/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/30-મિનિટથી-વધુ-સમય-મોબાઈલ-પર-વાત-કરવાથી-હાયપરટેન્શનનું-જોખમ-વધે-.jpg)
30 મિનિટથી વધુ સમય મોબાઈલ પર વાત કરવાથી હાયપરટેન્શનનું જોખમ વધે
શું તમે જાણો છો કે, ફોન પર લાંબા સમય સુધી વાત કરવાથી હાઈપરટેન્શનનું જોખમ વધે છે? હા તમે બરોબર વાંચ્યું છે, એક સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે દર અઠવાડિયે 30 મિનિટ કે તેથી વધુ સમય સુધી મોબાઈલ ફોન પર વાત કરવાથી હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શન થવાનું જોખમ 12 ટકા વધી જાય છે.
અભ્યાસમાં જણાવાયું છે કે, ''વૈશ્વિક વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશમાં 10 વર્ષ અને તેથી વધુ વય લોકો પાસે મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન રેડિયો ફ્રીક્વન્સી એનર્જીના લો લેવલનું ઉત્સર્જન કરે છે, જે શોર્ટ ટર્મના એક્સપોઝર પછી બ્લડ પ્રેશરમાં વધારો સાથે સંકળાયેલ છે.''
વૈશ્વિક સ્તરે, હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને સ્ટ્રોક માટેનું મુખ્ય જોખમ પરિબળ છે અને અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે.
આ પણ વાંચો: Shravan Fasting : શ્રાવણના ઉપવાસ દરમિયાન આ હેલ્ધી ડ્રિંક્સ હાઈડ્રેટેડ રહેવામાં થશે મદદગાર
ચીનના ગુઆંગઝૂની સધર્ન મેડિકલ યુનિવર્સિટીના અભ્યાસ લેખક ઝિયાનહુઈ કિને જણાવ્યું હતું કે, ''લોકો મોબાઈલ પર વાત કરવામાં કેટલી મિનિટો વિતાવે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે, જેમાં વધુ મિનિટનો અર્થ થાય છે વધુ જોખમ.''
કિને કહ્યું કે, "હેન્ડ્સ-ફ્રી સેટ-અપના વર્ષોના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના પર કોઈ અસર થતી નથી. તારણોની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.''
આ અભ્યાસ યુરોપિયન હાર્ટ જર્નલ - ડિજિટલ હેલ્થમાં પ્રકાશિત થઇ છે, યુકે બાયોબેંકના ડેટાનો ઉપયોગ કરીને ફોન કૉલ્સ અને નવા-પ્રારંભ થયેલા હાયપરટેન્શન વચ્ચેના સંબંધની તપાસ કરવા માટે, આ અભ્યાસમાં 37 થી 73 વર્ષની વયના કુલ 212,046 પુખ્ત વયના લોકો હાયપરટેન્શન વગર જોડાયેલા હતા.
કૉલ્સ કરવા અને પ્રાપ્ત કરવા માટે મોબાઇલ ફોનના ઉપયોગ અંગેની માહિતી બેઝલાઇન પર સેલ્ફ-રિપોર્ટેડ ટચસ્ક્રીન પ્રશ્નાવલી દ્વારા એકત્રિત કરવામાં આવી હતી, જેમાં ઉપયોગના વર્ષો, અઠવાડિયાના કલાકો અને હેન્ડ્સ-ફ્રી ડિવાઇસ/સ્પીકરફોનનો ઉપયોગ સામેલ છે.
વિજ્ઞાનીઓના મતે, જે લોકો દર અઠવાડિયે 30 મિનિટ કે તેથી વધુ સમય સુધી તેમના મોબાઈલ પર વાત કરે છે તેઓમાં ફોન કૉલ પર 30 મિનિટથી ઓછો સમય વિતાવનારા પાર્ટીસીપેન્ટ કરતાં નવા-નવા હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના 12 ટકા વધારે છે. પરિણામો સ્ત્રીઓ અને પુરુષો માટે સમાન હતા.
આ પણ વાંચો: Sweet Potatoes : શક્કરીયા સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો અહીં સેવન કરવાના ફાયદા-ગેર ફાયદા વિષે
30-59 મિનિટ, 1-3 કલાક, 4-6 કલાક અને 6 કલાકથી વધુ સમયનો સાપ્તાહિક ઉપયોગ અનુક્રમે 8 ટકા, 13 ટકા, 16 ટકા અને 25 ટકા હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. હેન્ડ્સ-ફ્રી ડિવાઇસ/સ્પીકરફોનનો ઉપયોગના વર્ષો હાયપરટેન્શનના વિકાસ સાથે નોંધપાત્ર રીતે સંબંધિત નથી.
આનુવંશિક જોખમ વિશ્લેષણ દર્શાવે છે કે હાઈ જિનેટિક જોખમ ધરાવતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના 33 ટકા વધારે છે અને ઓછા આનુવંશિક જોખમ ધરાવતા લોકોની સરખામણીમાં ફોન પર વાત કરવામાં ઓછામાં ઓછી 30 મિનિટ વિતાવે છે અને 30 મિનિટથી ઓછા સમય સુધી ફોન પર વાત કરે છે.
કિને કહ્યું કે,"પરિણામોની નકલ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે, પરંતુ ત્યાં સુધી હાર્ટ હેલ્થને જાળવવા માટે મોબાઇલ ફોન કૉલ્સ પર ઓછી વાત કરવીએ સમજદારીભર્યું લાગે છે.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us