Leftover Rice Recipe: વધેલા ભાત માંથી બનાવો 10 ટેસ્ટી વાનગી, સાસુમાં પણ વખાણ કરશે

Leftover Rice Recipe In Gujarati : જો તમે પણ રાતના વધેલા ભાતને ફેંકવાને બદલે તેનો ફરીથી ઉપયોગ કરવા માંગો છો, તો અમે તમારા માટે 10 સ્વાદિષ્ટ વાનગીઓ લાવ્યા છીએ. તમારા બાળકોને પણ આ વાનગી ખૂબ જ ઉત્સાહથી ખાવાનું ગમશે.

Leftover Rice Recipe In Gujarati : જો તમે પણ રાતના વધેલા ભાતને ફેંકવાને બદલે તેનો ફરીથી ઉપયોગ કરવા માંગો છો, તો અમે તમારા માટે 10 સ્વાદિષ્ટ વાનગીઓ લાવ્યા છીએ. તમારા બાળકોને પણ આ વાનગી ખૂબ જ ઉત્સાહથી ખાવાનું ગમશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Leftover Rice Recipe | Leftover Rice food | vadhela bhat ni recipe | Bache hue chawal ki recipe

Leftover Rice Recipe In Gujarati : વધેલા ભાત ની 10 ટેસ્ટી વાનગી. (Photo: Social Media)

Leftover Rice Recipe In Gujarati : બચે રંગે ચાવલ સે ક્યા બનાયે : ચોખા એટલે કે ભાત ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. ચોખા માંથી વિવિધ વાનગી બને છે - જેમ કે ભાત, ખીચડી, પુલાવ, ઇડલી વગેરે વગેરે. ઘણી વખત રાતે બનાવેલા ભાત બચી જાય છે, જે બપોરે ખાવા મુશ્કેલ હોય છે. જો રાતના બચેલા ભાત ખાઇ કંટાળી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમારી સમસ્યાનું સ્વાદિષ્ટ સમાધાન લઇને આવ્યા છીએ. વધેલા ભાતને ફેંકી દેવાને બદલે તમે તેને ટેસ્ટી ટ્વિસ્ટ આપી શકો છો. તમે રાતે વધેલા ભાત માંથી 10 પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. બાળકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાશે એટલું જ નહીં, પરંતુ તમારી સાસુ પણ તમારી કુશળતાની પ્રશંસા કર્યા વિના અટકશે નહીં.

Advertisment

રાઇસ કટલેટ

તમે રાત્રે વધેલા ભાત માંથી સવારે નાસ્તા માટે ચોખાના કટલેટ બનાવી શકો છો. તેને બનાવવા માટે, બાફેલા બટાકા, બ્રેડક્રમ્બ્સ અને મસાલાઓ ભાત ઉમેરો. તેને પેટીસ જેવો આકાર આપો. આ પછી ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તમે ઇચ્છો તો તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો. કેચઅપ અથવા ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

રાઇસ સૂપ

જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તેનો ફરીથી ઉપયોગ કરવા માટે વધેલા ભાતમાંથી સૂપ બનાવી શકો છો. આ માટે મનપસંદ શાકભાજી, આદુ, લસણ અને તમારા મનપસંદ ટોપિંગ્સ સાથે ભાત ઉકાળો. બાજુમાં બ્રેડ ક્રાઉન્સ (ટોસ્ટેડ અથવા તળેલી બ્રેડની સ્લાઇસ) ઉમેરો.

રાઈસ ચીલા

તમે સવારે નાસ્તામાં વધેલા ભાત માંથી ચીલા પણ બનાવી શકો છો. તે પ્રોટીનયુક્ત નાસ્તો હશે. તેને બનાવવા માટે રાતના વધેલા ભાત પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં ચણાનો લોટ, મીઠું, શાકભાજી અને મસાલા ઉમેરો. આ પેસ્ટમાંથી પેન પર ચીલા બનાવો. રાઇસ ચીલા ચટણી સાથે ખાવાની મજા પડશે.

Advertisment

મેક્સીકન રાઈસ બાઉલ

જો રાતે ભાત બચી ગયા હોય તો બીજા દિવસે તમે તેમાંથી મેક્સિકન રાઇસ બાઉલ પણ તૈયાર કરી શકો છો. આ માટે તમારે બેકડ બીન્સ, સાલસા, મકાઇ અને ચીઝની જરૂર પડશે. આમ કરવાથી વધેલા ભાતને તમે સ્વાદિષ્ટ બનાવી શકશો.

દહીં ભાત

ઉનાળાના દિવસોમાં દહીં ખાવું ખૂબ જ ફાયદાકારક છે. એવામાં તમે દહીં ભાત પણ બનાવી શકો છો. ઉનાળા માટે આ એક શાનદાર વાનગી છે. તે વધેલા ભાતને દહીં સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં સરસવના દાણા, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, આદુ અને તાજા દાડમના દાણા હોય છે.

સોયા અને પનીર રાઈસ

તમે વધેલા ભાત માંથી સોયા પનીર રાઇસ પણ બનાવી શકો છો. માણખ ગરમ કરી લસણ સાંતળી લો. તેમા કેપ્સિકમ, બાફેલા સોયાબીન અને પેન-ફ્રાઇડ પનીરના ટુકડા, મીઠું અને મરી ઉમેરો. તમારા ટેસ્ટી સોયા પનીર રાઇસ તૈયાર છે.

ફ્રાઇડ રાઇસ

વધેલા ભાત માંથી તમે ફ્રાઇડ રાઇસ બનાવી શકો છો. તેમાં તમારી પસંદગી મુજબ શાકભાજી ઉમેરો. લસણની સાથે સોયા સોસનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો તેમાં પણ પનીર, ઇંડા, ચિકન વગેરે પ્રોટીન ઉમેરી શકો છો.

લેમન રાઇસ

આ એક ઝડપી દક્ષિણ ભારતીય વાનગી છે. વધેલા ભાતને સરસવના દાણા, મીઠા લીમડાના પાન, હળદર અને લીંબુના રસ સાથે તેલમાં સાંતળો. સ્વાદ વધારવા માટે ઉપર શેકેલા સીંગદાણા પણ ઉમેરવામાં આવે છે.

રાઇસ પુલાવ

તમે બચેલા ભાત માંથી ટેસ્ટી પુલાવ પણ તૈયાર કરી શકો છો. તેમાં ક્રીમી સોસ, ચીઝ અને શાકભાજી ઉમેરવામાં આવે છે. રાઇસ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવામાં આવે છે. તેને ચટણી સાથે પીરસવામાં આવે છે.

આ પણ વાંચો | પૌંઆ બનાવવાની 10 સિક્રેટ રેસીપી, સવારના નાસ્તા માટે પોષ્ટિક વાનગી

ઇંડા રાઇસ

ઈંડા પ્રેમીઓ માટે આ પ્રોટીનયુક્ત વાનગી છે. તે બાફેલા કે ફ્રાય કરેલા ઇંડા ડુંગળી, લીલા મરચાં સાથે રાંધવામાં આવે છે. તેમા વધેલા ભાત ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

રેસીપી જીવનશૈલી