Kamini Bobde : Summer Special : ઉનાળા (Summer) ની કાળઝાળ ગરમી પડી રહી છે. એપ્રિલ-મે મહિનામાં તાપમાન સતત વધતું જાય છે. આ સિઝનમાં પરસેવો વધુ થવાથી ડીહાઇડ્રેશન અને હિટ સ્ટ્રોકની સમસ્યા વધવા લાગે છે. ગરમી દરિમયાન ભારતમાં વર્ષ 2000 માં 65 વર્ષથી વધુ વયના 20,000 મૃત્યુ થયા હતા. જે વધીને 2021 સુધીમાં લગભગ 31,000 મૃત્યુ થયા હતા. જો તડકામાં બહાર નીકળેયે તો ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકની સમસ્યા થાય છે.
પરંતુ યોગ (Yoga) કરવાથી ગરમીમાં રાહત મળે છે. ન માત્ર હાઈપરટેન્શન, હ્રદય અને શ્વસન સંબંધી રોગો અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ પરંતુ બધા યોગાભ્યાસ કરી શકે છે.
આ પણ વાંચો: Yoga : યોગ કરવાથી તણાવ ઓછો થાય? કોર્ટિસોલ લેવલ ઘટાડી શકે છે? જાણો
શીતલી પ્રાણાયામ:
આ પ્રાણાયામ શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે અને મગજના તે સેન્ટરને અસર કરે છે જે શરીરનું તાપમાન જાળવી રાખે છે. શરીરને ઠંડક આપવા ઉપરાંત, તણાવ જેવી સમસ્યા ઘટાડે છે. જો સૂતા પહેલા પ્રેક્ટિસ કરવામાં આવે તો અનિદ્રાનો પણ એક ઉપચાર છે.

- ક્રોસ-પગવાળા પોઝમાં અથવા ખુરશી પર પીઠ સીધી અને શરીર હળવું રાખીને આરામથી બેસો.
- તમારું મોં ખોલો અને શક્ય તેટલી આરામથી તમારી જીભને બહાર કાઢો. પછી તમારી જીભને કર્લ કરો અને જીભને ફોલ્ડ કરી રાખો.
- પછી ફોલ્ડ કરેલી જીભમાંથી શ્વાસ લો અને તમારી જીભ અને ઉપરના તાળવાને સ્પર્શતી ઠંડી હવાનો અનુભવ કરો. શક્ય હોય ત્યાં સુધી શ્વાસ લો.
- તમારું મોં બંધ કરો અને તમારી જીભને આરામ આપો.
- પછી થોડી સેકંડ માટે શ્વાસને અંદર રોકો, પછી નાક દ્વારા શ્વાસ બહાર કાઢો.
તમે પાંચ રાઉન્ડથી શરૂઆત કરી શકો છો અને વધારે ગરમીમાં, 10 રાઉન્ડ સુધી આ પ્રેક્ટિસ કરી શકો છો.
આ પણ વાંચો: બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું એ મેડિટેશનથી ઓછું નથી! જાણો ઉઠવાના ફાયદા, યોગ્ય સમય અને વૈજ્ઞાનિક કારણ
શીતકારી પ્રાણાયામ :
તમે શીતલી પ્રાણાયામ કરો ત્યારે આરામથી બેસો.

તમારા દાંત ઉપર અને નીચેની દાંત એકસાથે સેટ કરો.તમારા દાંત ફિટ કરી સ્માઈલ પોઝ કરો.પછી ધીમે ધીમે શ્વાસ લો. તમે મોંની બાજુમાંથી ઠંડી હવા પ્રવેશે છે તેવો અનુભવ કરશો.શ્વાસ લીધા પછી, તમારા હોઠ બંધ કરો. થોડી સેકંડ માટે શ્વાસ અંદર રોકો પછી નાક દ્વારા શ્વાસ બહાર કાઢો.તમે શરૂઆતમાં પાંચ રાઉન્ડથી શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે 10 રાઉન્ડ પ્રેક્ટિસ કરો.
કાકી મુદ્રા:
મુદ્રા એક હાવભાવ છે. અહીં હાવભાવ એ છે કે કાગડાની ચાંચની જેમ મોઢું દબાવવું કે જાણે પાઉટ કરતા હોવ! આ યોગ ન માત્ર તમારા શરીરને ઠંડક આપે અને મનને શાંત કરે છે પરંતુ તમારી સ્કિન માટે ખુબજ ફાયદાકરાક સાબિત થાય છે. સ્કિનની કરચલીઓ દૂર કરે છે અને વૃદ્ધત્વ વિરોધી કાર્ય કરે છે. જે લોકોને આંખ, રેટિના અથવા કાનની ગંભીર સમસ્યાઓ હોય તેઓએ હેલ્થ એક્સપર્ટના ગાઈડન્સ લઇ પછી આ પ્રેક્ટિસ કરવી જોઈએ.
- આ પોઝમાં મોં પક્ષીની ચાંચ બનાવો. અંદર જીભ હળવી હોવી જોઈએ.
- નાકની ટોચ પર તમારી નજર સ્થિર કરો. પછી ચાંચવાળા મોં દ્વારા ઊંડો ધીમો શ્વાસ લો.
- તમે તમારા હોઠમાંથી ઠંડી હવા પ્રવેશે છે તેવો અનુભવ કરશો.સંપૂર્ણ શ્વાસ લીધા પછી તમારું મોં બંધ કરો.
- તમારા ગાલ ઉપર ફુલાવીને શ્વાસ અંદર રાખો.પછી નાક દ્વારા શ્વાસ બહાર કાઢો.
આ એક રાઉન્ડ છે પરંતુ તમે શરૂઆતમાં પાંચ રાઉન્ડ કરો અને તેને ધીમે ધીમે 10 રાઉન્ડ સુધી અથવા આરામથી શક્ય હોય પ્રેક્ટિસ કરી શકો છો.
શવાસન
સંશોધન દર્શાવે છે કે આ પ્રેક્ટિસ શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે અને તે સૌથી સરળ અને આદમદાયક પ્રેક્ટિસ એક છે. તે તમારી નર્વસ સિસ્ટમને આરામ આપે છે અને તમારા શરીરનું તાપમાન ઘટાડીને, બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે.
આ યોગાભ્યાસ કરવા માટે તમારે ફક્ત સૂવાનું છે. તમારા શરીરને આરામ અવસ્થામાં રાખો અને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો.
સચેત બનો અને જમણા પગથી શરૂ કરીને, જમણા ઘૂંટણ એમ તમારા આખા શરીર પર કોક્સ કરો, અને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો. આ પ્રેક્ટિસ તમે તમારી કેપેસીલી અનુસાર 5-10 મિનિટ કે વધારે સમય સુધી પણ કરી શકો છો.





