માત્ર ત્રણ સામગ્રીનો ઉપયોગ કરીને માત્ર 10 મિનિટમાં બનાવો ફ્રેશ સ્ટ્રોબેરી જામ, જાણો રેસીપી

લાઇફ સ્ટાઇલ | ઘરે બનાવેલ સ્ટોરીબેરી જામમાં કોઈ સુગર અને પ્રિઝર્વેટિવ્સની જરૂર પડતી નથી ટેસ્ટી હેલ્ધી ફ્રેશ જામ તમે ઓછા  સમયમાં ઓછી મહેનતે બનાવી શકો છો. જેમાં માત્ર ત્રણ સામગ્રીની જરૂર પડશે.

લાઇફ સ્ટાઇલ | ઘરે બનાવેલ સ્ટોરીબેરી જામમાં કોઈ સુગર અને પ્રિઝર્વેટિવ્સની જરૂર પડતી નથી ટેસ્ટી હેલ્ધી ફ્રેશ જામ તમે ઓછા  સમયમાં ઓછી મહેનતે બનાવી શકો છો. જેમાં માત્ર ત્રણ સામગ્રીની જરૂર પડશે.

author-image
shivani chauhan
New Update
Strawberry jam recipe in gujarati

સમર સ્પેશિયલ સ્ટ્રોબેરી જામ રેસીપી | summer special Strawberry jam recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | સ્ટોરીબેરી (Strawberries) વિટામિન સીનો સારો સ્ત્રોત છે, સ્ટોરીબેરી ઉનાળો  શરૂ  થતા બજારમાં મળતી થઇ જાય છે. ત્યારે સ્ટોરીબેરી માંથી અલગ અલગ રેસીપી બનાવી શકાય છે, ખાસ ખરીને જે લોકોને બ્રેડ જામ ખાવાની આદત હોય તો તેઓ આ નેચરલ સ્ટ્રોબેરી જામ બનાવી શકો છો.

Advertisment

ઘરે બનાવેલ સ્ટોરીબેરી જામમાં કોઈ સુગર અને પ્રિઝર્વેટિવ્સની જરૂર પડતી નથી ટેસ્ટી હેલ્ધી ફ્રેશ જામ તમે ઓછા  સમયમાં ઓછી મહેનતે બનાવી શકો છો. જેમાં માત્ર ત્રણ સામગ્રીની જરૂર પડશે.

સ્ટ્રોબેરી જામ રેસીપી 

સામગ્રી 

200 ગ્રામ સ્ટ્રોબેરી 
2 ચમચી ચિયા સીડ્સ 
પસંદગીનું સ્વીટનર (શેફએ ઝીરો કેલરી સ્વીટનરનો ઉપયોગ)

Advertisment

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત

સૌ પ્રથમ સ્ટ્રોબેરીને એક તપેલીમાં થોડું પાણી નાખીને ધીમા તાપે નરમ અને થોડા જાડા થાય ત્યાં સુધી કુક કરો. તેને ઠંડુ થવા દો, પછી તેમાં ચિયા બીજ ઉમેરો જેથી તેને જામી ટેક્સચર મળે.

આ પછી એમાં સ્વીટનર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને થોડીવાર રહેવા દો જેથી તે ઘટ્ટ થાય.  હવે તેને એક સ્વચ્છ બરણીમાં ભરી લો. જ્યારે પણ મન થાય ત્યારે બહાર કાઢો અને સ્વાદનો આનંદ માણો.  

સ્ટ્રોબેરી કુક કરતી વખતે, થોડું પાણી ઉમેરો જેથી તે બળી ન જાય. તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી, તેથી તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

રેસીપી જીવનશૈલી