી ચહેરો લૂછવા માટે ટીશ્યુ અથવા રૂમાલનો ઉપયોગ કરો. ટીશ્યુ અથવા રૂમાલથી પરસેવો સાફ કરો. ચહેરા પર ટીશ્યુ કે રૂમાલ બિલકુલ ઘસો નહીં. તે ફક્ત તમારા મેકઅપને જ નહીં પરંતુ તમારી સ્કીનને પણ બગાડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ