Pimple Home Remedies In Gujarati | બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) આ દિવસોમાં એક ખાસ કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, એકટ્રેસ જણાવ્યું છે કે તે તેના પિમ્પલ્સને મટાડવા માટે વાસી થુંક લગાવે છે. તમન્ના કહે છે કે આ ઉપાય વિચિત્ર લાગે છે પરંતુ તે તેને દરેક વખતે ફાયદો કરે છે. પરંતુ શું આ ઉપાય ખરેખર કામ કરે છે?
તમન્ના ભાટિયાનો નુસખો ઘણીવાર દાદીમા કરવાની સલાહ આપતા સાંભળ્યા હશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તે ખરેખર ફાયદાકારક છે? શું વાસી થુંક લગાવવાથી ખરેખર ખીલ મટી શકે છે, અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?
એક્સપર્ટ શું કહે છે?
નોઇડાની કૈલાશ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ અનામિકા શર્માએ જણાવ્યું હતું કે, ‘સવારની લાળમાં રાતોરાત એકઠા થયેલા ઉત્સેચકો અને બેક્ટેરિયા હોય છે. તેમાં લાઇસોઝાઇમ નામનું ઉત્સેચક હોય છે, જેને હળવું એન્ટિ-બેક્ટેરિયલ માનવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો માને છે કે તે પિમ્પલ બેક્ટેરિયાને મારી શકે છે. જો કે દરેક વ્યક્તિની લાળમાં બેક્ટેરિયાનું અલગ મિશ્રણ હોય છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આ બેક્ટેરિયા ચેપ, લાલાશ અથવા ફોલ્લીઓ વધારી શકે છે. બીજી બાજુ, જો ખીલ પહેલાથી જ સોજો અથવા પીડાદાયક હોય તો લાળ લગાવવાથી સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે.’
એક્સપર્ટ કહે છે કે ખીલ હંમેશા બેક્ટેરિયાથી થતા નથી. આ ઉપરાંત હોર્મોનલ ફેરફારો, ઓઈલી સ્કિન અથવા ખરાબ ડાયટ પણ ચહેરા પર ખીલની સમસ્યામાં વધારો કરે છે. આ ટિપ્સમાં થૂંક લગાવવાનો કોઈ ફાયદો નથી.
સ્નાન કરતા પહેલા વાળમાં આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ થશે લાંબા, ચમકદાર અને રેશમ જેવા !
ખીલનો ઘરેલું ઉપચાર
- સ્કિન એક્સપર્ટ દિવસમાં બે વાર હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવાની ભલામણ કરે છે.
 - આ ઉપરાંત સેલિસિલિક એસિડ અને બેન્ઝોયલ પેરોક્સાઇડ ધરાવતી પ્રોડક્ટસનો પ્રયાસ કરો.
 - ખીલને ટચ કરશો નહીં કે ફોડશો નહીં. તેનાથી સ્કિન પર ડાઘ પડી જાય છે.
 - આ બધા સિવાય જો સમસ્યા ચાલુ રહે તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.
 - ડર્મેટોલોજિસ્ટ કહે છે કે તમન્નાના બ્યુટી હેક કેટલાક લોકોને મદદ કરી શકે છે, પરંતુ તે ખીલ માટે વિશ્વસનીય ઉપચાર નથી, સ્કિન પર આવા અજાણ્યા ઉપાયો અજમાવવા જોખમી હોઈ શકે છે. સલામત વૈજ્ઞાનિક અને સ્કિન ફ્રેન્ડલી ટિપ્સ અપનાવવી વધુ સારી છે.
 





