Sweet Potato Barfi Recipe | મોંમાં ઓગળી જાય શક્કરિયા બરફી રેસીપી, મહાશિવરાત્રી પર અચૂક બનાવો

Sweet Potato Barfi Recipe | મહાશિવરાત્રી તહેવાર આવે એ પહેલા શક્કરિયાની સીઝન જાય છે, આ કંદમૂળ ઉપવાસમાં ખાવામાં આવે છે, તેમાંથી અનેક રેસીપી બનાવામાં આવે છે, અહીં મોંમાં ઓગળી જાય તેવી શક્કરિયા બરફી રેસીપી આપી છે.

Written by shivani chauhan
February 22, 2025 12:53 IST
Sweet Potato Barfi Recipe | મોંમાં ઓગળી જાય શક્કરિયા બરફી રેસીપી, મહાશિવરાત્રી પર અચૂક બનાવો
Sweet Potato Barfi Recipe | મોંમાં ઓગળી જાય શક્કરિયા બરફી રેસીપી, મહાશિવરાત્રી પર અચૂક બનાવો

Sweet Potato Barfi Recipe | શક્કરિયા (Sweet potato) તેના અસંખ્ય સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતા છે. શક્કરિયા ઘણીવાર ઉપવાસના દિવસોમાં ખાવામાં આવે છે. તમે શક્કરિયાની સુકીભાજી, શક્કરિયાનો શિરો અને શક્કરિયાની ખીર ઘણી વાર ખાધી હશે. પણ આજે આપણે શક્કરિયાની રેસીપી બનાવવાનો પ્રયાસ કરીશું જે બધાને ગમશે. આજે, ચાલો શીખીએ કે સ્વાદિષ્ટ, ક્રિસ્પી શક્કરિયા બરફી રેસીપી, અહીં જાણો તમને આ રેસીપી ચોક્કસ ગમશે, અને તમે મહાશિવરાત્રી પર ટ્રાય કરી શકો છો.

શક્કરિયા બરફી રેસીપી (Sweet Potato Barfi Recipe)

સામગ્રી

  • 1/2 કિલો શક્કરિયા
  • 3 ચમચી ટેબલસ્પૂન ઘી
  • 100 ગ્રામ દૂધ
  • 2 કપ ખાંડ
  • 100 ગ્રામ મિલ્ક પાઉડર
  • 3-4 ચમચી કોકોનટ પાઉડર
  • 1 ચમચી ઈલાયચી પાવડર
  • 1 ચમચી બદામ, કાજુ, પિસ્તાના ટુકડા

આ પણ વાંચો: મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગોળ અને ચણાની દાળથી બનાવો પુરણ પોળી, લોકો માંગશે અને ખાશે

શક્કરિયા બરફી રેસીપી (Sweet Potato Barfi Recipe)

  • સૌપ્રથમ, એક વાસણમાં શક્કરિયાને ધોઈ લો અને બાફી લો, ગેસ પર કડાઈ મુકો ગેસ ચાલુ કરો, એમાં ઘી ગરમ કરો. સક્કરીયાની છાલ કાઢીને મેશ કરો. અને ઘીમાં શેકી લો. શક્કરિયાને સારી રીતે કુક થવા દો સ્મેલ આવે એટલે દૂધ નાખો.
  • દૂધ ઉમેર્યા બાદ સારી રીતે હલાવો. એકવાર તે હલાવે પછી, ખાંડ ઉમેરો અને મધ્યમ તાપ પર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. છેલ્લે, મિલ્ક પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • જ્યારે મિશ્રણ એક સાથે આવવા લાગે, ત્યારે તેને બીજી બે મિનિટ માટે સારી રીતે શેકો, અને એમાં ઈલાયચી પાઉડર, કોકોનટ પાઉડર, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો. એક પ્લેટમાં ઘી લગાવો, તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરો. તેને સેટ થવામાં લગભગ એક થી બે કલાક લાગે છે. જો તમે તેને ઝડપથી સેટ કરવા માંગતા હો, તો તેને ફ્રીજમાં રાખો અને પછી તેને બરફી શેપમાં કટ કરો. આ શક્કરિયા બરફી ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તમારા મોંમાં ઓગળી જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ