/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Thailand-Tour-Plan.jpg)
થાઈલેન્ડ પ્રવાસ (ફોટો - કેન્વા)
Thailand Tour Plan : દરેક ભારતીયનું સપનું હોય છે કે, એકવાર વિદેશ પ્રવાસે જવું, તો તમારા માટે થાઈલેન્ડ પ્રવાસ એકદમ સસ્તો વિદેશ પ્રવાસ થઈ શકે છે. થાઈલેન્ડ એક સુંદર અને વિવિધતાપૂર્ણ દેશ છે. જે તેના સમુદ્ર કિનારા (બીચ), જંગલો, સંસ્કૃતિ, બૌદ્ધ મંદિરો, અને શહેરી નાઈટ લાઈફ માટે ફેમસ છે. થાઈલેન્ડમાં તમે શોપિંગ, બીચ મસ્તી, મસાજ સહિત થાઈ ફૂડનો પણ ભરપૂર આનંદ માણી શકો છો. તો આજે અમે તમને જણાવીએ કે થાઈલેન્ડ કેવી રીતે જઈ શકાય, કેટલો ખર્ચ થાય, ત્યાંના જોવાલાયક આકર્ષક સ્થળો વગેરે વગેરે બધુ જ.
થાઈલેન્ડ જોવાલાયક સ્થળો (Thailand Tourist Places)
થાઈલેન્ડના જોવાલયક સ્થળોની વાત કરીએ તો, તમે થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ફૂકેત, ચિયાંગ માઈ, પટાયા, કોહ સમુઈ, ફી ફી આઈલેન્ડ અને કોરલ આઈલેન્ડ ફરવા માટેના પ્રવાસીઓના પસંદગીના સ્થળો છે, તો જોઈએ અહીં શું શું આનંદ લઈ શકો છો.
બેંગકોક : બેંગકોક થાઈલેન્ડની રાજધાની છે, અહીં તમે ગ્રેંડ પેલેસ, વાટ પ્રા કેવ, વાટ ફ્રો જેવા પ્રસિદ્ધ સ્થળો છે. અહીં તમે શોપિંગ સેન્ટરો, રાત્રી નાઈટ લાઈફ, સ્ટ્રીટ ફૂડનો ભરપૂર આનંદ લઈ શકો છો.
ફૂકેત : ફૂકેત થાઈલેન્ડનું સુંદર ટૂરિસ્ટ પ્લેસ છે, અહીંના શાનદાર સુંદર બીચ, સ્વચ્છ પાણીના તળાવો, કુંદરતી સૌંદર્યતા તમારૂ મનમોહી લેશે. અહીં તમે સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઈવિંગ અને આઈલેન્ડ હોપિંગ જેવી એક્ટિવીટી પણ કરી શકો છો.
પતાયા : પતાયા પણ થાઈલેન્ડનું બેંગકોક પાસે આવેલુ સમુદ્ર કિનારાનું સ્થળ છે. થાઈલેન્ડ પ્રવાસે આવતા પ્રવાસીઓ પતાયા તો જરૂર જાય છે. અહીં પ્રવાસીઓ માટે થાઈ મસાજ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. આ સિવાય અહીંના આશ્ચર્યજનક સુંદર બીચ, જીવંત નાઈટલાઈફ દ્રશ્યો, પાણીમાં રમતો, ગોલ્ફ અને થીમ પાર્ક અને ક્રેબરે બાર જેવા આકર્ષણ સ્થળોની મુલાકાત લઈજીવનોન યાદગાર પ્રવાસ બનાવી શકો છો.
ચિયાંગ માઈ : થાઈલેન્ડનું ચિંયાંગ માઈ શહેર પહાડી શહેર તરીકે ઓળખાય છે. અહીં તમે થાઈલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિ, વિરાસત, અને કુદરતી સૌદર્યતાનો આનંદ લઈ શકો છો. અહીં તમને પ્રાચિન મંદિરો, પારંપરિક બજાર, ટ્રેકિંગ, હર્યા-ભર્યા જંગલો આકર્ષિત કરી શકે છે.
કોરલ આઈલેન્ડ : થાઈલેન્ડનું કોરલ આઈલેન્ડ તેની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષે છે. અહીં તમને બોટ એક દિવસની ટ્રિપ પર લઈ જાય છે. અહીં સમુદ્રનું સ્વચ્છ આરપાર જોઈ શકાય તેવું પાણી છે. જેથી તમે સમુદ્રમાં પાણીની અંદર તરતી માછલીઓ તથા સમુદ્રી વનસ્પતિ બોટમાં બેઠા બેઠા જોઈ શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Thailand-Tour-Plan-3.jpg)
ફી ફી આઈલેન્ડ : થાઈલેન્ડના ફૂકતથી તમે સ્પીડ બોટિંગની મજા લેતા-લેતા ફી ફી આઈલેન્ડ જઈ શકો છો. અહીં તમે દરિયા કિનારાના જંગલો, મંદિરો, માચલીઓને ખાવાનું ખવડાવવાની મજા પણ લઈ શકો છો. સફેદ માટીનો આ બીચ પ્રવાસીઓ માટે સુંદર આકર્ષનું કેન્દ્ર છે.
કોહ સમુઈ : થાઈલેન્ડની ખાડી નજીક કોઈ સમુઈ એક સુંદર દ્વીપ છે. જે તેના સુંદર બીચ, નાઈટલાઈફ અને લક્ઝરી રિસોર્ટ માટે ઓળખવામાં આવે છે. અહીં તમે સ્વિમીંગ, સુંદર ઝરણાઓ અને મંદિરો જેવા સ્થળોની મુલાકાતથી પ્રવાસને રંગીન બનાવી શકો છો.
થાઈલેન્ડ પ્રવાસ ખર્ચ (Thailand Travel Expenses/cost)
થાઈલેન્ડ હોય કે કોઈ અન્ય સ્થનો પ્રવાસ હોય તેના મુખ્ય ખર્ચમાં સ્થળ સુધી જવા-આવવાનો (ટિકિટ) ખર્ચ, રહેવાનો ખર્ચ (હોટલ ખર્ચ), ખાવા-પીવાનો ખર્ચ (ફૂડ ખર્ચ) અને ટ્રાવેલિંગ ખર્ચ (લોકલ ટ્રાન્સપોર્ટ ખર્ચ) મુખ્ય હોય છે, આ સિવાય શોપિંગ વગેરે વગેરે ખર્ચ તેમાં વધારો કરે છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ અનુસાર ખર્ચ કરે છે. તો અમે તમને પર પર્સન સામાન્ય ઓછા બેજેટ સાથેનો આવવા-જવાનો ખર્ચ, એક દિવસનું હોટલ ભાડુ, જમવાનો ખર્ચ અને અંદાજીત ટ્રાન્સપોર્ટ ખર્ચ વિશે જણાવી રહ્યા છીએ.
ભારત થી થાઈલેન્ડ જવાનો ફ્લાઈટ ખર્ચ (Flight cost from India to Thailand)
ભારતથી થાઈલેન્ડ સરળતાથી જઈ શકાય છે. જો તમે 30 દિવસથી ઓછા દિવસ માટે જાઓ છો તો, ભારતીય લોકો માટે થાઈલેન્ડે 11 નવેમ્બર 2024 સુધી વિઝા ફ્રીની જાહેરાત કરી છે, જેથી વિઝા ખર્ચ (પર પર્સન વિઝા ફી - 2500 રૂપિયા) નહીં થાય. હવે તમને જણાવી દઈએ કે, ભારતમાં તમે અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદથી ટિકિટ કરાવો તેના કરતા કલકત્તાથી ફ્લાઈટ પકડો તો ટિકટ ભાડુ ઘણું ઓછુ થાય છે. સામાન્ય રીતે ભારતથી થાઈલેન્ડનો ફ્લાઈટ ખર્ચ મિનીમમ 8,000 થી મેક્સીમમ 25,000 સુધીનો થઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Thailand-Tour-Plan-1-1.jpg)
રહેવાનો ખર્ચ (હોટલ ખર્ચ) - Accommodation Expenses (Hotel Expenses)
થાઈલેન્ડમાં મોટાભાગના શહેરમાં તમને હોટલ-રિસોર્ટની સુવિધા મળે છે, જેનો ઓછામાં ઓછો ખર્ચ 1500-2000 રૂપિયા (એક વ્યક્તિ - એક દિવસનો ખર્ચ) થી લઈ તમારા બજેટ મુજબ થઈ શકે છે. તમે તમારા પ્રવાસના દિવસો પ્રમાણે તમારો ખર્ચ ગણી શકો છો. તમે ઓફ સિઝનમાં પ્રવાસ કરો તો ઓછા બજેટમાં પણ તમને હોટલ રૂમ મળી શકે છે, અને તેનાથી પણ ઓછો ખર્ચ કરવા માંગો છો તો ગેસ્ટ હાઉસમાં પણ રોકાઈ શકો છો.
જમવાનો ખર્ચ (ફૂડ ખર્ચ) - Meal Expenses (Food Expenses)
થાઈલેન્ડ આમ તો તેના ફૂડ માટે ફેમસ છે. પરંતુ ભારતીય (વેજીટેરિયન) લોકો માટે ભોજન ખર્ચ વધારી શકે છે. જોકે, થાઈલેન્ડમાં ભારતીય ભોજન તમને બધે જ મળી જશે, જેનો એક દિવસ સવાર-બપોર-સાંજનો જમવા-પાણીનો ખર્ચ અંદાજીત 1000 થી 1500 રૂપિયા (એક વ્યક્તિ-એક દિવસ) માં થઈ શકે છે. જો તમે સ્ટ્રીટ ફૂડ જમો તો ખર્ચ ઓછો પણ થઈ શકે છે.
લોકલ ટ્રાન્સપોર્ટ ખર્ચ - (Local Transport Costs)
થાઈલેન્ડમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થોડો ખર્ચાળ છે. જો તમે અહીં લોકલ ટુક-ટુક, ટેક્સી અથવા બસમાં ફરો છો તો બજેટમાં ખર્ચ થશે. શહેરની અંદર 10થી 15 કિમી ફરવાનો ખર્ચ 200થી 500 રૂપિયા થઈ શકે છે. જો દૂર જવાનું હોય તો, ટ્રેન અથવા ડોમેસ્ટિક ફ્લાઈટ લઈ શકો છો.
થાઈ મસાજ અને શોપિંગ ખર્ચ - (Thai massage and shopping expenses)
થાઈલેન્ડ પ્રવાસે જાય તે લગભગ થાઈ મસાજ કરાવ્યા વગર પાછા આવે તે કેવી રીતે બને. થાઈ મસાજ તમારી પસંદગી પર નિર્ભર છે. તમે અહીં લોકલ મસાજથી લઈ લક્ઝરી મસાજ અથવા સ્પા સેન્ટર તમને મળી જશે. મોટાભાગના પ્રવાસી લોકલ મસાજ પસંદ કર છે. જેનો ખર્ચ 300 થી 500 બાથ (ભારતીય રૂપિયા - 1100 સુધી) માં થઈ શકે છે. આ સિવાય સોપિંગ ખર્ચની વાત કરીએ તો, રોજ તમારી જરૂરિયાત મુજબનો શોપિંગ ખર્ચ રૂપિયા 2000 થી 5000 નો કરી શકો છો.
થાઈલેન્ડ પ્રવાસ અંદાજીત કુલ ખર્ચ - (Thailand Travel Estimated Total Cost)
ભારતીય લોકો માટે વિદેશ પ્રવાસમાં થાઈલેન્ડનો પ્રવાસ સૌથી સસ્તો સાબિત થઈ શકે છે, જો તમે અગાઉથી પ્લાન બનાવો તો કેરળ પ્રવાસ કરતા પણ ઓછો ખર્ચ થાય છે. ભારતીય લોકો જો થાઈલેન્ડનો ચાર દિવસનો પ્રવાસ કરે તો (પર પર્સન ખર્ચ) જેમાં ટિકિટ ખર્ચ અંદાજીત (આવવા-જવાનો) 17,000 રૂપિયા, રહેવાનો ખર્ચ અંદાજીત (ચાર દિવસ) 10,000 રૂપિયા, જમવાનો-નાસ્તા-પાણીનો ખર્ચ અંદાજીત (ચાર દિવસ) 5000 થી 6000 રૂપિયા, લોકલ ટાન્સપોર્ટ ખર્ચ અંદાજીત (ચાર દિવસ) 2000 રૂપિયા અને એકસ્ટ્રાખર્ચ જેમાં થાઈ મસાજ 1100 રૂપિયા તથા શોપિંગ ખર્ચ 2000 થી 5000 રૂપિયા ઉમેરી શકો છો. આ રીતે તમે થાઈલેન્ડ પ્રવાસ 35000 થી 50,000 માં સરળતાથી કરી શકો છો.
આ પણ વાંચો - કારથી લોંગ રોડ ટ્રિપનો છે પ્લાન, તો આ ટિપ્સ તમારી યાત્રાને સુરક્ષિત અને આસાન બનાવશે
થાઈલેન્ડ પ્રવાસમાં શું સાવધાની રાખી શકો છો (Thailand Travel Caution)
થાઈલેન્ડ પ્રવાસમાં જો તમે ફરતા હોવ તો રસ્તા પર કે ગલીઓમાં ગંદા કે ખોટા ઈશારા ના કરવા, નહીં તો મોટો દંડ થઈ શકે છે. આ સિવાય નાઈટ લાઈફ અહીં ખુબ ફેમસ છે, જેથી હોટલથી બહાર ફરતા સમયે કોઈ ખોટા વાદ-વિવાદમાં ના ફસાવું. થાઈલેન્ડમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મમાં માને છે, જેથી ભગવાન બૌદ્ધ પ્રત્યે આદર-ભાવ રાખવો જોઈએ, ખાસ કરીને તસવીર લેતા સમયે, જેમ કે પગ મુકવા સહિતની સાવધાની રાખી શકો છો. પાસપોર્ટ દરેક જગ્યાએ સાથે ના રાખો, ચોરી થવાનો ભય રહે છે. આ સિવાય અહીંની કરન્સી થાઈ બાથ છે, જેથી જરૂર મુજબ જ કેસ સાથે લઈને ફરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us