Tameta no olo Recipe | શિયાળો શરૂ થઇ ગયો છે, આ ઋતુમાં રીંગણનો ઓળો ખાવાની મજા પડે છે ! પરંતુ તે ભરતું બનતા થોડો ટાઈમ લાગે છે, પણ તમે સાદો અને ટેસ્ટી માત્ર 5-10 મિનિટમાં બની શકે એવો ટામેટાનો ઓળો બનાવી શકો છો જે ખુબજ ટેસ્ટી બને છે તમે બીજા શાક ભૂલી જશો, આ યુનિક રેસીપી બધાને ભાવશે.
રીંગણ નો ઓળો બનતા વાર લાગે પણ આ ટામેટાનો ઓળો તો ઝટપટ બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ટામેટાનો ઓળો રેસીપી
ટામેટાનો ઓળો રેસીપી
ટામેટાનો ઓળો રેસીપી સામગ્રી
- 2 ચમચી તેલ
- 5-6 લસણની કળી
- 3-4 સૂકા લાલ મરચાં
- 6 મધ્યમ કદના ટામેટાં
- 1 પાતળી સમારેલી ડુંગળી
- 2 ચમચી શેકેલા અને અધકચરા વાટેલા સીંગદાણા
ટામેટાનો ઓળો બનાવાની રીત
- એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો.ધીમાથી મધ્યમ તાપે 5-6 લસણની કળી અને 3-4 સૂકા લાલ મરચાંને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
- લસણ સોનેરી થાય અને મરચાં બરાબર તળાઈ જાય એટલે તેને કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો.
- એ જ કડાઈમાં 1 પાતળી સમારેલી ડુંગળી ધીમાથી મધ્યમ તાપે સાંતળી લો.
- પછી, 6 મધ્યમ કદના ટામેટાં, અડધા કાપીને ઉમેરો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. ઢાંકીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો! તેની છાલ કાઢી લો અને મિશ્રણને થોડું ઠંડું થવા દો.
- હવે,હાથથી બધું ભેગું મસળી લો, હવે તમે શેકેલા અને અધકચરા વાટેલા સીંગદાણા ઉમેરો (આ વૈકલ્પિક છે).
- છેલ્લે, એક મુઠ્ઠીભર તાજી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો અને સર્વ કરો.





