Kerala Top 5 Hill Stations For Summer Vacation : કેરળ સમર વેકેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. કેરળના દક્ષિણ ભારતનુ સ્વર્ગ કહેવામાં આવે છે. કેરળમાં સુંદર દરિયા કિનારો, ઉંચા પર્વત, સુંદર નદી અને તળાવ છે. આ બધા જ પરિબળો કેરળને ઉનાળામાં ફરવા માટેના ઉત્તમ સ્થળ બનાવે છે. કેરળમાં ઘણા બધા હિલ સ્ટેશન છે, જે ઉનાળાની ગરમીમાં ફરવા અને હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આપણે આ લેખમાં કેરળના પ્રખ્યાત 5 હિલ સ્ટેશન વિશે વિગતવાર જાણીશું ચાલો ફરવા
મુન્નાર ( Munnar)
મુન્નાર કેરળનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન જે 5026 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. મુન્નારના લીલાછમ જંગલો, વિશાળ ચાના બગીચાઓ, ખીણ, વેન્ટેજ પોઇન્ટ્સ અને 12 વર્ષે એક વખત ખીલતા નીલકુરિંજી ફુલ માટે પ્રખ્યાત છે. મુન્નારને દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવામાં આવે છે. તે ફેમેલી વેકેશન અથવા હનીમુન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

મુન્નારના જોવાલાયક લોકપ્રિય સ્થળો:
મુન્નારના ફરવાલાયક સ્થળોમાં મટ્ટુપેટ્ટી ડેમ, એરાવિકુલમ નેશનલ પાર્ક, અટ્ટુકદ વોટરફોલ્સ, ટાટા ટી મ્યુઝિયમ, ડ્રીમ લેન્ડ ફન એન્ડ એડવેન્ચર, ફોટો પોઇન્ટ, ચિન્નાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કુંડલા ડેમ તળાવમાં બોટિંગ છે. પ્રવાસીઓ અહીં રોક ક્લાઇમ્બિંગ, પેરાગ્લાઇડિંગનો રોમાચંક અનુભવ માણી શકે છે.
વાયનાડ (Wayanad)
વાયનાડ કેરળનું આ સુંદર હિલ સ્ટેશન છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક અદભૂત પ્રવાસ બની છે. વાયનાડની સૌથી સારી બાબત એ છે કે તેમાં વિવિધ પ્રકારના પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણો છે. વાયનાડમાં શાંત પહાડ, મસાલા પાકોના ખેતર, ધોધ – તળાવો, ઐતિહાસિક ગુફાઓ અને વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિનો આનંદ માણી શકાય છે. ઉપરાંત આ હિલ સ્ટેશન પર મુલાકાતીઓ ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ અને અન્ય મજેદાર અને રોમાંચક એક્ટિવિટીનો આનંદ માણી શકે છે.

વાયનાડના જોવાલાયક સ્થળો
વાયનાડમાં એડાક્કલ ગુફાઓ, સૂચીપારા ધોધ, વાયનાડ વન્યજીવન અભયારણ્ય, થોલ્પેટ્ટી વન્યજીવન અભયારણ્ય, મીનમુટ્ટી ધોધ, થિરુનેલ્લી મંદિર પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. તો પ્રવાસીઓ પુકોડ તળાવ અને બનાસુરા ડેમ ખાતે ટ્રેકિંગ, બોટિંગ અને બર્ડ વોચિંગ, કુરુવા ટાપુ પર બોટ રાઇડ્સ, રાફ્ટિંગ અને નેચર વોકનો આનંદ માણી શકે છે. કાર્લાડ તળાવ ખાતે બોટિંગ અને રોક ક્લાઇમ્બિંગ અને અન્ય મજેદારા એક્ટિવિટી પ્રવાસીઓનો આનંદ વધારે છે.
વાગામોન (Vagamon)
વાગામોન કેરળનું સુંદર હિલ સ્ટેશન છે, જેને એશિયાનું સ્કોટલેન્ડ કહેવાય છે. આ ઓફ બીટ હિલ સ્ટેશન સુંદર ટેકરીઓ, લીલાછમ મેદાનો, ધોધ અને ચમકતી નદીઓ પ્રવાસીઓને અદ્ભુત આનંદ આપે છે. વાગામાનમાં પ્રવાસીઓ માટે ઘણી મજેદાર એક્ટિવિટી થાય છે, આથી તે કેરળનું એક પ્રખ્યાત એડવેન્ચર હિલ સ્ટેશન છે.

વાગામોન ફરવા લાયક સ્થળ
વાગામોનના ફરવાલાયક સ્થળોમાં માર્માલા વોટરફોલ્સ, કરિકાડુ વ્યૂ પોઇન્ટ, યુલિપુની વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, મુરુગન હિલ, પટ્ટુમાલા ચર્ચ, ઇકો પોઇન્ટ છે. પ્રવાસીઓ માટે વાગામોન મેડોવ્સ, પાઈન હિલ્સના જંગલો, બેરેન હિલ્સ પર ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બિંગ અને પેરાગ્લાઇડિંગ જીવનભરની યાદગાર ક્ષણ બની રહેશે.
થિરુવામ્બદી (Thiruvambadi)
કેરળનું થિરુવાંગબડી હિલ સ્ટેશન ઇરુવાનજીપ્પુઝા નદીના કિનારે આવેલું છે. થિરુવામ્બદીની આસપાસ લીલાછમ પર્વતો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ અને હનીમૂન માટે પસંદગીનું સ્થળ છે. અહીં ખીણો, ધોધ અને દરિયાકિનારાના સુંદર દ્રશ્યો, આરામની ક્ષણો માણવાથી લઇ મંદિરો અને વન્યપ્રાણી અભયારણ્યોની મુલાકાત પ્રવાસીઓને આનંદ આપે છે.

થિરુવામ્બદીના પ્રખ્યાત પ્રસાવન સ્થળ
થિરુવામ્બદીના ફરવાના પ્રખ્યાત સ્થળોમાં તુષારગિરી ધોધ, આરીપપરા ધોધ, માલાબાર વન્યજીવન અભયારણ્ય, વરક્કલ મંદિર, કદાલુંડી પક્ષી અભયારણ્ય મુખ્ય છે. ઉપરાંત કરવા બેપોર બીચ પર સર્ફિંગ, પેરાસેલિંગ, સ્કીઇંગ, કાયાકિંગ અને અન્ય પ્રવૃત્તિઓની મજા માણી શકાય છે.
લક્કીડી (Lakkidi)
કેરળનું લક્કીડી હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. જંગલ – પર્વતો પર ફરવાની મજા માણવી હોય તો અહીંની મુલાકાત જીવનભરનો યાદગાર પ્રવાસી બની રહે છે. હિલ સ્ટેશનની એક સુખદ આબોહવા પ્રવાસીઓના તન અને મને અદભૂત આનંદ આપે છે. લક્કીડી કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. લક્કીડી કેરળના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનોમાં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો | ગુજરાત નજીક ટોપ 5 ફરવાના સ્થળ, ઓછા બજેટમાં પ્રવાસ સાથે ભરપૂર મજા માણો
લક્કીડીના પ્રખ્યાત પ્રસાવન સ્થળ
લક્કીડીના પ્રખ્યાત પ્રવાસ સ્થળોમાં ચેઇન ટ્રી, પુકોડ તળાવ, લક્કીડી વ્યૂ પોઇન્ટ, થુશરગિરી વોટરફોલ્સ, અનંથનથ સ્વામી જૈન મંદિર, વાયનાડ ચા મ્યુઝિયમ મુખ્યે છે. પ્રવાસીઓ પુકોડ તળાવ પર બોટ રાઇડ, પિકનિક, હાઇકિંગ, બર્ડ-વોચિંગ, ઝિપ-લાઇનિંગ અને હાર્ટ લેક કન્ઝર્વેશન એરિયા, ટ્રેક ટુ ચેમ્બ્રા પીક પર મજેદાર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે.





