Teachers Day 2025 : શિક્ષક દિવસ ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. શિક્ષકોના સન્માન માટે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે તેમના અમૂલ્ય યોગદાનને માન-સન્માન આપવામાં આવે છે. શિક્ષકને ભગવાનથી ઉપરનો દરજ્જો આપવામાં આવે છે. કારણ કે તેમના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે. આ ખાસ દિવસે, તમે બાળકોને ભારતના આવા 5 મહાન શિક્ષકો વિશે જરૂરથી જણાવો, જેમના જ્ઞાનની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે સમાજમાં આદર્શો સ્થાપિત કર્યા.
શિક્ષકો દેશના બાળકો માટે વધુ સારું ભવિષ્ય બનાવે છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જાણો કેટલાક શિક્ષકો વિશે જેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવામાં મદદ કરી.
5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ કેમ ઉજવાય છે?
શિક્ષક દિવસ ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. 5 સપ્ટેમ્બર એટલે કે ભારતના પ્રથમ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન મહાન શિક્ષક હતા, જેમણે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની શિક્ષણ ક્ષેત્ર ભગીરથ કામગીરી અને શિક્ષકોને સમ્માન આપવા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ઇતિહાસના શ્રેષ્ઠ શિક્ષકોની વાત કરીએ તો ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને જરૂર યાદ કરવામાં આવે છે. તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. પરંતુ શિક્ષણ પ્રત્યેનું તેમનું સમર્પણ પણ અપાર હતું. તેમણે તત્ત્વજ્ઞાનના સૌથી મુશ્કેલ અવધારણાઓમાં પણ યોગદાન આપ્યું છે.
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદની ગણના ભારતના મહાન શિક્ષકોમાં પણ થાય છે. તેમણે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિનો પ્રચાર કર્યો. જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિક્ષણ મેળવી શકે. તેમણે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે જીવનભર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની શિક્ષણ પ્રણાલી આજે પણ પ્રાસંગિક છે.
સ્વામી દયાનંદ સરસ્વતી
આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પણ ભારતના મહાન શિક્ષકોમાંના એક છે. તેમણે મહિલાઓના શિક્ષણના અધિકાર માટે લડત ચલાવી હતી. તેમનું માનવું હતું કે શિક્ષણ વ્યવસ્થાની સાથે સાથે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ પણ રચવું જોઈએ.
ચાણક્ય
મહાન દાર્શનિક અને ન્યાયશાસ્ત્રી ચાણક્યના ઉપદેશો આજે પણ લોકો દ્વારા અપનાવવામાં આવે છે. ઇતિહાસના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક, ચાણક્યનું નૈતિકતા, રાજકારણ, અર્થશાસ્ત્ર સાથે સંબંધિત શિક્ષણ તે સમય માટે ખૂબ જ સુસંગત હતું. તે આજે પણ ઉપયોગી છે.
સાવિત્રીબાઈ ફૂલે
તેઓ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા હતા. તેમણે દેશમાં કન્યા અને સ્ત્રીઓના શિક્ષણ માટે ઝુંબેશ ચલાવી હતી. તેઓ પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા. તેમણે કન્યા શિક્ષણ માટે તમામ પ્રયાસો કર્યા હતા.