Diet Tips In Gujarati | ઘણા લોકો એવું વિચારે છે કે યોગ્ય ભોજન બાદ ફક્ત મોંમાં મીઠાઈનો ટુકડો નાખવાથી જ પેટ ભરેલું લાગશે. ઘણા લોકોને જમ્યા પછી તરતજ ગળ્યું ખાવાની આદત હોય છે તમને પણ આવી આદત છે કે નહિ? પરંતુ શું તમે જાણો છો કે આ મીઠાઈની આદત ભવિષ્યમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે?
ડૉ. વી.જી. ચેતવણી આપે છે કે, “ભોજન પછી મીઠાઈ ખાવાથી ભવિષ્યમાં ઘણી બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ, સ્થૂળતા,હૃદય રોગ,પીસીઓડી,પીસીઓએસ અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધુ રહે છે.”
જમ્યા પછી મીઠાઈ ખાવાની ઈચ્છા કેમ થાય છે?
- હોર્મોનલ અસંતુલન: ઘણીવાર જે સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન હોય છે તેમને મીઠાઈ ખાવાની ઇચ્છા વધી જાય છે.
- તણાવ: જ્યારે તમે ખૂબ તણાવમાં હોવ છો, ત્યારે હોર્મોનલ અસંતુલન થાય છે અને મીઠાઈઓ માટે તમારી ક્રેવિંગ વધે છે.
- ઊંઘનો અભાવ: પૂરતી ઊંઘ ન લેવી અને આંતરડાની સમસ્યાઓ પણ મીઠાઈની ક્રેવિંગને ઉત્તેજિત કરી શકે છે.
મીઠાઈનો શોખ દૂર કરવા શું કરી શકો?
આ મીઠી આદતથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક સરળ પગલાં અનુસરી શકો છો.
પાણી પીવાનો સાચો સમય કયો? એક્સપર્ટ શું કહે છે?
- વરિયાળી: ભોજન કર્યા બાદ થોડી વરિયાળી ખાઓ અને તેને સારી રીતે ચાવો. આનાથી મીઠાઈની ક્રેવિંગ ઓછી થશે અને પાચનમાં પણ મદદ મળશે.
- સંતુલિત આહાર: જ્યારે તમે ખાઓ છો, ત્યારે પહેલા વધુ પ્રોટીન અને શાકભાજી ખાઓ. અંતે થોડા ભાત ખાવાનું સારું છે.
- ચાલવું: જમ્યા બાદ ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ માટે આરામથી ચાલવું. આ પાચનતંત્રને મદદ કરશે અને મીઠાઈની ક્રેવિંગ ઘટાડશે.
આ સરળ ટિપ્સ દ્વારા તમે આ આદત છોડી શકો છો અને સ્વસ્થ ભવિષ્ય મેળવી શકો છો.