Unique ideas for teachers Day : ભારતમાં શિક્ષકોને ઘણા માન-સન્માનથી જોવામાં આવે છે. આપણે દરરોજ તેમનું સન્માન અને આદર કરવો જોઈએ. પરંતુ વર્ષમાં શિક્ષકોને સમર્પિત એક ખાસ દિવસ હોય છે, જેને શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસ ભારતના બીજા રાષ્ટ્રપતિ, મહાન શિક્ષક અને તત્વચિંતક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌ પ્રથમ 5 સપ્ટેમ્બર, 1962ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જો તમે પણ આ દિવસે તમારા ટીચર્સને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો તો અહીં અમે તમારા માટે 7 શાનદાર રીતો લઇને આવ્યા છીએ. આ માત્ર તમારા શિક્ષકોના હૃદયને જ સ્પર્શશે નહીં, પરંતુ આ દિવસને ખૂબ જ યાદગાર પણ બનાવશે.
એક કાર્ડ બનાવો અને શિક્ષક દિવસ પર ભેટ આપો
શિક્ષકો પ્રત્યે આદર, પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરવાની આ ખૂબ જ જૂની રીત છે. પરંતુ આજે પણ જ્યારે વિદ્યાર્થીઓ કાર્ડ બનાવે છે અને તેમના વિશે લખે છે ત્યારે શિક્ષકોને તે ગમે છે.
શિક્ષકોનો એવોર્ડ સમારંભ
તમારા શિક્ષકો માટે એક એવોર્ડ સમારંભનું આયોજન કરો. આ સમય દરમિયાન તેમનું સન્માન કરવાની સાથે-સાથે તેમના માટે સ્પીચ પણ તૈયાર કરો અને બોલો.
ધન્યવાદ વીડિયો બનાવો
તમે શિક્ષકો માટે વીડિયો કોલાજ બનાવી શકો છો. તેમને તમે જે ક્ષણો માટે આભારી છો તેની યાદ અપાવી શકો છો. તમે શાળા અથવા કોલેજની સુંદર યાદો યબનાવવા માટે આ કરી શકો છો.
આ પણ વાંચો – કેળામાંથી ક્રન્ચી વેફર કેવી રીતે બનાવવી? આ રીતે મળશે સાઉથ ઇન્ડિયન ફ્લેવર
વર્ગને શણગારો
સજાવટ બધા લોકોને પસંદ હોય છે. તમારા મિત્રો સાથે મળીને તમારા શિક્ષક/શિક્ષકો માટે વર્ગખંડને સજાવો. આવામાં તમે ટીચર્સ સાથે શેર કરેલી યાદોને બતાવવા માટે દીવાલ પર ફોટો કોલાજ લગાવી શકો છો.
ડાન્સ પર્ફોમન્સ આપો
ડાન્સ હંમેશા વાતાવરણને ખુશનુમા બનાવે છે. તેથી તમારા શિક્ષકો માટે ડાન્સ પર્ફોમન્સ તૈયાર કરો. તમે તમારા શિક્ષકો દ્વારા વર્ગખંડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દસમૂહો ઉમેરીને પ્રદર્શનને વધુ મજેદાર અને મનોરંજક બનાવી શકો છો.
સર્જનાત્મકતાથી ભરપૂર ભેટ
દરેક વર્ગમાં એક કલાકાર હોય છે. કોઈ મિત્રની મદદ લો અને તેને પોતાના શિક્ષકોના અદભૂત અને સર્જનાત્મક કેરિકેચર્સ બનાવવા માટે કહો. તમે તેમનો કોલાજ બનાવી શકો છો અથવા તેમને અલગથી ભેટ આપી શકો છો.