/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Melons-Benefits-And-Disadvantages-.jpg)
Melons Benefits And Disadvantages : શક્કરટેટી શરીરને હાઇડ્રેટ રાખે છે પણ અમુક ચીજો સાથે ખાવાનું ટાળવું જોઇએ. (Photo: Freepik)
Melons Benefits And Disadvantages : ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી એવા બે ફળ છે જે પાણીથી ભરપૂર હોય છે. શક્કરટેટીની વાત કરીએ તો તેની અસર ઠંડી હોય છે, જે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે. તે ઉનાળાના મનપસંદ ફળોમાંથી એક છે જે શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે છે. આ ફળમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ઉનાળામાં શરીરને રોગોથી બચાવે છે. પાણીથી ભરપૂર આ ફળમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજનને કંટ્રોલ કરે છે. ઉનાળાનું આ ફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઉનાળામાં શરીરને તાજું અને ઠંડુ રાખે છે.
શરીરને સ્વસ્થ રાખનાર અને ગરમીથી રક્ષણ આપતું આ ફળ અમુક ખોરાક સાથે ખાવામાં આવે તો તેનું સેવન સ્વાસ્થ્ય પર ઝેર સમાન સાબિત થઇ શકે છે. કેટલાક ખોરાક સાથે આ ફળ ખાવાથી ફૂડ પોઇઝનિંગ, એલર્જી, ઝાડા અને પાચન જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. કેટલાક ખોરાક સાથે શક્કરટેટી ખાવાથી અચાનક એલર્જીક અને મેટાબોલિકની સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ કયા કયા ખાદ્ય પદાર્થો શક્કરટેટી સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર ઝેરી જેવી અસર થઇ શકે છે.
શક્કરટેટી સાથે દહીં ખાવાનું ટાળો
શક્કરટેટી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, તેમાં લગભગ 90% પાણી હોય છે જે પેટના એસિડને પાતળું કરે છે. પરંતુ જો દહીં સાથે શક્કરટેટીનં સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. દહીંને પેટમાં સારી રીતે પચાવવા માટે થોડી એસિડિક પરિસ્થિતિઓની જરૂર હોય છે. બંને ખોરાકને એક સાથે ખાવાથી પાચનક્રિયા બગડી શકે છે.
શક્કરટેટી સાથે દૂધ પીવાનું ટાળો
જો તમે શક્કરટેટી ખાઈ રહ્યા છો તો તમારે દૂધ પીવું જોઇએ જોઈએ. શક્કરટેટી અને દૂધ બંનેનો પાચન સમય અલગ અલગ છે. આયુર્વેદ મુજબ તરબૂચ સાથે દૂધ અને દહીંનું સેવન વિરુદ્ધ આહાર છે જે પાચનક્રિયાને ખલેલ પહોંચાડી શકે છે. આ ખોરાકના સંયોજનથી પેટમાં ગેસ, એસિડિટી અને અપચો થઈ શકે છે.
શક્કરટેટી સાથે કાકડી ન ખાવી
જો તમે શક્કરટેટી ખાતા હોવ તો તેની સાથે કાકડી ભૂલથી પણ ખાવી નહીં. શક્કરટેટી અને કાકડી એક જ વનસ્પતિ કુળમાંથી આવે છે, પરંતુ તે બંનેમાં કેટલાક ઉત્સેચકો અને તત્વો હોય છે જે એકસાથે પેટમાં ગેસ અને પેટ ફુલવાનું કારણ બની છે.
શક્કરટેટી સાથે કેળા ખાવાનું ટાળો
ઘણીવાર આપણે કેળા અને શક્કરટેટી ને ફ્રૂટ ચાટમાં મિક્સ કરીને ખાઈએ છીએ, પરંતુ આયુર્વેદ આ બંને ફળોને એક સાથે ખાવાની મનાઈ કરે છે. આયુર્વેદ અનુસાર કેળા અને શક્કરટેટીને પચવામાં અલગ અલગ સમય લાગે છે. આ બંને ફળોને એક સાથે ખાવાથી પેટમાં ભારેપણું આવે છે અને પાચનક્રિયા બગડે છે. આ બંને ફળોને સાથે ખાવાનું ટાળો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us