/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Tomato-Soup-Recipe.jpg)
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે સૂપ, જાણો ટામેટા સૂપ રેસીપી
Tomato Soup Recipe, ટામેટા સૂપ રેસીપી | શિયાળો (Winter) શરૂ થઇ ગયો છે. આ સીઝનમાં ગરમ ગરમ ટામેટા સૂપ અને અન્ય વેજીટેબલ સૂપ પીવાના મજા કંઈક અલગ છે, આજની ફાસ્ટ લાઈફમાં લોકો હેલ્ધી અને ટેસ્ટી ફૂડની શોધમાં હોય છે, જો તમે પણ વેઇટ લોસ (Weight Loss) કરવા માંગો છો, તો હેલ્ધી અને ફાયદાકારક ટમેટા સૂપનો તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો. આ સૂપ વેઇટ લોસમાં મદદ કરવા ઉપરાંત તે શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો પણ પ્રદાન કરે છે, આ સૂપ બનાવવો પણ ખૂબ જ સરળ છે, અહીં સરળ અને હેલ્ધી ટામેટા સૂપ રેસીપી (Tomato Soup Recipe)
શિયાળામાં ટામેટા સૂપ, બીટનો સૂપ અને અન્ય લીલા શાકભાજીમાંથી ઘણા પ્રકારના સૂપ બનાવામાં આવે છે આ સૂપ વેઇટ લોસમાં મદદ કરે છે આ ઉપરાંત શિયાળામાં ઇમ્યુનીટી વધારે છે અને સીઝનલ બીમારીઓથી દૂર રાખે છે.
સામગ્રી
- 4-5 ફ્રેશ ટામેટાં
- 1 ઝીણી સમારેલી નાની ડુંગળી
- 1 ટીસ્પૂન સમારેલ આદુ
- 1 ટીસ્પૂન સમારેલું લસણ
- 1 ચમચી ઓલિવ ઓઈલ અથવા ઘી
- 1/2 ચમચી કાળા મરી
- 1/2 ચમચી સ્વાદ મુજ મીઠું
- 1/4 ચમચી ખાંડ (વૈકલ્પિક)
- 1 કપ પાણી
- 1 ચમચી ઓરેગાનો (વૈકલ્પિક, સ્વાદ માટે)
- 1 ચમચી સમારેલ કોથમીર લીલા ધાણા (ગાર્નિશ માટે)
આ પણ વાંચો: કોથમીર દાળ શાકમાં ક્યારે નાંખવી, બનાવ્યા પછી કે પીરસતા પહેલા? 90 ટકા લોકો નથી જાણતા સાચી રીત
ટામેટા સૂપ રેસીપી - Tomato Soup Recipe
- ટામેટાં ઉકાળો : સૌ પ્રથમ ટામેટાંને સારી રીતે ધોઈ લો, તેને સમારીલો અને તેને બાફી નાખો. જ્યારે ટામેટાં સારી રીતે બફાઈ જાય ત્યારે તેને ઠંડુ કરો, છાલ કાઢી લો અને તેને મિક્સરમાં સારી રીતે પીસી લો.
- ડુંગળી, લસણ અને આદુને સાંતળો : એક કડાઈમાં ઓલિવ ઓઇલ અથવા ઘી ગરમ કરો, તેમાં બારીક સમારેલી ડુંગળી, લસણ અને આદુ નાખીને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
- ટામેટાને પેસ્ટ ઉમેરો : હવે પેનમાં ગ્રાઇન્ડ ટામેટાની પેસ્ટ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને થોડીવાર થવા દો.
- બધા મસાલા ઉમેરો : હવે કાળા મરી, મીઠું અને ખાંડ ઉમેરો, જો તમે ઇચ્છો તો તમે ઓરેગાનો પણ ઉમેરી શકો છો, આ સૂપને એક અલગ સ્વાદ આપશે.
- પાણી ઉમેરો અને ઉકાળો : સૂપને પાતળું કરવા માટે, 1 કપ પાણી ઉમેરો, તેને સારી રીતે ઉકળવા દો, જ્યારે સૂપ સારી રીતે ઉકળે, બરોબર થઇ જાય એટલે ગેસ બંધ કરો.
- ગાર્નિશિંગ : ગાર્નિશિંગ માટે તમે સૂપને બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
એવું કહેવાય છે કે, શિયાળામાં શરીરનું ધ્યાન રાખવામાં આવે અને ગરમ સૂપ કે વસાણા ખાવામાં આવે તો આખું વરસ એની અસર રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us