Summer Skin Care : ઉનાળામાં સ્કિનને હેલ્થી અને ગ્લોઈંગ રાખવા આ અસરકારક આયુર્વેદિક ટિપ્સ અનુસરો

Summer Skin Care : ઉનાળાની સિઝનમાં તમારી સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ રાખવા માટે તમે અસરકારક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો, જાણો અહીં

Summer Skin Care : ઉનાળાની સિઝનમાં તમારી સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ રાખવા માટે તમે અસરકારક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો, જાણો અહીં

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
summer skin care tips how to get naturally glowing skin

summer skin care tips : સમર સ્કિનકેર (Canva)

Summer Skin Care : ઉનાળા (Summer) ની શરૂઆત થઇ ગઈ છે. આ સીઝન ન માત્ર તમારા સ્વાસ્થ્ય પર પરંતુ તમારી સ્કિન અને વાળ પર પણ અસર કરે છે. વધારે ગરમી ધૂળ અને પ્રદુષણ સ્કિનને ચીકણું અને નિસ્તેજ બનાવી શકે છે. તેથી આ ઋતુમાં તમારી સ્કિનનું ધ્યાન રાખવું નિર્ણાયક બની જાય છે. તેથી અહીં ઉનાળામાં માટેની સ્કીન કેર (skin care) રૂટિન શેર કર્યું છે જેમાં તમારી કોઈ બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરવાની જરૂર છે, માત્ર આટલી વસ્તુ ફોલૉ કરવી પડશે, જાણો,

Advertisment
summer skin care tips how to get naturally glowing skin
summer skin care tips : સમર સ્કિનકેર

આ પણ વાંચો: Skin Care : શું ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરા ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થઇ શકે?

આ સિઝનમાં તમારી સ્કિન કેર માટે તમે અસરકારક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો, એમ આયુર્વેદિક પ્રેક્ટિશનર ડૉ. નીતિકા કોહલીએ જણાવ્યું હતું કે, "ઉનાળો આપણી સ્કિન માટે હંમેશા કઠિન સમય છે. ભલે આપણી સ્કિન ડ્રાય હોય, ઓઈલી હોય કેસેન્સટીવ હોય, ઉનાળાની ગરમી આપણી સ્કિન હેલ્થને પડકારે છે. તેથી અહીં ઉનાળાની આ ગરમીમાં તમારી સ્કિનને હેલ્થી અને ગલોઈંગ રાખવાની કેટલીક ખરેખર સરળ અને નેચરલ ટિપ્સ શેર કરી છે,

આ પણ વાંચો: ઉનાળામાં રાત્રે કેમ નાહવું જોઇએ? સવાર કે સાંજ ક્યા સમયે નાહવાથી ફાયદો થાય છે?

Advertisment

ઉનાળામાં ગ્લોઈંગ સ્કિન માટે નેચરલ આયુર્વેદિક ટિપ્સ

  • આ ઋતુમાં યાદ રાખો કે તમારી સ્કિનને પાણીની જરૂર છે, તમારા શરીરની જેમ, સ્કિન પણ ઉનાળા દરમિયાન હાઇડ્રેટેડ રહે છે તેથી પૂરતું પાણી પીને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. તે હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે મહત્વપૂર્ણ છે.
  • શરીરના હાઈડ્રેટેડ રાખવા માટે મોસમી ફળો ખાવાની ભલામણ કરવામાં આવે છે. તરબૂચ જેવા ફળો તે પાણીથી ભરપૂર છે અને ઉનાળામાં સરળતાથી ઉપલબ્ધ છે.
  • ઉનાળાની ગરમીમાં એનર્જી ઓછી થઇ જાય છે ત્યારે બોડી ડિહાઇડ્રેટેડ લાગે છે. શેકેલા ચણાના લોટમાંથી બનાવેલ દેશી પીણું (સત્તુ ડ્રિન્ક) , તેના ઠંડકના ગુણો સાથે, ઉર્જાનું પાવરહાઉસ માનવામાં આવે છે જે આંતરડાને ઠંડક આપે છે અને સ્કિનને હેલ્થી રાખે છે.

આ ઉપરાંત, આ સિઝનમાં સ્કિનને સ્વસ્થ રાખવા માટે નિષ્ણાતો દ્વારા નિયમિતપણે સારા સનસ્ક્રીન લગાવવાની અને તમારા ચહેરાને સારી રીતે સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે.

beauty tips જીવનશૈલી health tips