Today history 3 August: આજે 3 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને રાષ્ટ્રીય તરબૂચ દિવસ ઉજવાય છે. વર્ષ 1994માં આજની તારીખે ભારતમાં દેવીરામ નામના વ્યક્તિની સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2004માં આજના દિવસે અમેરિકન અવકાશયાન મેસેન્જર બુધ ગ્રહ માટે રવાના કર્યુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
3 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1347 – અલાઉદ્દીન બહમન શાહે બહમની સલ્તનત (1317–1518)ની સ્થાપના કરી.
- 1749 – ચંદા સાહિબે અંબરના યુદ્ધમાં કર્ણાટકના તત્કાલિન નવાબ અનવરુદ્દીનને હરાવ્યો અને તેનો અંત લાવ્યો.
- 2000 – બ્રિટનની ‘ક્વીન મધર’એ તેમની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી.
- 2004 – અમેરિકન અવકાશયાન મેસેન્જર બુધ માટે રવાના થયું.
- 2006 – અમેરિકાએ કહ્યું કે,. તે યુરેનિયમ સંવર્ધનમાં ભારતને મદદ કરશે નહીં.
- 2007 – રશિયન અવકાશયાન પ્રોગ્રેસ M-61 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું તેની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયું. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક ટ્રેન દુર્ઘટનામાં 100 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો | 2 ઓગસ્ટનો ઇતિહાસ : દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ, વિજય રૂપાણી અને પિંગલી વેંકૈયાનો જન્મદિન
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે (Heart Transplant Day)
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે (Heart Transplant Day) ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટે ઉજવાય છે. ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ, 1994ના રોજ થઇ હતી. તેથી જ આ મહાન સિદ્ધિને ધ્યાનમાં રાખીને ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટના રોજ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે એટલે કે હૃદય પ્રત્યારોપણ દિવસ ઉજવવામાં આવે છે. ભારતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પી. વેણુગોપાલના નેતૃત્વમાં ભારતીય ડોકટરોની ટીમ દ્વારા પ્રથમ હૃદય પ્રત્યારોપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ સફળ સર્જરીમાં 20 સર્જનોએ ફાળો આપ્યો હતો અને 59 મિનિટમાં સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દેવીરામ નામના વ્યક્તિની કરવામાં આવી હતી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બાદ તે 15 વર્ષ જીવ્યો હતો. આ અગાઉ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે વિદેશ જવું પડતું હતું. એક પ્રાથમિક અંદાજ મુજબ વિશ્વમાં દર વર્ષે સરેરાશ 10 હજાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે, જેમાં મોટા ભાગની સર્જરી ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે.
આ પણ વાંચો | 1 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સ્તનપાન સપ્તાહ, મીના કુમારીનો જન્મદિન
રાષ્ટ્રીય તરબૂચ દિવસ (world watermelon day)
રાષ્ટ્રીય તરબૂચ દિવસ ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટના રોજ દિવસ ઉજવાય છે. તરબૂચ ખાવાથી શરીરને થતા ફાયદાના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 1972માં ભારત સરકાર દ્વારા આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટ, 1972 ના રોજ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તરબૂચ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો | 31 જુલાઇનો ઇતિહાસ : ઉધમસિંહ શહીદ દિવસ, વિશ્વ રેન્જર્સ દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- શાંતનુ ઠાકુર (1982) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી
- લવલી ચૌબે (1980) – ભારતની મહિલા લૉન બોલ ટીમની ખેલાડી
- શશિકલા (1933) – ભારતીય હિન્દી સિનેમાની પ્રખ્યાત ખલનાયિકા
- મૈથિલીશરણ ગુપ્તા (1846) – હિંદી ભાષાના કવિ.
- શ્રીપ્રકાશ (1890) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને પાકિસ્તાનમાં પ્રથમ હાઈ કમિશનર
- શકીલ બદાયુની (1916) – ભારતીય ગીતકાર અને કવિ
- અપૂર્વા સેનગુપ્તા (1939) – ભારતીય ક્રિકેટર.
- બલવિંદર સંધુ (1956) – ભારતીય ક્રિકેટર.
- ગોપાલ શર્મા (1960) – ભારતીય ક્રિકેટર.
- સુનીલ છેત્રી (1984) – ભારતીય ફૂટબોલ ખેલાડી.
- બાબા હરભજન સિંહ (1941) – ભારતીય સેનાના સૈનિક.
- છન્નુલાલ મિશ્રા (1936) – ભારતીય શાસ્ત્રીય ગાયક
- વિશ્વ ભૂષણ હરિચંદન (1934) – આંધ્ર પ્રદેશના રાજ્યપાલ
- જયદેવ (1919) – ભારતીય સંગીતકાર.
- રોહિત મહેતા (1908) – પ્રખ્યાત સાહિત્યકાર, વિચારક, લેખક, ફિલસૂફ, ટીકાકાર અને સ્વાતંત્ર્ય સેનાની હતા.
આ પણ વાંચો | 30 જુલાઇનો ઇતિહાસ : વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- મિથલેશ ચતુર્વેદી (2022) – એક ભારતીય ફિલ્મ અને ટીવી કલાકાર હતા.
- સ્વામી ચિન્મયાનંદ (1993) – ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક વિચારક અને વેદાંત ફિલસૂફીના વિદ્વાન.
- સીએમ પુનાચા (1990)- સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- બનારસી દાસ (1985) – ભારતના સ્વાતંત્ર્ય સેના.
- ત્રિભુવન નારાયણ સિંહ (1982) – એક ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
- મુહણોત નૈણસી (1670)- રાજસ્થાનના વ્યવસ્થિત ઇતિહાસ લેખનના પ્રથમ ઇતિહાસકાર હતા.
આ પણ વાંચો | 29 જુલાઇનો ઇતિહાસઃ વિશ્વ વાઘ દિવસ – દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં