Snacks Recipes: ચોખાની ક્રિસ્પી ચિપ્સ રેસીપી, એક વખત બનાવો આખું અઠવાડિયું ખાઓ

Rice Flour Chips Recipe In Gujarati : નાસ્તામાં ચટપટી વાનગી ખાવી લોકોને ગમે છે. અહીં એક ગુજરાતી નાસ્તાની રેસીપી ચોખાના લોટની ક્રિસ્પી ચિપ્સ આપી છે. ઓછી સામગ્રીમાં ફટાફટ તૈયાર થઇ જતો આ નાસ્તો એક વાર બનાવી તમે અઠવાડિયા સુધી ખાઇ શકાય છે.

Rice Flour Chips Recipe In Gujarati : નાસ્તામાં ચટપટી વાનગી ખાવી લોકોને ગમે છે. અહીં એક ગુજરાતી નાસ્તાની રેસીપી ચોખાના લોટની ક્રિસ્પી ચિપ્સ આપી છે. ઓછી સામગ્રીમાં ફટાફટ તૈયાર થઇ જતો આ નાસ્તો એક વાર બનાવી તમે અઠવાડિયા સુધી ખાઇ શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
rice flour chips recipe | rice flour puri recipe | Snacks Recipes | gujarati Snacks Recipes

Rice Flour Chips Recipe : ચોખાના લોટ માંથી ચિપ્સ બનાવવાન રીત. (Photo : Freepik)

Tasty Gujarati Snacks Recipes In Gujarati : નાસ્તામાં લોકોને ચટપટી વાનગી ખાવી ગમે છે. આજકાલ મોટાભાગના લોકો બજાર માંથ તૈયાર નાસ્તાના પેકેટ ખરીદે છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય સમસ્યા ઉભ કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે ઘરે જ શુદ્ધ નાસ્તો બનાવવો જોઇએ. અહીં ચોખાના લોટ માંથી ક્રિસ્પી ચિપ્સ બનાવવાની એક સરળ રેસીપી આપી છે. ઓછા સમયમાં બની જતી નાસ્તાની વાનગી એક વખત બનાવ્યા બાદ ડબ્બામાં ભરી રાખવાથી 8 થી 10 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Advertisment

ચોખાની લોટ માંથી પુરી જેવી ચિપ્સ ક્રિસ્પી અને ક્રન્ચી હોય છે. ગુજરાતી શેફ દ્વારા ચોખાના લોટ માંથી ક્રિસ્પી ચિપ્સ બનાવવાની રેસીપી શેર કરવામાં આવી છે.

ચોખાના લોટની ક્રિસ્પી ચિપ્સ બનાવવા માટે સામગ્રી

  • ચોખાનો લોટ - 2 વાટકી
  • ગરમ પાણી - 2 વાટકી
  • ઘી - 1 ચમચી
  • લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
  • જીરું - 1 ચમચી
  • સફેદ તલ - 1 ચમચી
  • કાળા તલ - 1 ચમચી
  • રેડ ચીલી ફ્રેક્સ - 1 ચમચી
  • લાલ મરચું પાઉડર - 1 ચમચી
  • બેકિંગ સોડા - અડધી ચમચી

ચોખાના લોટની ક્રિસ્પી ચિપ્સ બનાવવાની રીત

ચોખાના લોટ માંથી ક્રિસ્પી ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ એક તપેલીમાં 2 વાટકી પાણી ગરમ કરો. પાણી માંથી સહેજ વરાળ આવવા લાગે ત્યારે તેમા 1 ચમચી ઘી, અડધી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખો. ત્યાર બાદ તેમા ચોખાનો લોટ નાંખી બરાબર હલાવો. ચોખાના લોટના ગાંગડા ન રહી જાય તેનું ધ્યાન રાખો. હવે ગેસ બંધ કરી તપેલીને 5 મિનિટ ઢાંકીને મૂકો દો.

Advertisment

હવે એક બાઉલમાં ચોખાનો બાફેલો લોટ નાંખો, પછી તેમા 1 ચમચી જીરું, 1-1 ચમચી સફેદ અને કાળા તલ, 1 ચમચી રેડ ચીલી ફ્રેક્સ, 1 ચમચી લાલ મરચું પાઉડર ઉમેર. હવે બધી સામગ્રી બરાબર મિક્સ કરી પુરીના લોટ જેવો નરમ લોટ બાંધો. ત્યારબાદ આ લોટને 5 મિનિટ ઢાંકીને મૂકી રાખો.

હવે હાથમાં તેલ લગાવી નાના લુઆ બનાવી તેને પુરી જેમ પાતળા વણી લો. જેમ ચોખાના લોટના પાપડ બને છે તેવી જ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પુરી બનાવો. પાપડ બનાવવાની મશીન વડે પણ ચોખાના લોટની પુરી બનાવી શકાય છે. આ પુરીને 10 થી 15 મિનિટ સુધી સુકાવો દો.

આ પણ વાંચો | માત્ર 10 મિનિટમાં મમરાનો નવો ટેસ્ટી નાસ્તો, જોતાં જ મોમાં પાણી આવી જશે

ગેસ ચાલુ એક કઢાઇમાં તેલ ગરમ કરો, પછી ચોખાના લોટની પુરી મીડિયમ તાપે તળો. પુરી બંને બાજુથી બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. આ રીતે ઘરે બનાવેલી ચોખાના લોટની ક્રિસ્પી ચિપ્સ બાળકોના લંચબોક્સમાં કે ચા સાથે નાસ્તામાં ખાવાની મજા પડશે.

ભોજન રેસીપી જીવનશૈલી