Prostate Cancer : પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની જાગૃતિ જરૂરી, આ છે લક્ષણો

Prostate Cancer : પ્રોસ્ટેટ કેન્સર પુરુષો(Prostate cancer in men) માં જોવા મળે છે. પ્રોસ્ટેટનું મુખ્ય કાર્ય પુરૂષના અંડાશયમાં ઉત્પન્ન થતા શુક્રાણુઓને ભેજ અને પોષણ આપવાનું છે.આ ઉપરાંત આ ગ્રંથિનું બીજું કાર્ય પેશાબના પ્રવાહને કંટ્રોલ કરવાનું છે.જાણો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો(Symptoms) ?

Prostate Cancer : પ્રોસ્ટેટ કેન્સર પુરુષો(Prostate cancer in men) માં જોવા મળે છે. પ્રોસ્ટેટનું મુખ્ય કાર્ય પુરૂષના અંડાશયમાં ઉત્પન્ન થતા શુક્રાણુઓને ભેજ અને પોષણ આપવાનું છે.આ ઉપરાંત આ ગ્રંથિનું બીજું કાર્ય પેશાબના પ્રવાહને કંટ્રોલ કરવાનું છે.જાણો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો(Symptoms) ?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Prostate cancer in men Symptoms, health tips

પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર લક્ષણો

Prostate Cancer : કેન્સર (Cancer) શબ્દ કાન પર પડે તો પણ તે શરીરમાં ધ્રુજારી થવા લાગે છે. દર વર્ષે હજારો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. કારણ કે કેન્સર સામે અસરકારક રીતે કામ કરતી દવાઓ સરળતાથી ઉપલબ્ધ નથી. જેના કારણે દર વર્ષે ઘણા લોકો સારવારના અભાવે મૃત્યુ પામે છે. શું તમે સામાન્ય રીતે, પુરુષો જોવા મળતા પ્રોસ્ટેટ કેન્સર( the most common Prostate cancer in men) વિશે જાણો છો? આ કેન્સરના લક્ષણો (Cancer symptoms) શું છે? આજે અહીં પ્રોસ્ટેટ કેન્સર (Prostate cancer) વિશે વિગતવાર જાણો,

Advertisment

પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer) :

આ એક એવું કેન્સર છે જે પુરુષોના પ્રોસ્ટેટમાં થાય છે. કેન્સર ત્યારે થાય છે જ્યારે પુરૂષ પ્રોસ્ટેટના કોષો અનિયંત્રિત રીતે વધે છે. આ ગ્રંથિ મૂત્રાશયની નીચે અને ગુદામાર્ગની આગળ સ્થિત છે. તે અખરોટ જેવો આકાર ધરાવે છે અને મૂત્રાશયમાંથી પેશાબને બહાર કાઢતી નળીથી ઘેરાયેલી છે. આ ગ્રંથિનું મુખ્ય કાર્ય પુરૂષના અંડાશયમાં ઉત્પન્ન થતા શુક્રાણુઓને ભેજ અને પોષણ આપવાનું છે.આ ઉપરાંત આ ગ્રંથિનું બીજું કાર્ય પેશાબના પ્રવાહને કંટ્રોલ કરવાનું છે.

આ પણ વાંચો: Zika Virus : બેંગ્લોરમાં ઝિકા વાયરસનો કેસ નોંધાતા કર્ણાટકમાં એલર્ટ; ઝિકા વાયરસ કેવી રીતે ફેલાય છે, લક્ષણો

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો (Prostate Cancer Symptoms)

  1. પેશાબ કરતી વખતે દુખાવો અથવા બર્નિંગ સેન્સેશન
  2. વારંવાર પેશાબ આવવો, જો તમને આખી રાત પેશાબ કરવાની વારંવાર ઇચ્છા થતી હોય તો સાવચેત રહો.
  3. પેશાબ કરતી વખતે ખેંચાણ અનુભવવું
  4. પેશાબ કરતી વખતે એન પ્રવાહ બંધ થાય ત્યારે ખેંચાણ
  5. પેશાબ કરતી વખતે લોહી વહેવું.
  6. વારંવાર થાક લાગવો.
  7. કોઈ કારણ વગર અચાનક વજન ઘટવું.
  8. હાથ અને પગના હાડકામાં પીઠનો દુખાવો સતત થવો.
Advertisment

આ પણ વાંચો: Paracetamol Disadvantages : દર વખતે તાવ – દુખાવામાં પેરાસીટામોલ લેનાર સાવધાન

પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. જ્યારે પેશાબ કરવામાં મુશ્કેલી થાય છે, ત્યારે લક્ષણો દેખાય છે. તેથી પ્રોસ્ટેટ કેન્સરના કોઈપણ નજીવા લક્ષણોને અવગણશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો સલાહ ભર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips