શું તમે લાંબા સમયથી વાળ શુષ્કતા અને નબળા પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? તો તમે કુદરતી ઘટકોમાંથી બનાવેલા શેમ્પૂથી ઘરે જ તમારા વાળને મજબૂત બનાવી શકો છો. આ તમારા માટે સલામત છે, અહીં જાણો મેથી અને આમળા, અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ ઘરે શેમ્પૂ બનાવવાની સાથે કેવી રીતે કરવો જોઈએ?
બજારમાં શેમ્પુ મોંઘા મળે છે, મોટાભાગની પ્રોડક્ટસમાં કેમિકલ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના કારણે ક્યારેક વાળ નબળા પડવાની અને ખરવાની સમસ્યા ઉભી થાય છે, અહીં નેચરલ શેમ્પુની વાત કરી છે જે તમે ઘરે બનાવી શકો છો,
ઘરે શેમ્પુ બનાવાની ટિપ્સ (Tips For Making Shampoo At Home)
શિકાકાઈ અને અરીથા શેમ્પૂ
- 5 અરીઠા અને 5 શિકાકાઈના ટુકડા લો.
- તેમને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- બીજા દિવસે સવારે, આ મિશ્રણને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીનો રંગ ઘેરો ભૂરો ન થઈ જાય.
- આ મિશ્રણને ઠંડુ થવા દો અને તેને ગાળી લો.
- તેનો ઉપયોગ શેમ્પૂની જેમ કરો.
- આ શેમ્પુ વાળને ઊંડે સુધી સાફ કરે છે. વાળને ચમકદાર અને નરમ બનાવે છે.
- કુદરતી રીતે વાળનો વિકાસ વધારે છે.
આ પણ વાંચો: સ્કિન એલર્જી ની સમસ્યા સતાવી રહી છે? આ ઘરેલુ ઉપચાર આપશે રાહત
મેથી અને આમળા શેમ્પૂ
૨ ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો.બીજા દિવસે સવારે તેને પીસીને પેસ્ટ બનાવો.૨-૩ આમળા લો…તેના નાના ટુકડા કરો અને પાણીમાં ઉકાળો.આમળાના પાણીને ગાળી લો અને તેને મેથીની પેસ્ટ સાથે મિક્સ કરો.તૈયાર મિશ્રણને વાળના મૂળથી છેડા સુધી લગાવો.અડધા કલાક પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો.આ શેમ્પૂ ખોપરી ઉપરની ચામડીને પોષણ આપે છે અને ખોડો ઘટાડે છે.વાળને જાડા અને ચમકદાર બનાવે છે.





