Pani Puri Recipe : ઉપવાસમાં ચટપટી વાનગી ખાવી છે, ઘરે બનાવો ફરાળી પાણીપુરી રેસીપી

Farali Pani Puri Recipe In Gujarati : વ્રત ઉપવાસમાં ઘણા લોકોને ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય છે. અહીં પરફેક્ટ માપ સાથે ફરાળી પાણીપુરી બનાવવાની રેસીપી આપી છે. આ વખતે શ્રાવણ માસ દરમિયાન વ્રત ઉપવાસમાં ખાવા માટે ફરાળી પાણીપુરી રેસીપી ટ્રાય કરો.

Farali Pani Puri Recipe In Gujarati : વ્રત ઉપવાસમાં ઘણા લોકોને ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય છે. અહીં પરફેક્ટ માપ સાથે ફરાળી પાણીપુરી બનાવવાની રેસીપી આપી છે. આ વખતે શ્રાવણ માસ દરમિયાન વ્રત ઉપવાસમાં ખાવા માટે ફરાળી પાણીપુરી રેસીપી ટ્રાય કરો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
farali pani puri recipe | Falahari pani puri recipe | Upwas ki PaniPuri recipe | Farali recipe in gujarati

Farali Pani Puri Recipe In Gujarati : ઘરે ફરાળી પાણીપુરી બનાવવાની રીત. (Photo: Social Media)

Farali Pani Puri Recipe In Gujarati : પાણીપુરી નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઘણા લોકો વ્રત ઉપવાસ કરે છે. ઘણી વખત વ્રત ઉપવાસમાં પણ ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય છે. જો બજારમાં ફરાળી પાણીપુરી મળવી મુશ્કેલ હોય છે. જો તમે વ્રત ઉપવાસ કર્યો છે અને પાણીપુરી ખાવાની ઇચ્છા છે તો અહીં ફરાળી પાણીપુરી બનાવવાની રેસીપી આપી છે. ફરાળી પાણીપુરી પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ વખતે શ્રાવણ માસ દરમિયાન વ્રત ઉપવાસમાં ખાવા માટે ફરાળી પાણીપુરી રેસીપી ટ્રાય કરો.

Advertisment

ફરાળી પાણીપુરી બનાવવા માટે સામગ્રી

  • મોરૈયો - 200 ગ્રામ
  • રાજગરાનો લોટ - 2 થી 3 ચમચી
  • બટાકા - 4 - 5 નંગ
  • ફુદીનાના પાન - 1 કપ
  • લીલા ધાણા - 1 કપ
  • લીલા મરચા - 4 નંગ
  • મરી પાઉડર - 1/2 ચમચી
  • ચાટ મસાલો - 1/2 ચમચી
  • લાલ મરચું પાઉડર - 1/2 ચમચી
  • લીંબુનો રસ - 2 ચમચી
  • જીરું પાઉડર શેકેલું - 1/2 ચમચી
  • ફરાળી મીઠું - 1 ચમચી
  • તેલ - પકોડી તળવા માટે
  • પાણી - જરૂરીયાત મુજબ

Farali Pani Puri Recipe At Home : ફરાળી પાણીપુરી બનાવવાની રેસીપી

ફરાળી પકોડી માટે લોટ બનાવો

ફરાળી પાણીપુરી માટે પકોડી પણ ફરાળી લોટ માંથી જ બને છે. ફરાળી પકોડી માટે સૌથી પહેલા 200 ગ્રામ મોરૈય 1 થી 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મિક્સ જારમાં પલાળેલો મોરૈયો નાંખી પેસ્ટ બનાવો. હવે ગેસ ચાલુ એક નોનસ્ટીક કઢાઇ મૂકો. તેમા મોરૈયાનું ખીરું ઉમેરી સતત હલાવતા રહો, જ્યાં સુધી મોરૈયાના ખીરાનું પાણી શોષાઇ જાય. પાણી શોષાઇ ગયા બાદ મોરૈયો નરમ લોટ જેવો થઇ જશે. તેને કઢાઇ માંથી કાઢી થોડોક ઠંડો થવા દો

ફરાળી પકોડી માટે લોટ બાંધો

બાફેલા મોરૌયાનો લોટ ઠંડો થયા બાદ તેમા 2 થી 3 ચમચી રાજગરાનો લોટ, 1 ચમચી તેલ અને 1 ચમચી ફરાળી મીઠું ઉમેરો, બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી નરમ લોટ બાંધો. આ લોટ 5 થી 10 મિનિટ રાખી મૂકો. ફરાળી પકોડીનો લોટ બાંધવા પાણીનો ઉપયોગ કરવાનો નથી.

Advertisment

પકોડી તેલમાં તળો

હવે લોટ માંથી એક મોટો લુઓ બનાવો. પછી પાટલી પર પ્લાસ્ટિક મુકી રોટલી વણી લો. પ્લાસ્ટિક પર તેલ લગાડવાથી રોટલી ચોંટશે નહીં. પછી પકોડીની સાઇઝની ગોળ ધારદાર વાટકી કે કટક વડે રોટલી કટ કરી લો. હવે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે પકોડી તળી લો. પકોડી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ફરાળી પાણીપુરી માટે રગડો બનાવો

ફરાલી પાણીપુરીનો રગડો બનાવવા માટે સૌથી પહેલા એક કુકરમાં 4 થી 5 બટાકા બાફી લો. બટાકા બફાઇ ગયા બાદ છાલ કાઢી એક બાઉલમાં મેશ કરી લો. પછી તેમા લીલા મરચાની પેસ્ટ, શેકલું જીરું પાઉડર, ફરાળી મીઠું અને પકોડીનો મસાલો ઉમેરી રગડો બનાવો. ફરાળી પકોડીના રગડામાં બાફી સીંગ અને દાડમના દાણ પણ ઉમેરી શકાય છે.

પકોડી માટે પાણી બનાવો

ફરાળી પકોડી માટે પાણી બનાવવા માટે લીલા ધાણા અને ફુદીનાના પાન તોડી 3 થી 4 વખત પાણીમાં ધોઇ લો. હવે એક મિક્સ જારમાં લીલા ધાણા, ફુદીનો, 3 થી 4 નંગ લીલા મરચા, જીરું પાઉડર, ચાટ મસાલો, મરી પાઉડર, ફરાળી મીઠું, લીંબુનો રસ અને 2 થી 3 નંગ બફરના ટુકડા ઉમેરી પેસ્ટ બનાવો. પેસ્ટને પાતળી કરવા માટે ઠંડુ પાણી ઉમેરો, તેનાથી પકોડીનું પાણી ટેસ્ટી લાગે છે. હવે એક મોટા બાઉલમાં આ પેસ્ટ રેડી, પછી તેમા ઠંડુ પાણી ઉમેરો. તમે ઇચ્છો તો પેસ્ટને ચારણી વડે ગાળી શકો છો.

આ પણ વાંચો |રાંધણ છઠ્ઠ પર થેપલા બનાવવાની પરફેક્ટ રેસીપી, 5 દિવસ સુધી ફ્રેશ રહેશે

હવે ફરાળી પકોડીમાં બટાકાનો રગડો અને પાણી ભરી ખાવાની મજા માણો. આ વખતે સાતમ આઠમ તહેવારમાં ખાવા માટે રાંધણ છઠ્ઠ પર ફરાળી પાણીપુરી રેસીપી જરૂરથી ટ્રાય કરો.

ભોજન રેસીપી જીવનશૈલી