/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Teeth-Pain-Relief-Tips.jpg)
Teeth Pain Relief Tips : દાંતમાં દુખાવો હોય ત્યારે ખાણી પીણીમાં કાળજી રાખવી જોઇએ. (Photo: Freepik)
Food to Avoid in Toothache: દાંતમાં દુખાવો નાના બાળકોથી લઇ વડીલોને પણ પરેશાન કરે છે. દાંતમાં તીવ્ર પીડા પણ દૈનિક કાર્યને અસર કરે છે. દુખાવાના કારણે લોકોને કામ કરવાનું પણ મન થતું નથી. દાંતના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. દાંતમાં સડો, પોલાણ, દાઢ આવવી જેવા કારણોથી દાંતનો દુખાવો શરૂ થઈ શકે છે. ક્યારેક થોડા દિવસોમાં તે જાતે જ મટી રહે છે તો ક્યારેક સારવાર કરાવવી પડે છે. આ માટે તમારે દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ જો તમને આ સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે તમને દાંતનો દુખાવો થાય ત્યારે તમારે કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આવો જાણીએ તેના વિશે.
મીઠી ચીજ ખાવાથી દુખાવો વધશે
જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તમારે મીઠી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મીઠી વસ્તુઓ તમારા દુખાવોમાં વધારો કરી શકે છે. દુખાવાની સ્થિતિમાં રિફાઈન્ડ શુગર સિવાય ચોકલેટ, ટોફી કે મીઠાઈનું સેવન ન કરવું.
સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો
દાંતમાં દુખાવો થાય ત્યારે તમારે સોફ્ટ ડ્રિંક કે કોલ્ડ ડ્રિંક ન પીવું જોઇએ. કારણ કે તેનું સેવન કરવાથી દુખાવો વધે છે. તેમાં સોડા હોય છે, જેમાં ફોસ્ફરસ એસડી અને સાઇટ્રિક એસડી હોય છે. આ દાંતના અસ્તરમાં અગવડતા લાવી શકે છે.
ખાટા ફળો ખાવા નહીં
આમ તો ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જ્યારે તમને દાંતનો દુ:ખાવો થાય ત્યારે તમારે ખાટા ફળ ન ખાવા જોઈએ. આ સમય દરમિયાન, તમારે નારંગી, કેરી, દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઇએ.
કાચા શાકભાજી અને નોનવેજ ન ખાવા
જે લોકો દાંતના દુખાવાથી પીડાતા હોય તેમણે કાચા શાકભાજી ન ખાવા જોઈએ. તેમજ દુખાવાની સ્થિતિમાં નોનવેજ મિટ ખાવાનું ટાળવું જોઈએ. તેને ચાવવાથી દાંતમાં દુખાવો થઈ શકે છે.
આલ્કોહોલ ન પીવો
તમને દાંતનો દુ:ખાવો થાય ત્યારે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. તેને પીવાથી મોં સુકાઇ શકે છે. આ સમય દરમિયાન મોઢામાં ઓછી લાળ ઉત્પન્ન થાય છે. જ્યારે મોઢામાં લાળ ઓછી ઉત્પન્ન થાય છે, ત્યારે આવી સ્થિતિમાં, ખોરાક દાંત સાથે ચોંટી જાય છે.આવી સ્થિતિમાં દાંતના દુખાવાની સમસ્યા વધી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us