Sweet Potato Gulab Jamun Recipe : શક્કરીયા શિયાળામાં ભરપૂર પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેમ કે, લોકો ઘણીવાર શક્કરીયા શેકીને ખાય છેછે. શું તમે જાણો છો કે શક્કરીયામાં ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ પણ બનાવી શકાય છે, તે પણ માવા અને મેંદા વગર? ચાલો જાણીયે શક્કરિયાના ગુલાબ જાંબુ બનાવવાની રીત
શક્કરીયા માંથી ગુલાબ જાંબુ બનાવવા માટે સામગ્રી
- શક્કરીયા શેકાલા : 2-3 નંગ
- બેકિંગ સોડા : 1 ચપટી
- મીઠું : 1 ચપટી
- તેલ : તળવા માટે
- પિસ્તા : ગાર્નિશ માટે
ગુલાબ જાંબુની ચાસણી બનાવવા માટે સામગ્રી
- ખાંડ કે ગોળ : 1 વાટકી
- પાણી : 1 વાટકી
- કેસરના તાંતણા : 3 – 4 નંગ
- એલચી પાઉડર : 1 નાની ચમચી
શક્કરિયા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત
સૌ પ્રથમ શક્કરીયાના ટુકડા કરી લો. પછી તેને પાણી વગર કૂકરમાં વરાળથી બાફો. આ સમયે કૂકરની સીટ કાઢવાનું ભૂલશો નહીં. બફાઇ ગયા બાદ શક્કરીયાને ઠંડા થવા દો. વધારાનું ભેજ શોષાય જાય તેની માટે શક્કરીયાને પેપર નેપકિન પર મૂકો. હવે શક્કરીયાની છાલ ઉતારી તેને સારી રીતે મેશ કરો.
આ દરમિયાન એક તપેલીમાં ખાંડ કે ગોળમાં પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવો. ચાસણી વધુ પડતી પાતળી કે ઘટ્ટ ન હોય તેનું ધ્યાન રાખો. ચાસણીમાં કેસરના તાંતણા અને એલચી પાઉડર ઉમેરો. તેનાથી સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે.
હવે તેમા બેકિંગ સોડા, મીઠું અને શિંગોડાનો લોટ ઉમેરો. બધી સામગ્રી મિક્સ કરો અને નરમ કણક બાંધો. હવે તેમાંથી નાના બોલ બહાર કાઢો. જો તે પાણી છોડી દે છે, તો તમે થોડો વધુ શિંગોડાનો લોટ ઉમેરી શકાય છે. હવે એક કઢાઇમાં તળવા માટે તેલ ગરમ કરો. મધ્યમ તાપેસ નાના ગુલાબ જાંબુ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
આ પણ વાંચો : મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાન રીત
ગરમ ગુલાબ જાંબુને ચાસણીમાં 10 થી 15 મિનિટ સુધી ડુબાડો રાખો. ગુલાબ જાંબુ ચાસણી શોષી લે પછી તેને એક બાઉલમાં કાઢો. ગુલાબ જાબું પર પિસ્તા વડે ગાર્નિશ સર્વ કરો.





