Skincare Tips : તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી આ રીતે રાખો સુરક્ષિત

Skincare Tips : એક્સપર્ટના જણાવ્યા અનુસાર, યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તમારી ત્વચાના કોષો પર અસર થઈ શકે છે.તેથી આવી ત્વચાને આ નુકસાનથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય? અહીં જાણો

Written by shivani chauhan
August 14, 2023 08:14 IST
Skincare Tips : તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી આ રીતે રાખો સુરક્ષિત
તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત રાખો (અનસ્પ્લેશ)

શું તમે જાણો છો કે બારી પાસે બેસવાથી પણ તમારી ત્વચાને લાંબા સમય સુધી નુકસાન થઈ શકે છે? અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી અનુસાર, સૂર્યના યુવીએ કિરણો, જે ત્વચાની વૃદ્ધત્વ અને કરચલીઓનું કારણ બને છે, તે કિરણો કાચમાંથી પસાર થઈ શકે છે તેથી જો તમે બારી પાસે બેસો અને નિયમિતપણે સનસ્ક્રીન ન લગાવો તો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે .

તડકામાં કામ કરે છે, તેઓએ ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવી હિતાવહ છે. સૂર્યના યુવીબી કિરણો ત્વચાના કેન્સર માટે વધુ જવાબદાર છે. ડૉ. રિંકી કપૂર, કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્માટો-સર્જન, ધ એસ્થેટિક ક્લિનિક્સના જણાવ્યા અનુસાર, યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તમારી ત્વચાના કોષો પર અસર થઈ શકે છે.

આ પણ વાંચો: Organ Donation Day: અંગ દાન કોણ અને કઇ ઉંમર સુધી કરી શકે? શું બીમાર વ્યક્તિ અંગ દાન કરી શકે? અંગ દાન અંગેના તમામ પ્રશ્નોના જવાબ વાંચો

તેથી આવી ત્વચાને આ નુકસાનથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય? અહીં જાણો

  • જો તમે અંદર હોવ તો પણ નિયમિતપણે સનસ્ક્રીન લગાવો
  • ડૉ. કપૂરના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિએ,રોજિંદા ધોરણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ, પછી ભલે તે ઘરમાં હોય.

એક્સપર્ટ, સવારે 9 AM અને 1 PMએ બે વાર ઘરમાં સનસ્ક્રીન લગાવવાની ભલામણ કરે છે. જો તમે બહાર હો, તો તે 2 કલાકના અંતરાલ સાથે આખા દિવસ દરમિયાન ફરીથી એપ્લાય કરવાનું સૂચન કરે છે.

તમારે ગરદન, ચહેરો, કાન, પગની ટોચ અને પગ જેવા શરીરના અંગો સહિત ત્વચા પર સનસ્ક્રીન લગાવવી જોઈએ. તમારી પીઠ જેવા વિસ્તારો માટે, સ્પ્રે સનસ્ક્રીનનો ઉપયોગ કરો જે એક અનુકૂળ વિકલ્પ છે.

આ પણ વાંચો: Health Tips : વિટામિન ડીની ઉણપ બાળકોમાં આ સમસ્યા તરફ દોરી શકે, અહીં જાણો

બને ત્યાં સુધી બપોરે બહાર નીકળવાનું ટાળો

કારણ કે તેમાં સીધા UVA અને UVB કિરણો સાથે સૂર્યના કિરણોની સૌથી વધુ માત્રા હોય છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને ત્વચાના કેન્સરનું કારણ બને છે .

લાંબી બાંયના ઢીલા વસ્ત્રો પહેરો : સૂર્યના ખતરનાક યુવીએ અને યુવીબી કિરણોથી તમારા શરીરના અંગોને ઢાંકવા માટે ફુલ-બાંયના, ઓછા ફિટિંગ વાળા સુતરાઉ કપડાં પહેરવાનું સૂચન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ