Reduce Humidity at Home: વરસાદના કારણે ઘરમાં ભેજ વધી ગયો છે, જાણો દૂર કરવાના 7 ઉપાય

Top 7 Tips to Reduce Humidity in Your Home During Monsoon : જો ચોમાસામાં ઘરમાં ભેજ વધી ગયો હોય તો તેને દૂર કરવા માટે આ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ. જે ઘરમાં ફેલાયેલા ભેજ અને ચીકાસને દૂર કરવામાં મદદ કરશે

Top 7 Tips to Reduce Humidity in Your Home During Monsoon : જો ચોમાસામાં ઘરમાં ભેજ વધી ગયો હોય તો તેને દૂર કરવા માટે આ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ. જે ઘરમાં ફેલાયેલા ભેજ અને ચીકાસને દૂર કરવામાં મદદ કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Best Ways to Reduce Humidity in Home, Reduce Humidity at Home

Tips to Reduce Humidity in Home During Monsoon : ચોમાસામાં ભેજ વધી જાય છે. તેની અસર ઘરમાં પણ દેખાય છે અને દિવાલોથી લઈને ઘરના ફ્લોર સુધી ભેજ રહે છે (Pics : Freepik)

Tips and Tricks to Lower Humidity in Your House: વરસાદની સિઝન શરુ થઇ ગઇ છે. ચોમાસામાં ભેજ વધી જાય છે. તેની અસર ઘરમાં પણ દેખાય છે અને દિવાલોથી લઈને ઘરના ફ્લોર સુધી ભેજ રહે છે. ચીકાસ બધે અનુભવાય છે અને આ જ કારણ છે કે ઘરમાં બેક્ટેરિયા વધવા લાગે છે. જે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. જો ઘરમાં ભેજ વધી ગયો હોય તો તેને દૂર કરવા માટે આ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ. જે ઘરમાં ફેલાયેલા ભેજ અને ચીકાસને દૂર કરવામાં મદદ કરશે.

Advertisment

એક્ઝોસ્ટ ફેન મહત્વપૂર્ણ છે

રસોડું, બાથરૂમ જેવી જગ્યાએ લાગેલા એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. જેથી ઘરમાં ઉત્પન્ન થતો ભેજ બહાર નીકળી શકે. ઘરના જે રૂમમાં અથવા ભાગોમાં ભેજ હોય ​​ત્યાં વેન્ટિલેશન માટે એક્ઝોસ્ટ ફેન લગાવો અને ચાલુ રાખો. જેથી ભેજ સરળતાથી બહાર નીકળી શકે.

એસી ચલાવો

જો તમે ઘરમાં ભેજ દૂર કરવા માંગતા હો, તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એસી ચાલુ રાખો. આનાથી રૂમમાં ભેજ દૂર થશે અને રૂમ પણ ઠંડો રહેશે.

રૂમમાં મીઠું રાખો

મીઠું ઝડપથી ભેજ શોષી લે છે. સેંધાલુણ મીઠાના મોટા ટુકડા લાવો અને તેને રૂમમાં એક ડબ્બામાં રાખો અને ઢાંકણ ખોલો. મીઠાના ટુકડા ભેજ શોષવામાં મદદ કરશે.

Advertisment

બારીઓ ખુલ્લી રાખો

જો ઘરમાં બારીઓ હોય તો તેને ખુલ્લી રાખો. જેથી બહારથી તાજી હવા મળે અને ઘરમાં ઉત્પન્ન થતો ભેજ બહાર નીકળી શકે.

આ પણ વાંચો - વરસાદ આવતા જ ઘઉંમાં પડવા લાગે છે જીવાત, આ 5 દેશી ઉપાયો અજમાવો આસપાસ પણ નહીં ભટકે

ડિહ્યુમિડિફાયરથી ભેજ દૂર થશે

બજારમાં ભેજ દૂર કરતા ડિહ્યુમિડિફાયર ઉપલબ્ધ છે. જે રૂમમાંથી બધો ભેજ દૂર કરશે અને ઘરને સૂકું અને ઠંડુ રાખશે.

લીકેજ ઠીક કરાવો

વરસાદ દરમિયાન ઘરની પાઇપલાઇન, ગટર અને લીકેજનું સમારકામ કરાવો. જેથી પાણી એકઠું ન થાય અને ઘરની દિવાલો અને ફ્લોર પર ભીનાશ ન ફેલાય.

ફિનાઇલનો ઉપયોગ કરો

મોટાભાગના લોકોને ફિનાઇલની ગંધ ગમતી નથી, પરંતુ ફિનાઇલથી ઘરને સાફ કરવાથી જંતુઓ અને બેક્ટેરિયા દૂર થાય છે. ઉપરાંત ફ્લોર પરનો ભેજ પણ સમાપ્ત થાય છે.

ચોમાસું જીવનશૈલી વરસાદ