આજકાલ ઘણા લોકો વાળ ખરવાની સમસ્યા (HairFall) અને વાળ અકાળે સફેદ થવાથી પીડાઈ રહ્યા છે. જો બજારમાં મળતા કેમિકલથી ભરેલા હેરકેર પ્રોડક્ટસને બદલે નેચરલ ઉકેલ શોધી શકાય, તો તે દરેક રીતે ફાયદાકારક રહેશે. વાળની સંભાળ માટે તુલસીના પાન, મેથી દાણા અને જાસુદના ફૂલ ખૂબ જ અસરકારક કુદરતી સામગ્રી છે. આ ઘટકોને નાળિયેર તેલમાં ભેળવીને બનાવવામાં આવેલું તેલ વાળ ખરતા અટકાવવા અને વાળ વધારવામાં મદદ કરે છે.
સામગ્રી
- એક કપ નાળિયેર તેલ
- મુઠ્ઠીભર તાજા તુલસીના પાન
- મુઠ્ઠીભર મેથીના દાણા
- 2-3 જાસુદના ફૂલો
કેવી રીતે બનાવવું?
- એક પેનમાં એક કપ નાળિયેર તેલ ગરમ કરો.
- તેલ થોડું ગરમ થાય એટલે તેમાં તુલસીના પાન અને મેથીના દાણા ઉમેરો.
- પછી તેમાં થોડા જાસુદના ફૂલો નાખો.
- તેલનો કલર થોડો ઘાટો થાય તે માટે તેને ઉકાળો.
- પછી ઉકળવાનું બંધ કરો અને તેલને ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને ગાળી લો અને તેને સ્વચ્છ બોટલમાં ભરી લો.
- જરૂર મુજબ ઉપયોગ કરો.
આ પણ વાંચો: દહીં અને ડુંગળી આયુર્વેદ અનુસાર સાથે લેવાના ફાયદા આડઅસરો
નેચરલ તેલનો ઉપયોગ કરવાના ફાયદા:
- વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે.
- હેરગ્રોથમાં મદદ કરે છે
- વાળ મજબૂત અને જાડા બને છે.
- વાળના અકાળ સફેદ થવાને અટકાવે છે
- કુદરતી ચમક પાછી આવે છે
- જો તમે વધુ સારા પરિણામો મેળવવા માંગતા હો, તો તમે આ બાબતે આયુર્વેદિક ડૉક્ટર અથવા નિષ્ણાતની મદદ લઈ શકો છો.
ઉપયોગના નિયમો:
અઠવાડિયામાં 1-2 દિવસ આ તેલને તમારા વાળ અને માથાની ચામડીમાં હળવા હાથે માલિશ કરો. પછી તેને 30-40 મિનિટ માટે રહેવા દો અને હળવા હર્બલ શેમ્પૂથી ધોઈ લો.





