ઘરે તવા પર આસાનીથી બનાવો ટેસ્ટી કુલચા, નોંધી લો રેસીપી

Tawa Kulcha Recipe : કુલચા સામાન્ય રીતે તંદૂરમાં બનાવવામાં આવે છે પરંતુ જો તમારી પાસે તંદૂર ન હોય તો તમે તેને તવા પર પણ સરળતાથી બનાવી શકો છો. આ માટે માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસીપી શેર કરી છે

Tawa Kulcha Recipe : કુલચા સામાન્ય રીતે તંદૂરમાં બનાવવામાં આવે છે પરંતુ જો તમારી પાસે તંદૂર ન હોય તો તમે તેને તવા પર પણ સરળતાથી બનાવી શકો છો. આ માટે માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસીપી શેર કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Kulcha Recipe, Kulcha

Tawa Kulcha Recipe : છોલે-કુલચાને મોટાભાગના ભારતીય લોકો પસંદ કરે છે (તસવીર - ફ્રીપિક)

Tawa Kulcha Recipe : છોલે-કુલચાને મોટાભાગના ભારતીય લોકો પસંદ કરે છે. જોકે તેને બહાર કેવી રીતે બનાવવામાં આવે છે અથવા તેમને બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કેમ તે કહેવું થોડું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે ઘરે નરમ અને સ્વાદિષ્ટ કુલચા ખાઈ શકો છો.

Advertisment

કુલચા સામાન્ય રીતે તંદૂરમાં બનાવવામાં આવે છે પરંતુ જો તમારી પાસે તંદૂર ન હોય તો તમે તેને તવા પર પણ સરળતાથી બનાવી શકો છો. આ માટે માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસીપી શેર કરી છે. ચાલો જાણીએ તવા પર કુલચા બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે, સાથે જ તેને બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત પણ જાણીએ.

આ વસ્તુઓની જરૂર પડશે

  • 2 કપ લોટ
  • 2 મોટી ચમચી તેલ
  • 1 ચમચી બેકિંગ પાવડર
  • 4 મોટી ચમચી દહીં
  • જરૂરિયાત મુજબ પાણી
  • 1/2 કપ બાફેલા છૂંદેલા બટાકા
  • 200 ગ્રામ પનીર
  • 2 મોટી ચમચી સમારેલી કોથમીર
  • 2 મોટી ચમચી ખમણેલું આદુ
  • 2 નાની ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
  • 1 ચમચી શેકેલું જીરું
  • 1 ચમચી ક્રશ કરેલા કોથમીરના બીજ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી લાલ મરચાંનો પાવડર
  • ઘી

આ પણ વાંચો - ટેસ્ટી ખાવાની ઇચ્છા થાય છે તો ટ્રાય કરો Garlic Fried Rice, ઝટપટ આવી રીતે કરો તૈયાર

Advertisment

કેવી રીતે બનાવશો કુલચા?

  • આ માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં લોટ લો અને તેમાં મીઠું, દહીં, બેકિંગ પાવડર અને થોડું થોડું થોડું પાણી ઉમેરીને નરમ લોટ તૈયાર કરો.
  • હવે આ લોટમાં 2 મોટી ચમચી તેલ નાખીને સારી રીતે મસળી લો.
  • લોટને એક કલાક ઢાંકીને રાખો ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લો.
  • આ માટે બાફેલા બટાકામાં પનીરને એક બાઉલમાં છીણી લો.
  • હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીરના પાન, 2 મોટી ચમચી ખમણેલું આદુ,2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી પીસેલું ધાણાજીરું, મીઠું અને 1 ચમચી લાલ મરચાં પાવડર મેળવી હાથની મદદથી બરાબર મિક્સ કરી લો.
  • હવે ઢાંકી રાખેલા લોટ વડે નાની-નાની લોઇ તૈયાર કરો.
  • દરેક લોટની લોઇમાં સ્ટફિંગ ભરો અને સીલ કરી દો.
  • હવે વેલણની મદદથી લોઇને વણી લો.
  • બ્રશની મદદથી કુલચાની ઉપર થોડું પાણી લગાવીને કલૌંજી અને સમારેલી કોથમીર છાંટી લો.
  • હવે એક તવાને ગરમ કરી તેની પર 1/4 કપ પાણી રેડી લો.
  • પાણી નાખતા જ તવા ઉપર કુલચો મુકો અને તવાને ઢાંકી દો.
  • કુલચાને ત્યાં સુધી રાંધવા દો જ્યાં સુધી પાણી સુકાઈ ન જાય અને નીચેનો ભાગ સોનેરી ન થઈ જાય.
  • આ પછી કુલચાની ઉપર ઘી લગાવી, તેને પલટાવીને બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
  • આમ કર્યા બાદ તમારો સ્વાદીષ્ટ કુલચો તૈયાર થઇ જશે. તમે તેને ગરમ-ગરમ ખાઈ શકો છો.
રેસીપી જીવનશૈલી