Cheesy Tomato Bhajiya Recipe In Gujarati : ભજીયા ખાવાની વરસાદની સીઝનમાં ઇચ્છા વધારે થાય છે. મોટાભાગના લોકો મેથીના ગોટા, ડુંગળીના ભજીયા, બટાકા વડા, દાળ વડા વગેરે ભજીયા ખાય છે. જો તમે ભજીયા ખાવાના શોખીન છો અને કંઇક યુનિક ભજીયા ખાવાની ઇચ્છા છે તો તમારે સુરતના પ્રખ્યાત ચીઝ ટામેટા ભજીયા ટ્રાય કરવા જોઇયે. ટામેટા અને ચીઝ ના સ્ટપિંગ સાથે બનતા આ ભજીયા ખાવામાં ટેસ્ટ લાગે છે. અહીં ચીઝ ટામેટા ભજીયા બનાવવાની પરફેક્ટ રેસીપી આપી છે.
Cheesy Tomato Bhajiya Recipe : ચીઝ ટામેટા ભજીયા બનાવવા માટે સામગ્રી
- ચણાનો લોટ – 1 વાટકી
- ચોખાનો લોટ – 1 કપ
- ટામેટા – 1 નંગ
- ચીઝ સ્લાઇઝ – 1 પેકેટ
- લીલા મરચા – 4- 5નંગ
- લીલું કોથમીર – 10 નંગ
- આદુ – 1 નાનો ટુકડો
- લસણ – 4 નંગ
- મોળી તેલ – – 1/2 કપ
- તેલ – તળવા માટે
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- હળદર પાઉડર – 1 ચમચી
- અજમો – 1/2 ચમચી
- ખાવાનો સોડા – 1/2 ચમચી
Cheesy Tomato Bhajiya Recipe : ચીઝ ટામેટા ભજીયા બનાવવાની રીત
ટામેટા ચીઝ ભજીયા બનાવવા માટે સૌથી પહેલા લીલી ચટણી બનાવો. એક મિક્સર જારમાં લીલા મરચા, કોથમીર, આદુ, લસણ, ઝીણી મોળી સેવ, મીઠું, જીરું નાંખી ગ્રીન ચટણી બનાવો. ટામેટા પર લગાડવાની હોવાથી ગ્રીન ચટણી જાડી રાખવી, તેમા પાણી ઉમેરવું નહીં.
હવે ટામેટાની ગોળ પાતળી સ્લાઇઝ કાપી લો. ટામેટાની ગોળ સ્લાઇઝની એક બાજુ ગ્રીન ચટણી લગાવો. પછી તેના પર ચીઝ સ્લાઇઝ મૂકો, હવે તેના પર બીજી ટામેટાની સ્લાઇઝ મૂકો.
ભજીયા માટે ચણાના લોટનું ખીરું બનાવો. તેની માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ નાંખો. તેમા લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, અજમો, ખાવાનો સોડા, 1 ચમચી ગરમ તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી પાણી નાંખી ભજીયા માટે શહેજ જાડું ખીરું બનાવો.
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો. પછીચણાના લોટમાં ટામેટાની સ્લાઇઝ ડુબાડો, બંને બાજુ ચણાનો લોટ બરાબર લાગેલો હોય તેનું ધ્યાન રાખો. ટામેટાની સ્લાઇઝ ગરમ તેલ તળો. બંને બાજુ ભજીયા સહેજ બ્રાઉન થાય ત્યાં તેલમાં તળો.
વરસાદની સીઝનમાં ગરમાગરમ ચીઝ ટામેટા ભજીયા ગ્રીન અને રેડ ચટણી સાથે ખાવાની મજા પડી જશે.