/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/summer-juices.jpg)
Summer Desi Drink : ઉનાળામાં દેશી પીણાનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. (Photo: Freepik)
Summer Special Desi Drink Recipes: ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે સામાન્ય રીતે લોકો ઠંડા પીણા પીવે છે. તેનાથી તરત રાહત મળે છે, પરંતુ સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે. શું તમે જાણો છો કે શરીરને ઠંડુ રાખવા માટે તમે ઘરે દેશી ડ્રિંક્સ બનાવી શકો છો? તેનું સેવન કરવાથી તમને કાળઝાળ ગરમીથી તો રાહત તો મળશે જ, સાથે સાથે તમને ઠંડીનો અનુભવ પણ થશે. આ આર્ટિકલમાં અમે તમને 5 દેશી ડ્રિંક્સ વિશે જણાવીશું, જેને તમે તમારા ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.
ગરમીની સીઝનમાં શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે શરીરને હાઇડ્રેટેડ રાખવું પણ ખૂબ જરૂરી છે. શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવા માટે સત્તુનું શરબત, બીલાનું શરબત, લીંબુનું શરબત, આમ પના અથવા જલજીરાનું સેવન શકાય છે.
સત્તુ શરબત રેસીપી : Sattu Sharbat Recipe
સત્તુનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ એક ગ્લાસ ઠંડા પાણીમાં 2 ચમચી સત્તુ મિક્સ કરી લો. હવે તેમાં તમારા સ્વાદ અનુસાર કાળું મીઠું અને શેકેલા જીરા પાવડર ઉમેરો. હવે ચમચી વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. તમે કોથમીરના પાન, ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા પણ મિક્સ કરી શકો છો. સત્તુ શરબત ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખે છે એટલું જ નહીં, શરીરને એનર્જી પણ આપે છે અને શરીરને હાઇડ્રેટ પણ કરે છે સાથે જ ગરમીથી પણ બચાવે છે.
આમ પના રેસીપી : Aam Panna Recipe
ઉનાળામાં આમ પના શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે કાચી કેરીને ઉકાળીને બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે તમે સૌ પ્રથમ કાચી કેરીને ઉકાળો અથવા આગ પર શેકી લો, જેથી તે નરમ ન બની જશે. હવે કેરી ઠંડી થયા બાદ તેનો પલ્પ કાઢી લો. મિક્સર જારમાં કેરીનો પલ્પ, ખાંડ, કાળું મીઠું, શેકેલું જીરું અને ફૂદી નાંખી ગ્રાઇન્ડ કરી લો. તેમા ઠંડુ પાણી અથવા બરફ પણ ઉમેરી શકાય છે.
બીલાનું શરબત રેસીપી : Bel Sharbat Recipe
બીલાનું શરબત બનાવવા માટે, બીલને વચ્ચેથી તોડીને તેના બીજ કાઢી લો અને બાકીના પલ્પને એક વાસણમાં બહાર કાઢો. હવે તેમાં થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે મેશ કરી લો. હવે તેને ગળણી વડે તેને ગાળી લો. હવે તેમા મીઠુ કરવા માટે મધ, ખાંડ કે ગોળ ઉમેરી, આ રીતે બીલાનું શરબત ઘરે જ સરળતાથી તૈયાર કરી શકાય છે. બીલાનું શરબત ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકી દો.
લીંબુ શરબત : Lemon Juice Recipe
લીંબુનું શરબત બનાવવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં અડધું લીંબુ નીચોવી લો. હવે તેમાં ખાંડ, મીઠું અને કાળું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. જો તમે ઇચ્છો, તો તમે ફુદીનો અથવા બરફ પણ ઉમેરી શકો છો.
જલજીરા પાણી : Jaljeera Pani Recipe
જલજીરાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી લો. તેમાં ફુદીનો, કોથમીર, શેકેલું જીરું, કાળું મીઠું, સાદું મીઠું, હીંગ, આમલીનો પલ્પ અને કાળા મરી ઉમેરીને બરાબર પીસી લો. હવે તેને ઠંડા પાણીમાં મિક્સ કરી લો. ઉપર તમે લીંબુનો રસ પણ નાખી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us