Health Tips : શું થમ્બ-ગ્રિપ ટેકનિક ચિંતામાંથી રાહત આપી શકે છે? એક્સપર્ટએ આ કહ્યું..

Health Tips : થમ્બ-ગ્રિપ ટેકનિક ચિંતામાંથી રાહત આપે છે કે નહિ તે અંગે એપક્સર્ટ ઘણા ફેક્ટ કહ્યા છે,ચિંતા એ માત્ર કામચલાઉ તણાવ અથવા હળવી ચિંતા જ નથી, તેમાં ઘણી વખત જટિલ વિચારસરણી, ભાવનાત્મક પ્રતિભાવો અને કેટલીકવાર શારીરિક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. વધુમાં અહીં વાંચો.

Health Tips : થમ્બ-ગ્રિપ ટેકનિક ચિંતામાંથી રાહત આપે છે કે નહિ તે અંગે એપક્સર્ટ ઘણા ફેક્ટ કહ્યા છે,ચિંતા એ માત્ર કામચલાઉ તણાવ અથવા હળવી ચિંતા જ નથી, તેમાં ઘણી વખત જટિલ વિચારસરણી, ભાવનાત્મક પ્રતિભાવો અને કેટલીકવાર શારીરિક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Health Tips : Can the thumb-grip technique relieve anxiety (source Freepik)

હેલ્થ ટીપ્સ : શું થમ્બ-ગ્રિપ ટેકનીક ચિંતાને દૂર કરી શકે છે (સ્રોત ફ્રીપિક)

સોશિયલ મીડિયા પર રોજ નવું જાણવા મળે છે તે આપણું માનવ શરીર કેવી રીતે કાર્ય કરે છે તેની રસપ્રદ માહિતીથી પણ ભરેલું છે. અહીં એક એવી તકનીક વિષે વાત કરીશું જેમાં અંગૂઠા અને બન્ને હાથની આંગળીઓને એક બીજા સાથે જોડવાથી ચિંતા દૂર થઇ શકે છે. પ્રોફેશનલ હિપ્નોટિસ્ટ માઈક મેન્ડેલના જણાવ્યા અનુસાર, થમ્બ-ગ્રિપ ટેકનીક અંગૂઠામાં ધબકારા અનુભવવામાં મદદ કરે છે જે થોડીક સેકંડમાં તમારી "ચિંતા સંપૂર્ણપણે દૂર કરવામાં મદદ કરી શકે છે.''

Advertisment

મેન્ડેલે Instagram પર Mindsethub પેજ દ્વારા શેર કરેલ વિડિઓમાં આ વ્યક્ત કર્યું હતું.

શું આ ટેક્નિક મદદ કરે છે?

ડો. સંતોષ પાંડે, નિસર્ગોપચારક અને એક્યુપંક્ચરિસ્ટ, રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈએ જણાવ્યું હતું કે ''અંગૂઠા પર એક્યુપ્રેશરનો ઉપયોગ ચિંતાના લક્ષણોને દૂર કરવા માટેની તકનીક તરીકે થઈ શકે છે. ઘણીવાર ચિંતા અને રાહત સાથે સંકળાયેલ બિંદુ અંગૂઠાની સ્કિન પર, નખની નજીક સ્થિત છે. આ બિંદુ પર થોડી મિનિટો માટે હળવું દબાણ લાગુ કરવું અને ધીમા, ઊંડા શ્વાસ લેવાથી આરામ અને ચિંતા ઘટાડવામાં મદદ મળી શકે છે.''

આ પણ વાંચો: Health Tips : સદગુરુ ડાયટમાં વધુ પાણીયુક્ત ખોરાક લેવાની ભલામણ કરે છે, એક્સપર્ટેસએ કહ્યું..

Advertisment

જ્યારે એક્યુપ્રેશર થોડી રાહત આપી શકે છે, નિષ્ણાતો વિનંતી કરે છે કે તે યાદ રાખવું અગત્યનું છે કે "ગંભીર ચિંતામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.''

આ ટેક્નિક હળવી ચિંતામાં કેવી રીતે કામ કરે છે?

ડૉ. ગોરવ ગુપ્તા, સિનિયર કન્સલ્ટન્ટ, મનોચિકિત્સક, તુલસી હેલ્થકેર, ન્યૂ જણાવ્યું હતું કે, "ચિંતાનાં પ્રારંભિક તબક્કામાં અથવા હળવા તણાવ દૂર કરવા ,અંગૂઠાની પકડ ટેકનીક જેવી શારીરિક ક્રિયાઓમાં વ્યસ્ત રહેવાથી વિચલિત થઈ શકે છે અને ચિંતામાંથી રાહત થઈ શકે છે.''

ડૉ. ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ''પરંતુ જેમ જેમ અસ્વસ્થતા આગળ વધે છે અને તે વધુ જટિલ બને છે, તેમ તેમ થમ્બ-ગ્રિપ ટેકનિકની નોંધપાત્ર રાહત આપવાની ક્ષમતા શંકાસ્પદ બની જાય છે, ચિંતા એ માત્ર કામચલાઉ તણાવ અથવા હળવી ચિંતા જ નથી, તેમાં ઘણી વખત જટિલ વિચારસરણી, ભાવનાત્મક પ્રતિભાવો અને કેટલીકવાર શારીરિક પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. આવી જટીલ અને આંતરિક ચિંતા સાથે કામ કરવા માટે વધુ વ્યાપક સ્ટ્રેટેજીની જરૂર છે, જેમાં જ્ઞાનાત્મક-વર્તણૂકીય તકનીકો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ, ઉપચાર અથવા જ્યારે જરૂરી હોય ત્યારે દવાઓનો સમાવેશ થઈ શકે છે.''

આ પણ વાંચો: Olive Oil For Diabetes : ડાયબિટીસના દર્દીઓ માટે રામબાણ છે ઓલિવ ઓઇલ, ચુટકીમાં બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે

ડૉ. ગુપ્તાના જણાવ્યા અનુસાર, થમ્બ-ગ્રિપ ટેકનિકની અસરકારકતા ઘટતી જાય છે કારણ કે ચિંતા વધુ સ્પષ્ટ થાય છે કારણ કે તે "ચિંતાનાં મૂળ કારણોને સંબોધતી નથી અથવા વધુ તીવ્ર અને સતત બેચેન લાગણીઓનો સામનો કરવા માટે જરૂરી સાધનો પ્રદાન કરતી નથી". "જ્યારે શારીરિક ક્રિયાઓ અસ્વસ્થતાના અમુક પાસાઓને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે, ત્યારે વિવિધ તબક્કામાં ચિંતાનો સામનો કરવા માટે બહુપક્ષીય અભિગમ સામાન્ય રીતે વધુ અસરકારક છે.''

આમ, નિષ્ણાતો વિનંતી કરે છે કે વ્યાપક અને સ્થાયી રાહત માટે, સ્ટ્રેસ મેનેજમેન્ટના મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.માનસિક સ્વાસ્થ્યના ડોક્ટરની સલાહ લેવાથી વ્યક્તિની ચોક્કસ ચિંતાઓને અનુરૂપ વ્યક્તિગત માર્ગદર્શન મળી શકે છે.''

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips