આપણા સ્વાસ્થ્ય માટેના ઘણા મોટા ખતરા અકસ્માતો કે ચેપથી નહીં, પરંતુ આપણી રોજિંદા પસંદગીઓથી આવે છે. નબળા આહારથી લઈને અનિયંત્રિત બ્લડ પ્રેશર સુધી, આ શાંત જીવનશૈલીની ભૂલો ધીમે ધીમે સ્વાસ્થ્યને નષ્ટ કરી શકે છે અને આયુષ્ય ઘટાડી શકે છે.
જ્યારે તમે સિગારેટ પીઓ છો, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનાથી તમારા શરીરના લગભગ દરેક અંગ પર થતી હાનિકારક અસરો વિશે? અથવા શું તમે જાણો છો કે ધૂમ્રપાનથી પાંચમાંથી એક મૃત્યુ થાય છે?
ડૉ. જેરેમી લંડને તાજેતરમાં ત્રણ જોખમી પરિબળો વિશે વાત કરી હતી જે ફક્ત સ્વાસ્થ્યને જ નબળી પાડતા નથી પણ અકાળ મૃત્યુ તરફ દોરી જાય છે. એક ઇન્સ્ટાગ્રામ વિડિઓમાં, કાર્ડિયોલોજિસ્ટે જીવનશૈલીમાં મુખ્ય ફેરફારો સમજાવ્યા જે અકાળ મૃત્યુના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
ત્રણ પરિબળો જે અકાળ મૃત્યુના જોખમ વધારે
- ધૂમ્રપાન : ડૉ. લંડને ધૂમ્રપાનને “સૌથી ખરાબ આદત” ગણાવી. તેણે કહ્યું કે “તે નિઃશંકપણે તમારા શરીર માટે સૌથી ખરાબ વસ્તુ છે. તે લગભગ દરેક અંગ પ્રણાલીને નુકસાન પહોંચાડે છે, હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ વધારે છે, અને ફેફસાના કેન્સરથી થતા મોટાભાગના મૃત્યુ માટે જવાબદાર છે.’
- કાર્ડિયોલોજિસ્ટે ભાર મૂક્યો કે પાંચમાંથી એક મૃત્યુ માટે તમાકુનો ઉપયોગ જવાબદાર છે. જો તમે ધૂમ્રપાન કરનાર છો, તો તેમણે સૂચન કર્યું કે તમે ધૂમ્રપાન છોડવાનું વિચારી શકો. ધૂમ્રપાન છોડવું એ તમારા સ્વાસ્થ્ય માટે તમે લઈ શકો તે સૌથી શક્તિશાળી અને જરૂરી પગલાં પૈકીનું એક છે. ધૂમ્રપાન છોડવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, રોગનું જોખમ ઓછું થાય છે અને તમારું આયુષ્ય વધે છે.
- ખરાબ આહાર : કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું કે “ફળો અને શાકભાજી ઓછા ખાવાથી, ટ્રાન્સ ચરબી વધારે ખાવાથી અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાવાથી ધૂમ્રપાન જેટલું જ મૃત્યુ થાય છે.’
- હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશરને “સાયલન્ટ કિલર” તરીકે ઓળખવામાં આવે છે. ડૉ. લંડને કહ્યું કે હાઈ બ્લડ પ્રેશર હૃદય, મગજ અને કિડનીને નુકસાન પહોંચાડે છે. સારા સમાચાર એ છે કે તેને જીવનશૈલી, આહાર, તણાવ વ્યવસ્થાપન અને દવાઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.