કોઈ કોલેજન સપ્લિમેન્ટ્સ ની જરૂર નથી, ગ્લોઈંગ સ્કિન માટે એક ચમચી આ વસ્તુ પૂરતી છે!

સપ્લિમેન્ટ્સને બદલે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ સમજાવે છે કે તમે રસોડામાં ઉપલબ્ધ ઘીનો ઉપયોગ કરીને શરીરમાં કુદરતી રીતે કોલેજન ઉત્પન્ન કરી શકો છો.

સપ્લિમેન્ટ્સને બદલે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ સમજાવે છે કે તમે રસોડામાં ઉપલબ્ધ ઘીનો ઉપયોગ કરીને શરીરમાં કુદરતી રીતે કોલેજન ઉત્પન્ન કરી શકો છો.

author-image
shivani chauhan
New Update
Tips to produce collagen naturally

નેચરલ રીતે કોલેજન ઉત્પન્ન કરવાની ટિપ્સ બ્યુટી ટિપ્સ ગ્લોઈંગ સ્કિન લાઇફસ્ટાઇલ | Tips to produce collagen naturally beauty tips in gujarati Photograph: (Freepik)

Beauty Tips | જીવનશૈલી | આજકાલ મોટાભાગના લોકો ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે કોલેજન સપ્લિમેન્ટ્સ પર આધાર રાખે છે. કોલેજન (Collagen) શરીરમાં એક મહત્વપૂર્ણ પ્રોટીન છે જે સ્કિનની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને કરચલીઓ અટકાવવામાં મદદ કરે છે. 

Advertisment

સપ્લિમેન્ટ્સને બદલે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ સમજાવે છે કે તમે રસોડામાં ઉપલબ્ધ ઘીનો ઉપયોગ કરીને શરીરમાં કુદરતી રીતે કોલેજન ઉત્પન્ન કરી શકો છો. કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ જેવા સુપરસ્ટાર્સની હેલ્થ કેર પાછળ કામ કરતી શ્વેતાનો આ સૂચન હવે ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યું છે.

તમારી સ્કિનને ચમકદાર બનાવવા માટે કોલેજન સપ્લિમેન્ટ્સ પર આધાર રાખવાને બદલે, શ્વેતા બે મહિના અથવા 8 થી 9 અઠવાડિયા સુધી દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી ભેળવીને લેવાનું સૂચન કરે છે. શ્વેતાએ ધ મમતા પોડકાસ્ટ પર વ્યક્ત કર્યું કે "જો તમે આ કરશો, તો તમને ખબર પડશે કે તમને કોલેજન સપ્લિમેન્ટ્સની જરૂર રહેશે નહીં. જો તમે તેનો પ્રયાસ કરશો, તો તમને આઠમા કે નવમા અઠવાડિયા સુધીમાં ફરક દેખાશે. તમને ફક્ત 3-4 અઠવાડિયામાં ફરક દેખાશે નહીં કારણ કે શરીર આ રીતે કાર્ય કરે છે.''

સારી સ્કિન માટે તમે કોળાનો સૂપ અને ગાજરનો સૂપ ખાઈ શકો છો, જે બીટા-કેરોટીનથી ભરપૂર હોય છે. શ્વેતાએ કહ્યું કે શરીરના સ્વભાવ અને બંધારણના આધારે પરિણામો વ્યક્તિએ વ્યક્તિએ બદલાશે.

Advertisment

નેચરલ રીતે કોલેજન ઉત્પન્ન કરવાની ટિપ્સ કેટલી અસરકારક?

ઘી પ્રાચીન કાળથી ભારતીય આહારનો એક ભાગ રહ્યું છે. ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂર કહે છે કે "ઘી વિટામિન ડી, એ, ઇ અને કે જેવા ચરબી-દ્રાવ્ય વિટામિન્સના શોષણને વધારે છે. આ વિટામિન્સ હાડકાના સ્વાસ્થ્યને જાળવવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હોર્મોનલ સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઘીમાં રહેલી કુદરતી ચરબી ખાતરી કરે છે કે આ વિટામિન્સનો અસરકારક રીતે ઉપયોગ થાય છે.''

ઘીમાં વિટામિન K અને A હોય છે, જે સ્કિનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઝૈનોવા શાલ્બી હોસ્પિટલના ડાયેટિશિયન જીનલ પટેલે જણાવ્યું કે "વિટામિન K કોલેજનનું સરળ પ્રોડકશન સુનિશ્ચિત કરે છે, એક પ્રોટીન જે સ્કિનને ઝૂલતી અટકાવે છે અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. ટૂંકમાં લાઇફસ્ટાઇલના અન્ય ફેરફારો સાથે ખોરાકમાં ઘીનો સમાવેશ કરવાથી સારી સ્કિન જાળવવામાં મદદ મળે છે.''

જોકે નિષ્ણાતો કહે છે કે ક્લિનિકલ સંશોધનમાં એવા બહુ ઓછા સીધા પુરાવા છે કે ખાલી પેટે ઘી ખાવાથી કોઈ માપી શકાય તેવી અસરો થાય છે. નિષ્ણાતો આપણને યાદ અપાવે છે કે તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું મહત્વપૂર્ણ છે. ડૉ. કપૂરે કહ્યું કે "વ્યાયામ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે સંતુલિત આહારમાં ઘીનો સમાવેશ કરવાથી તમને તેના સંપૂર્ણ ફાયદાઓ મેળવવામાં મદદ મળશે.''

ઘીનું સેવન સંયમિત માત્રામાં કરવામાં સાવચેત રહો. તમારે સ્વસ્થ સ્કિનકેર અંગેની તમારી ચિંતાઓ ડૉક્ટર સાથે શેર કરવી જોઈએ અને સલાહ લેવી જોઈએ.

જીવનશૈલી beauty tips