પાણી પીવાનો સાચો સમય કયો? એક્સપર્ટ શું કહે છે?

જીવ આયુર્વેદના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણે પુષ્ટિ આપી કે આપણે ઘણીવાર પાણી કેવી રીતે અને ક્યારે અને કેવી રીતે પીવું એવી સરળ આદતો ભૂલી જઈએ છીએ, અહીં જાણો ડોક્ટરએ શું સલાહ આપી

Written by shivani chauhan
August 08, 2025 07:00 IST
પાણી પીવાનો સાચો સમય કયો? એક્સપર્ટ શું કહે છે?
the right time to drink water

આપણને ઘણીવાર દર કલાકે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમને પૂરતી તરસ ન લાગે તો શું? શું તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું જોઈએ? શું પાણી પીવાની કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ છે? એક્સપર્ટ શું કહે છે? ડૉ. ચૌહાણે જણાવે છે કે ક્યારે વ્યક્તિએ બેસ્ટ સ્વાસ્થ્ય ફાયદા માટે ચોક્કસપણે પાણી પીવું જોઈએ.

પાણી પીવાનું મહત્વ

જીવ આયુર્વેદના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણે પુષ્ટિ આપી કે આપણે ઘણીવાર પાણી કેવી રીતે અને ક્યારે પીએ છીએ જેવી સરળ આદતો ભૂલી જઈએ છીએ. ડૉ. ચૌહાણે કહ્યું કે “આયુર્વેદમાં પાણી પીવું એ ફક્ત તરસ છીપાવવા માટે નથી. તે દવા છે. તે એક લય છે. સભાનપણે પીવામાં આવેલું પાણી શરીરને સાજા, એનર્જીથી ભરપૂર અને સંતુલિત કરી શકે છે. જ્યારે ધ્યાનપૂર્વક પીવામાં આવે છે, ત્યારે વ્યક્તિ ખરેખર પોતાના શરીર માટે ઉપચાર જેવું કામ કરે છે.’

પાણી પીવાનો સાચો સમય

  • સવારે ઉઠો ત્યારે : સવારે ઉઠીને બીજું કંઈ કરતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો. ડૉ. ચૌહાણે કહ્યું કે ‘આ તમારા આખા શરીરને જાગૃત કરવામાં મદદ કરે છે, જે ઝેરી તત્વો બહાર કાઢે છે, જે પાચનમાં મદદ કરે છે અને તમારા મનને કેન્દ્રિત કરે છે.
  • ભોજન પહેલાં 30 મિનિટમાં : જમવાના લગભગ 20 મિનિટ પહેલા થોડું ગરમ પાણી પીવો. આ અગ્નિ ને સરળ પાચન માટે તૈયાર કરે છે, ડૉ. ચૌહાણે કહ્યું કે ‘ભોજન દરમિયાન કે પછી વધુ પડતું પાણી ન પીવો. તમારા પાણીથી પાચન અગ્નિ ઓલવાઈ ન જવી જોઈએ.’
  • ભોજન પછી 1 કલાક : ભોજન પછી એકવાર ખોરાક પચી જાય, પછી તમે પોષક તત્વોના શોષણ અને હળવા ડિટોક્સિફિકેશનમાં મદદ કરવા માટે એક નાનો ગ્લાસ ગરમ પાણી પી શકો છો.
  • જ્યારે તમને ખૂબ તરસ લાગી હોય : તમારું શરીર સૌથી સારી રીતે જાણે છે. ડૉ. ચૌહાણ કહે છે કે, તમારું પોતાનું “સમયપત્રક” બનાવવા ઉપરાંત તમારા શરીરનું સાંભળો અને તરસ લાગે ત્યારે પાણી પીવો. “જો તમે સતત પાણી પીતા રહો છો, તો તમે કફ દોષ (કફ ઉર્જા) ને અસંતુલિત કરી શકો છો. ઉપરાંત તમને ઉબકા, ભારેપણું અથવા સુસ્તીનો અનુભવ થઈ શકે છે.’
  • સ્નાન કરતા પહેલા અને સૂતા પહેલા : ડૉ. ચૌહાણે કહ્યું કે સ્નાન કરતા એક કલાક પહેલા એક નાનો ગ્લાસ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. ડૉ. ચૌહાણે કહ્યું કે, “સૂતા પહેલા એક નાનો ગ્લાસ પાણી તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરી શકે છે જેથી જ્યારે તમે આખી રાત સૂઈ જાઓ ત્યારે તમારું શરીર તાજગી અનુભવી શકે

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ડૉ. ચૌહાણે સલાહ આપી હતી કે પાણી પીતી વખતે હંમેશા બેસીને પીવું જોઈએ. ડૉ. ચૌહાણે કહ્યું કે, ‘તમારો સમય લો અને ઉતાવળ ન કરો. ઠંડુ પાણી નહીં, નોર્મલ હટવા હૂંફાળું પાણી પીઓ. આ એક નાનો ફેરફાર છે, પરંતુ તમારા પાણીના સેવનનું ધ્યાન રાખવાથી તમારા શરીર, મૂડ અને એકંદર સ્વાસ્થ્ય માટે અજાયબીઓ થઈ શકે છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ