Summer Tips : ગરમીમાં પગમાં પરસેવાની દુર્ગંધ પરેશાન છો? તો આ ટિપ્સ અનુસરો

Summer Tips : ડર્મેટોલોજીના ડૉ. રસ્યા દીક્ષિત કેટલીક ટીપ્સ શેર કરે છે, જેની મદદથી તમે ઉનાળામાં થતા પરસેવાના કારણે પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો અને હંમેશા ફ્રેશ રહી શકો છો.

Summer Tips : ડર્મેટોલોજીના ડૉ. રસ્યા દીક્ષિત કેટલીક ટીપ્સ શેર કરે છે, જેની મદદથી તમે ઉનાળામાં થતા પરસેવાના કારણે પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો અને હંમેશા ફ્રેશ રહી શકો છો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Summer Tips foot odor problem in summer sweat problem hygiene tips how to get rid of smelly foot

summer tips ઉનાળામાં હેલ્થ ટિપ્સ પગની દુર્ગંધની સમસ્યા પરસેવાની સમસ્યા (Canva)

Summer Tips : ઉનાળા (Summer) ની શરૂઆત થઇ ગઈ છે અને તાપ સતત વધવા લાગ્યો છે. ગરમી વધવાને કારણે પરસેવાનુ પ્રમાણ વધવા લાગ્યું છે. આ પરસેવાની સમસ્યા ખૂબ જ કંટાળાજનક લાગે છે. વાળ, બગલમાં ખૂબ પરસેવો થાય છે. પગમાં પણ સતત પરસેવો થાય છે. પરસેવાના કારણે પગમાં દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં પગની સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આપણે શરીરના અન્ય ભાગોનો પરસેવો રૂમાલ વડે લૂછી શકીએ છીએ, પણ પગ પરનો પરસેવો લૂછી શકાતો નથી. પગમાં મોજાં સાથે ચંપલ અથવા જૂતા પહેરીએ છીએ, પરંતુ તેને રીમુવ કર્યા બાદ ઘણી વખત દુર્ગંધ આવે છે.

Advertisment
Summer Tips foot odor problem in summer sweat problem hygiene tips how to get rid of smelly foot
summer tips ઉનાળામાં હેલ્થ ટિપ્સ પગની દુર્ગંધની સમસ્યા પરસેવાની સમસ્યા (Canva)

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ટિપ્સ અસરકારક હોઈ શકે છે, ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં બેંગ્લોરમાં ડર્મેટોલોજીના ડૉ. રસ્યા દીક્ષિત કેટલીક ટીપ્સ શેર કરે છે, જેની મદદથી તમે ઉનાળામાં થતા પરસેવાના કારણે પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો અને હંમેશા ફ્રેશ રહી શકો છો.

આ પણ વાંચો: Skin Care : અપર લિપ્સ માટે પાર્લર ન જાઓ, આ ઘરગથ્થુ ઉપચાર સાથે ઘરે કરો, થશે અસરકારક સાબિત

Advertisment

પગની દુર્ગંધથી છુટકારો મેળવવા આ ટિપ્સ અપનાવો

મોજાં પહેરો : જો તમે સેન્ડલ ન પહેરતા હોવ તો પણ ઉનાળામાં તમારા પગને નરમ રાખવા માટે મોજાં પહેરો અને દરરોજ બદલવું જોઈએ. આ પદ્ધતિને અનુસરીને, તમે તમારા પગની દુર્ગંધને ઓછી કરી શકો છો.

સ્વચ્છતા રાખો : કામ પરથી ઘરે પાછા ફર્યા પછી તમારા પગને સાબુથી ધોઈ લો. પછી રૂમાલથી લૂછી લો. ખાસ કરીને અંગૂઠાના ગેપમાં પાણી ન રહેવા દો. તે સિવાય પગના નખને નિયમિત રીતે કાપવાથી પણ પગની સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં મદદ મળે છે.

યોગ્ય ફૂટવેર પસંદ કરો : ડૉ. દીક્ષિતના કહેવા પ્રમાણે, પગમાં શરીરના અન્ય ભાગો કરતાં વધુ બેક્ટેરિયા વધે છે. તેથી પગમાં વધુ પરસેવો આવે છે. તે જ સમયે જ્યારે તમે ઉનાળામાં તમારા પગને ઢાંકીને, પગરખાં અથવા સેન્ડલ પહેરો છો ત્યારે તમને વધુ પરસેવો થાય છે, જે બેક્ટેરિયાની સંખ્યા પણ વધારે છે અને દુર્ગંધનું કારણ બને છે. તેથી ફૂટવેર એવા પસંદ કરો કે ઉનાળામાં કમ્ફર્ટેબલ હોઈ અને દુર્ગંધથી છુટકારો મળી શકે છે.

જો પગમાં ખંજવાળ સમસ્યાઓ લાગે તો ડૉક્ટરની સલાહ લો. ડો.દીક્ષિતના કહેવા પ્રમાણે, સમયાંતરે પગ પર ધ્યાન આપો. જો તમને ફૂગના ચેપના લક્ષણો દેખાય છે જેમ કે પગના તળિયાની નજીક કાળા અથવા સફેદ પેચો, તો તરત જ ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.

આ પણ વાંચો: Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

  • ડર્મેટોલોજિસ્ટ અનુસાર, જો તમને ફંગલ ઇન્ફેક્શન થતું હોઈ તો, તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ મોજાં પહેરતા પહેલા એન્ટિફંગલ પાવડરનો ઉપયોગ કરો. તે ફંગલ ચેપને રોકવામાં મદદ કરી શકે છે.
  • પ્લાસ્ટિક ચંપલનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે- આવા શૂઝથી વધુ પરસેવો થાય છે. તેની સાથે કોટનના મોજાં પહેરો.
  • આમ, કેટલીક સરળ પદ્ધતિઓને અનુસરીને, તમે તમારા પગને આખો દિવસ ફ્રેશ અને દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.
ઉનાળો જીવનશૈલી health tips