/indian-express-gujarati/media/media_files/2026/01/15/rice-from-bugs-and-weevils-2026-01-15-15-43-38.jpg)
ચોખામાં જીવાત ના પડે તે માટેના ઘરેલું ઉપાયો Photograph: (એઆઈ જનરેટ)
chawal me kide lagne se kaise bachaye : ચોખા દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. આ કિસ્સામાં તેને સ્ટોર કરવા ઘણી સામાન્ય વાત છે. ઘણી વખત લોકો એ વાતને લઇને પરેશાન રહે છે કે ચોખાને જંતુઓ, જીવાત અથવા નાના સફેદ કીડાથી ચોખાને કેવી રીતે સુરક્ષિત રાખવા. જ્યારે પણ ચોખામાં કીડા પડી જાય છે, ત્યારે તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે.
જો તેમની સંખ્યા ઓછી હોય તો તેને સાફ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ જો વધુ હોય તો લોકો ચોખા કાઢી નાખે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ચોખાને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો. એ પણ જાણીશું કે ચોખામાં શું મૂકવાથી જીવાત પડતી નથી.
ચોખામાં લવિંગ ઉમેરો
ચોખાને જીવાતથી બચાવવા માટે તમે તેમાં લવિંગને મૂકી શકો છો. તે કુદરતી રીતે જંતુ દૂર કરે છે. જ્યારે પણ તમારે ચોખા સ્ટોર કરવાની જરૂર હોય ત્યારે મધ્યમાં 10-15 લવિંગને મૂકો. આમ કરવાથી ચોખામાં ભેજ આવતો અટકાવશે અને જંતુઓ પણ દૂર રહેશે. લવિંગની સુગંધ ચોખામાં જંતુઓ, જીવાત અથવા કીડા પેદા કરશે નહીં. લવિંગ ખાવા માટે પણ સુરક્ષિત છે. આવી સ્થિતિમાં જો તે ક્યારેક ભાત સાથે પકાઇ જોય તો પણ કોઈ સમસ્યા નહીં હોય.
લીમડાના પાન
લાંબા સમય સુધી જંતુઓથી ચોખાને બચાવવા માટે તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેમાં કુદરતી જંતુ ભગાડવાના ગુણો છે. લીમડાના પાનને ચોખામાં ઉમેરતા પહેલા હંમેશા પાણીથી ધોઈને સૂકવો. તે પછી જ ચોખાની વચ્ચે મુકો. તેમાં ભેજ ન હોવો જોઈએ. જો તમે ઇચ્છો તો તમે લીમડાના પાનને પીસીને તેની નાની ગોળીઓ બનાવી શકો છો અને તેને ચોખામાં મૂકી શકો છો.
પોટલી બનાવીને રાખો
ચોખાને જીવાત અને જંતુઓથી બચાવવા માટે તમે જાદુઈ પોટલી બનાવી શકો છો અને તેને તેમાં મૂકી શકો છો. આ માટે તમારે હળદર, એલાઇચી, લવિંગ, તજ, પાતળા સુતરાઉ કાપડ, દોરા અથવા રબર બેન્ડની જરૂર પડશે. પોટીલી બનાવવા માટે પાતળું સુતરાઉ કપડું લો. તેને બે-ત્રણ સ્તરોમાં વાળી લો. હવે તેમાં હળદર પાવડર, 2-3 એલચી, 4-5 લવિંગ અને તજનો એક નાનો ટુકડો નાખો. આ પછી તેને ફોલ્ડ કરો અને પોટલીબાંધી લો. તેને ચોખાની વચ્ચે મૂકો. તેની સુગંધ તમામ પ્રકારના જંતુઓને ચોખાથી દૂર રાખશે.
આ પણ વાંચો - ઘી કે તેલ વજન ઘટાડવા માટે કયું છે બેસ્ટ? જાણો અહીં
લાલ મરચા અથવા લસણ
ચોખાને લાંબા સમય સુધી સાચવવા માટે તમે લાલ મરચું અથવા લસણનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે 5 લાલ મરચાં લઈ શકો છો અથવા છોલ્યા વગરનું લસણ લઈ શકો છો અને તેને ચોખાની વચ્ચે મૂકી શકો છો. આમ કરવાથી ચોખામાં કીડા પડતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us