Sunscreen and Sunblock: સનસ્ક્રીન અને સનબ્લોક વચ્ચેનો તફાવત, તમારી સ્કિન માટે કયું સારું?

Sunscreen and Sunblock : સનસ્ક્રીન (Sunscreen) ત્વચાના લોશન જેવું છે, જે લગાવવાથી ત્વચા પર પાતળું પડ બને છે અને સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે.

Sunscreen and Sunblock : સનસ્ક્રીન (Sunscreen) ત્વચાના લોશન જેવું છે, જે લગાવવાથી ત્વચા પર પાતળું પડ બને છે અને સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Sunscreen and Sunblock difference beauty tips gujarati news

Sunscreen and Sunblock difference beauty tips gujarati news : સનસ્ક્રીન અને સનબ્લોક ડિફરન્સ બ્યુટી ટીપ્સ ગુજરાતી ન્યુઝ

Sunscreen and Sunblock : સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સનબર્ન, ટેનિંગ, કરચલીઓ અને ત્વચાના કેન્સરનું જોખમ વધી જાય છે. આથી જ એક્સપર્ટએ ઉનાળો ઉપરાંત દરેક ઋતુમાં તડકામાં જતા પહેલા ત્વચાને સુરક્ષિત રાખવાની સલાહ આપે છે. આ માટે કેટલાક લોકો સનસ્ક્રીન (sunscreen) નો ઉપયોગ કરે છે તો કેટલાક સનબ્લોક (sunblock) નો ઉપયોગ કરે છે. પરંતુ મોટાભાગના લોકો બે વચ્ચેનો તફાવત જાણતા નથી જે મૂંઝવણ તરફ દોરી જાય છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો અહીં તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અમે તમને સનસ્ક્રીન અને સનબ્લોક વચ્ચેનો તફાવત (difference between sunscreen and sunblock) જણાવીશું, જેથી તમે તમારી સ્કિન માટે બેસ્ટ હોય તે પસંદ કરી શકો.

Advertisment

આ પણ વાંચો: Weight Loss : શું વજન ઘટાડવા માટે ગરમ ​​પાણી, આદુ, લવિંગ અને લીંબુ અસરકારક સાબિત થઇ શકે છે? એક્સપર્ટે કહ્યું

સનસ્ક્રીન (Sunscreen) શું છે?

સૌપ્રથમ, જો આપણે સનસ્ક્રીન વિશે વાત કરીએ, તો તે ત્વચા માટેના લોશન જેવું છે, જે લગાવવાથી ત્વચા પર પાતળું પડ બને છે અને સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે. સનસ્ક્રીન ઘણા ઓર્ગેનિક કેમિકલના સંયોજનોથી બનેલું છે, જે યુવી પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે કેમિકલ પ્રોટેશન તરીકે કાર્ય કરે છે અને તેને શોષી લે છે, જેનાથી સ્કિનને પ્રતિકૂળ અસર થતી અટકાવે છે.

Advertisment

સનબ્લોક (Sunblock) શું છે?

સનબ્લોક કે જે ત્વચા પર લગાવવામાં આવે ત્યારે જાડા પડ બનાવે છે અને નામ સૂચવે છે તેમ સનબ્લોક યુવી કિરણોને ત્વચા સુધી પહોંચતા પહેલા જ અવરોધે છે. તે સનસ્ક્રીન કરતાં જાડું છે. તે ઝીંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા વિવિધ ખનિજ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે ત્વચાના સંપર્કમાં આવતા પહેલા યુવી કિરણોને શારીરિક રીતે અવરોધે છે.

કયું વધુ સારું?

સનસ્ક્રીન અને સનબ્લોક બંને સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે કામ કરે છે, તેથી તે બંને તમારા માટે સારા છે. પરંતુ, તમે તમારી અનુકૂળતા અનુસાર આમાંથી એક પસંદ કરી શકો છો. જેમ-
સનસ્ક્રીનમાં પાતળું પડ હોય છે અને તે ત્વચા પર થોડા સમય માટે રહે છે. આનો અર્થ એ છે કે જો તમે લાંબા સમય સુધી તડકામાં રહેવાના છો, તો તમારે તેને સમયાંતરેફરીથી લાગુ કરવાની જરૂર પડશે.

આ પણ વાંચો: શું તમે પણ જમતી વખતે ફોનનો ઉપયોગ કરો છો? તો ચેતી જજો, જાણીલો કેવુ નુકસાન થઈ શકે છે

જયારે સનબ્લોકનું સ્તર જાડું હોય છે અને એકવાર લગાવ્યા પછી તેની અસર ત્વચા પર લાંબા સમય સુધી રહે છે.પરંતુ સનબ્લોક ત્વચા પર દેખાય છે.
સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સેન્સિટિવ હોય અને સન રેશથી પીડિત હોય તેવા લોકો માટે સનબ્લોક શ્રેષ્ઠ છે.
જો તમે સ્વિમિંગ કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે સનબ્લોકનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક હોઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં સનબ્લોકનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

beauty tips health tips જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ