Bread Potato Cutlet Recipe For Breakfast Food : બ્રેડ પોટેટો કટલેટ રેસિપિઃ ઘણી વખત સાંજના સમયે કંઈક ચટપટી મસાલેદાર ખાવાની ઇચ્છા હોય છે. આવી સ્થિતિમાં, બજારમાંથી બિનઆરોગ્યપ્રદ ચીજ ખાવાના બદલે તમે ઘરે બ્રેડ અને બટાકા માંથી ખૂબ જ સ્વાદિષ્ટ ક્રિસ્પી કટલેટ્સ બનાવી શકો છો. ક્રિસ્પી બ્રેડ બટેટાના કટલેટ્સ બનાવવી સરળ છે, તે ચટણી, કેચઅપ કે ચા સાથે ખાવામાં પણ અત્યંત ટેસ્ટી હોય છે. આ વાનગી બાળકોના લંચબોક્સમાં પણ આપી શકાય છે.
ક્રિસ્પી બ્રેડ બટાકા કટલેટ બનાવવા માટે સામગ્રી
4 નંગ – બ્રેડની સ્લાઇસ2 નંગ – બાફેલા બટાકા1 નંગ – ડુંગળી ઝીણી સમારેલી2 નંગ – લીલા મરચાં ઝીણા સમારેલા1/2 ચમચી – લાલ મરચાં પાવડર1/2 ચમચી – લીલું કોથમીર1/4 ચમચી – ગરમ મસાલો2 ચમચી – ઝીણી સમારેલી કોથમીર2 ચમચી – બ્રેડ ક્રમ્બ્સમીઠું સ્વાદ અનુસારતેલ (તળવા માટે)
Bread Potato Cutlet Recipe : બ્રેડ બટાકા કટલેટ બનાવવાની રીત
બ્રેડ બટેકાની કટલેટ બનાવવા માટે સૌથી પહેલા કેટલીક વસ્તુઓ તૈયાર કરવી પડે છે. આ માટે બ્રેડની સ્લાઇસને હલકા હાથે ભીની કરી લો. તેમાંથી વધારાનું પાણી કાઢીને તેના નાના-નાના ટુકડા કરી બાજુ પર રાખો. આ પછી, તમારે મિશ્રણ તૈયાર કરવું પડશે. આ માટે વાસણમાં છૂંદેલા બટાકા ઉમેરો. તેમાં બ્રેડ ક્રમ્બ્સ, ડુંગળી, લીલા મરચાં ઉમેરો. ત્યાર પછી લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, લીલું કોથમીર અને મીઠું ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
આ પછી, તૈયાર કરેલા મિશ્રણ માંથી કટલેટ બનાવો. તમે ઇચ્છો તો નાના નાના ગોળ બોલ જેવી કેટલેટ પણ બનાવી શકાય છે. બધા કટલેટને બ્રેડ ક્રમ્બ્સમાં સારી રીતે કોટ કરો. આ પછી, પેનમાં બે વાટકી તેલ ઉમેરો. તેને મધ્યમ આંચ પર ગરમ કરો. જ્યારે તેલ ગરમ થાય, ત્યારે ગેસની આંચ ઓછી કરો અને કટલેટ બંને બાજુથી સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી તળી લો.
આ પછી, કટલેસ ટિશ્યુ પેપર પર મૂકો, જેથી વધારાનું તેલ શોષાઇ જાય. તમારી ટેસ્ટી બ્રેડ બટાકા કટલેટ તૈયાર છે. આ કટલેસ ટોમેટો સોશ, લીલી ચટણી સાથે પીરસી શકો છો.





