Summer Health Tips : અસહ્ય ગરમીમાં વોટ આપવા જાઓ એ દરમિયાન આટલી કાળજી લેવી જરૂરી

Summer Health Tips : અમદાવાદમાં પણ ગરમી 41 ડિગ્રીને ક્રોસ થઇ ગઈ છે. આજે ગરમી વધુ પડવાની આગાહી કરવામાં આવી છે. એવામાં તમે વોટિંગ કરવા જાઓ એ દરમિયાન ગરમીથી બચવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?

Written by shivani chauhan
May 07, 2024 09:18 IST
Summer Health Tips : અસહ્ય ગરમીમાં વોટ આપવા જાઓ એ દરમિયાન આટલી કાળજી લેવી જરૂરી
Summer Health Tips : અસહ્ય ગરમીમાં વોટ આપવા જાઓ એ દરમિયાન આટલી કાળજી લેવી જરૂરી (Express Photo)

ગુજરાત (Gujarat) સહિત 11 રાજ્યોમાં 93 બેઠકો ઉપર આજે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે વોટિંગ થઇ રહ્યું છે. એટલે કે દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પર્વ છે. ત્યારે ઉનાળાનો તાપ પણ આંકરો છે. ગુજરાતમાં ગરમી દિવસે દિવસે વધતી જાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 41 ડિગ્રીની આસપાસ ગરમી રહી છે. અમદાવાદમાં પણ ગરમી 41 ડિગ્રીને ક્રોસ થઇ ગઈ છે. આજે ગરમી વધુ પડવાની આગાહી કરવામાં આવી છે. તમે વોટિંગ કરવા જાઓ એ દરમિયાન ગરમીથી (Summer Health Tips) બચવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?

Summer Lok Sabha Elections 2024
Summer Health Tips : અસહ્ય ગરમીમાં વોટ આપવા જાઓ એ દરમિયાન આટલી કાળજી લેવી જરૂરી (Express Photo)

આ પણ વાંચો: ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ રાહત મળશે

આટલી કાળજી લેવી જરૂરી

હાઇડ્રેટેડ રહો: ​​અતિશય ગરમીથી બચવા હાઈડ્રેટેડ રહો, તરસ લાગે તે પહેલાં પાણી પીતા રહો, તમારી સાથે પાણીની બોટલ સાથે રાખો.

કવર કરો : વોટિંગ કરવા જાઓ ત્યારે ગરમીથી બચવા સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો, કોટનના દુપટ્ટા અથવા ટોપી દ્વારા માથું કવર કરો, આંકરા તાપથી બચવા ચશ્માં પહેરો.

સનસ્ક્રીન લગાવો : અતિશય ગરમીથી તમારી સ્કિનને પ્રોટેકટ કરવા બહાર ઇકલતા પહેલા ફેસ, હાથ પર સનસ્ક્રીન એપ્લાય કરો.

તડકામાં નીકળવાનું ટાળો : ગરમીથી બચવા શક્ય હોય તો સવારે વોટિંગ બુથ પર વોટિંગ કરવા નીકળો.

હવામાનની આગાહી : બહાર નીકળતા પહેલા હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટની ઓનલાઈન અથવા એપ દ્વારા દેખરેખ રાખો.

વૃદ્ધ લોકો : 65 વર્ષથી વધુ ઉંમરના લોકો ગરમી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે કારણ કે તેઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી વૃદ્ધ લોકોએ શક્ય હોય તો સવારે વહેલા બુથ પર પહોંચી મતદાન કરવું, જેથી ગરમીથી બચાવી શકાય.

આ પણ વાંચો: World Asthma Day : ઉનાળામાં અસ્થમાના લક્ષણો વધી શકે છે, શું સાવચેતી રાખવી જોઈએ?

ગુજરાતનું સૌથી ગરમ શહેર : અમદાવાદ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સોમવારે ગુજરાતમાં 32.2 ડિગ્રી લઈને 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદ શહેર 41. 2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દ્વારકા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં સુરત, ભાવનગર, પોરબંદર, દિવ, દમણ, કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં હવામાન વિભાગે હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ