/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Chlorine-In-swimming-pool.jpg)
વોટરપાર્કની મજા બની શકે સજા! ક્લોરીન વાળા પાણીની હેલ્થ પર થતી આડઅસર
Summer Special : ઉનાળો (Summer) શરુ છે, રાજ્યમાં આગ વરસાવતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમી સતત વધશે. લોકો ગરમી થી કંટાળી ગયા છે અને ઘણા ગરમીથી છુટકારો મેળવવા હિલ સ્ટેશન, વોટરપાર્ક વગેરે જગ્યાએ પહોંચી જાય છે. વોટરપાર્કમાં નાહવાની અને ઇન્જોય કરવાની મજા આવે છે પરંતુ તે પળવારની મજા સજા બની શકે છે, સ્વિમિંગ પુલના પાણીમાં ક્લોરીન (chlorine) હોય છે જે પુલમાં રહેલા જમ્સને મારી નાખવા માટે જરૂરી છે. પરંતુ તે તમારા શરીર માટે નુકશાનકારક છે. અહીં જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Waterpark-Photo-.jpg)
ક્લોરિન વિશે
ક્લોરિનએ સામાન્ય મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ (NaCl) માંથી મેળવવામાં આવે છે. ક્લોરીનની રોગકારક સૂક્ષ્મજીવો પર તેની જંતુનાશક અસરો માટે પૂલના પાણીમાં ઉમેરવામાં આવે છે. પૂલમાં ઉમેરવામાં આવેલ ક્લોરિન પાણીજન્ય રોગ પેદા કરતા જીવોને મારીને પાણીને સુરક્ષિત રાખે છે જે ગંભીર બીમારીઓ જેમ કે ઝાડા, કાનમાં ચેપ, સ્કિન એલર્જી, ફોલ્લીઓ અને ડેન્ડ્રફ અથવા ખોપરી ઉપરની ચામડીના ચેપ લાગવા જેવી સમસ્યા છે.
આ પણ વાંચો: Sadhguru Health Tips: સ્વસ્થ રહેવાના સરળ ઉપાય, શરીરની 80 ટકા બીમારી થશે દૂર, જાણો સદગુરુ પાસેથી
ક્લોરિનનો ઉપયોગ કપડાં, ફ્લોર અને રસોડા અને બાથરૂમની ટાઇલ્સને સાફ કરવા, સફેદ કરવા અને જંતુમુક્ત કરવા માટે બ્લીચિંગ એજન્ટ તરીકે પણ થાય છે. આ કેમિકલને અન્ય વિવિધ બજાર ઉત્પાદનો, જેમ કે કોન્ટેક્ટ લેન્સ, એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, સોલર પેનલ્સ, બુલેટ-પ્રતિરોધક વેસ્ટમાં પણ યુઝ થાય છે.
ક્લોરીનની શરીર પર થતી આડ અસર
શ્વસન સંબંધી લક્ષણો : ક્લોરીન વાળા પાણીથી શ્વસન સંબંધી લક્ષણો જેમ કે નાકમાં બળતરા અને ઉધરસ થઇ શકે છે. તે પૂલની આસપાસની હવામાં ગેસમાં ફેરવાઈ શકે છે, જે ગળા અને ફેફસામાં બળતરા કરી શકે છે.
સ્કિન પર થતી અસર : સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે. જ્યારે આ લેયર દૂર થઇ જાય છે, ત્યારે સ્કિન પર બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. લાંબા સમય સુધી ક્લોરિન એક્સપોઝર પણ ખરજવું જેવી સમસ્યા પણ થઇ શકે છે.
વાળને નુકશાન પહોંચાડે : ક્લોરિન જેવા હાનિકારક રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વાળ સુકાઈ શકે છે અને વાળને નુકસાન થઈ શકે છે. ક્લોરિન તમારા વાળને ડ્રાય અને બરછટ કરી શકે છે. આ ઉપરાંત તમારા વાળનો કલર પણ બદલી શકે છે અને આ બધી સમસ્યા થવાથી વાળ ખરવા લાગે છે.
કલોરિન એક્સપોઝરથી બચવા શું કરવું ?
સ્વિમિંગ પહેલાં, અને સ્વિમિંગ દરમિયાન અને પછી સાવચેતીનાં પગલાં તમારા શરીર પર ક્લોરિનની અસરને ઘટાડી શકે છે.
શક્ય હોય તો આઉટડોરમાં સ્વિમિંગ કરવું. આઉટડોર પૂલ ક્લોરિનને હવાની અવરજવર કરવાની તક આપે છે અને ક્લોરિનની અસર ઘટાડે છે. ખારા પાણી, યુવી અથવા આયોનાઇઝેશનનો ઉપયોગ કરતા પૂલમાં ઓછા કેમિકલ હોય છે અને તે લક્ષણોને મર્યાદિત કરી શકે છે.
આ પણ વાંચો: IQ Level Test: આઈક્યુ લેવલ કેવી રીતે નક્કી થાય છે? બાળકનો IQ વધારવાની સરળ પદ્ધતિ જાણો
સ્વિમિંગ પહેલાં
પૂલમાં પ્રવેશતા પહેલા 1-મિનિટનો શાવર લો. નહાવાથી સ્કિન પર વધારાનો પરસેવો દૂર થશે. તે સામાન્ય રીતે પૂલમાં બનેલા ક્લોરામાઇન્સની સંખ્યામાં પણ ઘટાડો કરશે, દરેકને સુરક્ષિત કરશે.
પૂલમાં પ્રવેશતા પહેલા, સનસ્ક્રીન લગાવો અને 15 મિનિટ સુધી એબઝોર્બ થવા દો. પછી તમે શરીરના નેચરલ સ્કિન પીએચ લેયરને જાળવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો અને સ્કિનને પ્રોટેકશન લેયર માટે વધારાનું કોટિંગ પ્રદાન કરી શકો છો, ક્લોરિન શોષણ પણ ઘટાડે છે.
સ્વિમિંગ પછી
સ્વિમ સૂટ તરત જ કાઢી નાખો અને સ્વચ્છ પાણીથી સ્નાન કરો. સ્કિન પર ક્લોરિન જેટલો લાંબો સમય રહે છે, તેટલી વધુ બળતરા પેદા કરી શકે છે. સ્વિમિંગ પછી તરત નાહવાથી આ અસરો ઘટાડી શકાય છે.
સ્નાન કર્યા પછી સ્કિન પર ક્લોરિનની અસરને નિષ્ક્રિય કરવા માટે વિટામિન સી સોલ્યુશન એપ્લાય કરો. તમે 1 ચમચી પાઉડર વિટામિન સીને 2 કપ ફિલ્ટર કરેલ પાણી સાથે ભેળવીને અને તેને પ્લાસ્ટિકની સ્પ્રે બોટલમાં નાખીને તમારું પોતાનું સોલ્યુશન બનાવી શકો છો. જો જરૂરી હોય તો,સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે ક્રીમ લગાવો.
જો તમને સ્વિમિંગ પૂલના પાણીથી કોઈ એલર્જી થાય તો, તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us