Summer Special : તરબૂચ અને શક્કરટેટીનું સેવન ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે?

Summer Special : હેલ્થ કોચ મીરુના બશ્કરએ તેની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગના પોતાના અનુભવ વિશે વાત કરે છે. “તરબૂચમાં વપરાતા એરિથ્રોસિન જેવા ઝેરી કલર શરીર પર આડઅસર કરી શકે છે'' વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
May 25, 2024 07:00 IST
Summer Special : તરબૂચ અને શક્કરટેટીનું સેવન ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે?
Summer Special : તરબૂચ અને શકરટેટી ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે?

Summer Special : જો તમે સોશિયલ મીડિયા પર ઘણો સમય પસાર કરો છો, તો તમને ખબર પડશે કે હાલમાં, ઇન્ટરનેટ પર ઘણા વિડિયો વાયરલ થઈ રહ્યા છે જે સૂચવે છે કે તરબૂચ અને શક્કરટેટીથી ફૂડ પોઈઝનિંગ શકે છે, પરંતુ શું આ દાવાઓ ખરેખર સાચા છે?

જનરલ ફિઝિશિયન અને કન્ટેન્ટ સર્જક ડૉ. કોમલ કુલકર્ણી આ પાછળના કારણો જણાવ્યા છે તે કહે છે કે ”આ ફળોથી થતા ફૂડ પોઇઝનિંગ પાછળ “બે કારણો” છે. 1) ફળના કલર અને સ્વાદને વધારવા માટે કલર અને ખાંડની ચાસણીનો ઉપયોગ અને 2) બીજું ફળ જ્યાં ઉગાડવામાં આવે છે તે જમીનમાંથી હાનિકારક બેક્ટેરિયાથી ફળનું દૂષણ

_food poisoning
Summer Special : તરબૂચ અને શકરટેટી ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે?

આ પણ વાંચો: Heatwave Diet : હીટવેવથી બચવા આ સુપરફૂડનું કરો સેવન

હેલ્થ કોચ મીરુના બશ્કરએ તેની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગના પોતાના અનુભવ વિશે વાત કરે છે. “તરબૂચમાં વપરાતા એરિથ્રોસિન જેવા ઝેરી કલર શરીર પર આડઅસર કરી શકે છે.” તેણે કેપ્શનમાં લખ્યું હતું કે ”આ એક લાલ/ગુલાબી રંગ છે જેનો ઉપયોગ કેટલીકવાર તરબૂચને રંગવા માટે કરી શકાય છે જેથી તડબૂચ તાજા અને રસદાર દેખાય.”

ફળમાં કલરનો ઉપયોગ જોખમી

કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર કન્નિકા મલ્હોત્રા કહે છે ”તડબૂચમાં એરિથ્રોસિન જેવા કલરનો ઉપયોગ બજારોમાં ગેરકાયદેસર છે. તરબૂચને તેનો કુદરતી લાલ રંગ લાઇકોપીનથી મળે છે, જે ફાયદાકારક એન્ટીઑકિસડન્ટ છે.”

આ ઉપરાંત તેણે ઉમેર્યું કે,”રંગીન તરબૂચ સામાન્ય રીતે બજારમાં વેચાતા નથી, પરંતુ જો તમે ખરીદો છો, તો મોટી ચિંતા છે. ઇન્ડસ્ટ્રીયલ કલરમાં લેડ અથવા મિથેનોલ જેવા હાનિકારક રસાયણો હોઈ શકે છે, જે ખોરાકમાં ઝેર, પાચન સમસ્યાઓ અને કેન્સર જેવા લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો ઉભા કરી શકે છે.”

આ પણ વાંચો: Summer Special : ઉનાળામાં સ્વસ્થ રહેવા કરો આમળાનું સેવન

માટીના દૂષણ (contaminants) ને કારણે શક્કરટેટી(Muskmelon) અને તડબૂચમાં રહેલ બેટેરિયાનું જોખમ

તરબૂચ અને શક્કરટેટી જમીન પર ઉગે છે. જેથી જમીનમાં જોવા મળતા બેક્ટેરિયા દ્વારા દૂષિત થઇ શકે છે. આ બેક્ટેરિયા છાલ પર આવી શકે છે અને ફળ કાપવા દરમિયાન ફળના માંસલમાં આવી થઈ શકે છે. જેમાં કેટલાક નીચેના આ બેક્ટેરિયા હોઈ શકે છે,

સાલ્મોનેલા : તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ જેવા લક્ષણો ફૂડ પૉઝનિંગનું કારણ બની શકે છે.

ઇકોલાઈ : ખોરાકજન્ય બિમારી માટે જવાબદાર અન્ય બેક્ટેરિયા સાલ્મોનેલા છે પરંતુ વધુ ગંભીર સમસ્યા ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે જેમ કે, કિડની ફેલ થવી

લિસ્ટેરિયા : આ બેક્ટેરિયા ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે ખતરનાક બની શકે છે, કારણ કે તે નવજાત શિશુમાં કસુવાવડ, બાળક મરેલું જન્મવું અથવા ગંભીર ચેપનું કારણ બની શકે છે. આ બેક્ટેરિયા ગરમ અને ભેજવાળી જગ્યામાં પેદા થાય છે, તેથી તેની વૃદ્ધિ અને બીમારી ઘટાડવા માટે યોગ્ય નિકાલ કરવો જરૂરી છે.

તરબૂચનું સેવન કરતા પહેલા આટલું કરો

તરબૂચને ચોખ્ખા પાણી અને સ્ક્રબિંગ બ્રશથી ધોવાથી ફળ પરના બેક્ટેરિયા ઘટાડી શકાય છે, એક્સપર્ટ અનુસાર, તમે 1 ભાગ સરકો અને 3 ભાગ પાણી દ્વારા બેક્ટેરિયા દૂર કરી શકો છો. જો કે, આ ટેક્નિક ફળની અંદરના તમામ બેક્ટેરિયાને દૂર કરતું નથી. ફળ ધોવા ઉપરાંત, ફળ મુકેલ વાસણો પણ સેનિટાઇઝ કરો. પ્રદૂષણ ટાળવા માટે કાપીને તરબૂચને અલગ કરો, બેક્ટેરિયાની વૃદ્ધિ ઓછી કરવા માટે કાપેલા તરબૂચને રેફ્રિજરેટરમાં રાખો અને બગડેલા તરબૂચના ભાગને કાઢી નાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ