/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/summer-skin-care-tips-news.jpg)
ગરમીને કારણે સ્કિન ડ્રાય થઇ જાય છે? આ સમર સ્કિન કેર રૂટિન અપનાવો (Canva)
Summer Skin Care : ઉનાળા (Summer) ની ઋતુ સામાન્ય રીતે માર્ચથી જૂન સુધીની હોય છે આ સમય દરમિયાન તાપમાન વધતા ગરમી વધતી જાય હોય છે અને હવામાન ડ્રાય હોય છે. આ સીઝનમાં સ્કિનનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, આ ઋતુમાં જ્યારે ફોલ્લીઓ અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ થવા લાગે છે. તેથી સ્કિનને કેટલાક વધારાના પ્રોટેકશન અને કેરની જરૂર હોય છે, તેથી જ ઉનાળામાં સ્કિનકેર રૂટીનનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/summer-skin-care-tips.jpg)
આ પણ વાંચો: Skin Care : શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ?
સ્કિન કેર રૂટિનમાં મુખ્યત્વે સન પ્રોટેકશન અને હાઇડ્રેશનનો સમાવેશ થવો જોઈએ. તડકાના સમયે તમારી સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ રાખવા માટે અહીં કેટલીક ટિપ્સ અને હેક્સ આપ્યા છે,
આ પણ વાંચો: Skin Care Tips : શું આમલી અને કોથમીરનું પાણી, ખીલ અને કરચલીઓ દૂર કરી શકે છે? એક્સપર્ટ શું કહે છે?
સ્કિન કેર : ટિપ્સ અને હેક્સ
- તમારી સ્કિનને સ્વચ્છ અને ફ્રેશ રાખવા માટે, સમર સ્કિન કેર રૂટિનમાં ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ કરો. તમારા ચહેરાને સ્વચ્છ અને પરસેવો મુક્ત રાખવા માટે દરરોજ થોડી થોડી વારે સ્વચ્છ પાણીથી ધોઈ લો.
- તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે, તમે હાઇડ્રેટિંગ માસ્ક અથવા ફેશિયલ મિસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. સૂર્યના યુવી-એ અને યુવી-બી કિરણો સામે રક્ષણ આપવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં, જે સનબર્ન, ટેન, કરચલીઓ અને ઉંમરના ફોલ્લીઓનું કારણ બની શકે છે.
- એલોવેરા અથવા કાકડીવાળા ટોનરનો ઉપયોગ કરો. ઉનાળામાં પરસેવો અને તેલ ત્વચાના છિદ્રોને બંધ કરે છે. ટોનર્સ આને રોકવામાં મદદ કરે છે.
- એન્ટીઑકિસડન્ટ સીરમ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને તેને પર્યાવરણીય નુકસાનથી બચાવે છે. તેથી તેનો ઉપયોગ કરો.
- આંખોની આસપાસની ત્વચા નાજુક હોય છે. તડકામાં બહાર જતી વખતે સનગ્લાસ પહેરો અને વધારાની સુરક્ષા માટે મોઇશ્ચરાઇઝિંગ અંડર-આઇ જેલનો ઉપયોગ કરો.
- SPF ધરાવતા લિપ બામનો ઉપયોગ કરો અને તેને તમારી લિપસ્ટિક એપ્લાય કરતા પહેલા લગાવો.
- સ્કિન ઉપરાંત પગની પણ કાળજી લો. એક્સ્ફોલિયેશન માટે તમારા પગને સ્ક્રબ કરો. ટેનિંગને રોકવા માટે સનસ્ક્રીન એપ્લાય કરો પગની ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us