Reasons Not To Heat Honey | મધ કેમ ગરમ ન કરવું જોઈએ? એક્સપર્ટ શું કહે છે?

મધમાં કુદરતી રીતે ઉત્સેચકો, એન્ટીઑકિસડન્ટો અને પરાગ હોય છે, જે ફાયદાકારક છે. જો કે, તેમાં કેટલાક ઘટકો હોઈ શકે છે જે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમી છે, વધુમાં અહીં જાણો

Written by shivani chauhan
October 08, 2025 14:37 IST
Reasons Not To Heat Honey | મધ કેમ ગરમ ન કરવું જોઈએ? એક્સપર્ટ શું કહે છે?
reasons not to heat honey

Reasons Not To Heat Honey | આયુર્વેદમાં મધનું ખૂબ મહત્વ છે. મધ (Honey) ઘણા રોગો માટે સૂચવવામાં આવે છે. મીઠાઈઓ અને ઘરેલું ઉપચારમાં મધનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. પરંતુ શું મધ ગરમ કરવાથી નુકસાનકારક છે?

મધને કેમ ગરમ ન કરવું જોઈએ? એક્સપર્ટ શું કહે છે?

આયુર્વેદિક આરોગ્ય પ્રેક્ટિશનર ડિમ્પલ જાંગડાએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મધ નાખી રસોઈ બનાવવા સામે ચેતવણી આપી હતી. તેને કહ્યું કે “મધને ગરમ કરવાથી મેલાર્ડ પ્રતિક્રિયા દ્વારા તેનું રાસાયણિક બંધારણ બદલાય છે અને હાઇડ્રોક્સીમેથાઇલફરફ્યુરલ (HMF) નામનું ઝેર ઉત્પન્ન થાય છે.’ કેટલાક આયુર્વેદિક ગ્રંથો મધને ગરમ કરવા સામે ચેતવણી આપે છે, કહે છે કે તે શરીરની અંદર ઝેર જેવું કાર્ય કરે છે.

શું એ સાચું છે કે મધ ગરમ કરવાથી નુકસાન થઈ શકે છે?

રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલના ડૉ. પ્રિયંકા શુક્લાએ જણાવ્યું કે ‘મધને ઊંચા તાપમાને (60° C અથવા 140° F થી ઉપર) ગરમ કરવાથી HMF ની રચના થઈ શકે છે. HMF ની મોટી માત્રા શરીર માટે ઝેરી બની શકે છે. મધને ગરમ કરવાથી તેના ફાયદાકારક ઉત્સેચકો, એન્ટીઑકિસડન્ટો અને બાયોએક્ટિવ સંયોજનોનો નાશ થઈ શકે છે. સ્વાસ્થ્ય સલામતી અને પોષણ મૂલ્ય માટે ગરમ પ્રવાહીમાં મધ ઉમેરવાનું અથવા તેને ઊંચા તાપમાને રાંધવાનું ટાળો.40 ડિગ્રી સેલ્સિયસથી નીચે હળવું ગરમ ​​કરવું સલામત છે.’

શું મધને ગરમ કરવા સિવાય બીજું કોઈ પરિબળ ઝેરી બનાવે છે?

ડૉ. શુક્લાએ નોંધ્યું કે “કાચા મધમાં કુદરતી રીતે ઉત્સેચકો, એન્ટીઑકિસડન્ટો અને પરાગ હોય છે, જે ફાયદાકારક છે. જો કે, તેમાં કેટલાક ઘટકો હોઈ શકે છે જે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમી છે. ઉપરાંત પરાગ કેટલાક લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. મધ પર્યાવરણમાંથી ભારે ધાતુઓ અને જંતુનાશકોના અવશેષોને શોષી શકે છે, જે દૂષણનું જોખમ વધારે છે.’

તેણે કહ્યું કે “પ્રક્રિયા કરેલા મધને બોટલમાં ભરતા પહેલા ફિલ્ટર કરવામાં આવે છે, જે મોટાભાગના જંતુઓ અને બેક્ટેરિયાને દૂર કરે છે, જેનાથી તેનો ઉપયોગ સુરક્ષિત બને છે. પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક ફાયદાકારક પોષક તત્વો ખોવાઈ જાય છે. તેથી જ્યારે કાચું મધ વધુ સ્વાસ્થ્ય લાભો આપી શકે છે, ત્યારે તે દૂષણ અથવા એલર્જી માટે વધુ સેન્સિટિવ હોય છે.’

મધનો ઉપયોગ કરવાની સાચી રીત

મધને ઊંચા તાપમાને ગરમ કરવું નહીં.ચા,કો ફી અને ગરમ પાણીમાં ઠંડુ થયા પછી જ મધ ઉમેરો.દહીં,સ્મૂધી કે સલાડમાં મધ ગરમ કર્યા વિના વાપરો.સૌથી સલામત અને ફાયદાકારક રીત એ છે કે કાચા મધનું સેવન કરવું જોઈએ.

શું વધુ પડતું મધ ખાવામાં કોઈ જોખમ છે?

ઘણા લોકો ખાંડને બદલે તેમના ખોરાકમાં મધ ઉમેરે છે, અને તેનાથી બહુ ફરક પડતો નથી. ડૉ. શુક્લા કહે છે કે, ‘વધુ પડતું સેવન વજનમાં વધારો, બ્લડ સુગરનું સ્તર વધી શકે છે અને દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે, હંમેશા મધ્યમ માત્રામાં સેવન કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ