/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/tomatoes-and-blood-pressure-connection.jpg)
ટામેટાં બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે? જાણો એક્સપર્ટે અભ્યાસમાં શું કહ્યું? (Photo : Canva)
ઘણા લોકો એ વાતથી અજાણ છે કે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure)અને લો બ્લડ પ્રેશર (Low Blood Pressure) બંને સમસ્યા મુખ્યત્વે નબળી લાઇફસ્ટાઇલને કારણે થાય છે. કાર્ડિયોલોજી, ડૉ. નિશિથ ચંદ્રાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "હું બ્લડ પ્રેશરના નવા દર્દીને માટે તરત જ દવા લખતો નથી, પરંતુ ડાયટ(Diet) માં ફેરફાર કરીને અને કસરત કરવાનું અને બેથી ત્રણ અઠવાડિયા સુધી લાઇફસ્ટાઇલ (Lifestyle) માં ફેરફાર કરવા કહું છું." તમે માનશો નહીં, પરંતુ મારા 30 ટકા દર્દીઓ લાઇફસ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરી બ્લડ પ્રેશર પાછું કંટ્રોલમાં લાવવા મેનેજ કરે છે. પરંતુ જ્યારે લાઇફસ્ટાઇલમાં ફેરફાર થવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં થતું નથી, ત્યારે વ્યક્તિએ દવા તરફ વળવું જોઈએ. અહીં જાણો ટામેટા (tomato) અને બ્લડપ્રેશર (Blood Pressure) વચ્ચે ખરેખર શું સંબંધ છે?, અભ્યાસ આવું કહે છે,
ટામેટાં અને બ્લડપ્રેશર વચ્ચે શું સંબંધ?
યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ વધુ ટામેટાં ખાય છે તેઓને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ત્રીજા ભાગ જેટલું ઓછું થઈ જાય છે. ટામેટાં ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે થાય છે. અભ્યાસ મુજબ, જેઓ વધુ ટામેટાં ખાય છે તેમને હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ ઓછા ટામેટાં ખાનારા કરતાં 36 ટકા ઓછું હતું. ટામેટાંનો મધ્યમ ખાવાથી પણ જોખમ ઓછું હતું જે લોકો પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશર ધરાવે છે, ખાસ કરીને સ્ટેજ 1 હાયપરટેન્શન ધરાવતા લોકોમાં બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદાકારક સાબિત થયું છે.
આ પણ વાંચો: શિયાળમાં પેટની સમસ્યાથી લઇ શરદી ઉધરસમાં રામબાજ ઈલાજ આ ‘લીલા પાન’
ટામેટા બ્લડ પ્રેશરને કેવી રીતે અસર કરે?
એક્સપર્ટે કહ્યું, ''હાઈ બ્લડ પ્રેશર ખોરાકમાં વધુ પડતા સોડિયમને કારણે થાય છે. એટલા માટે અમે દર્દીઓને તેમના મીઠાના સેવનને મર્યાદિત કરવા કહીએ છીએ. તમારું કુલ દૈનિક સોડિયમનું સેવન 1,500-2,000 મિલિગ્રામ (mg) થી વધુ ન હોવું જોઈએ. પોટેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ પ્રેશર પર સોડિયમની અસર ઘટાડી શકાય છે. ટામેટાં પોટેશિયમનો સારો સ્ત્રોત છે.''
ટામેટાંમાં લાઇકોપીન પણ હોય છે, જે એન્ડોથેલિયમ અથવા રક્ત વાહિનીઓની દિવાલોને મજબૂત બનાવે છે. તે એન્ડોથેલિયમમાં નાઈટ્રિક ઓક્સાઇડની રચનાને પ્રોત્સાહન આપે છે. આ લોહીના પ્રવાહમાં સુધારો કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. ટામેટાં એન્જીયોટેન્સિન 2 નું ઉત્પાદન પણ ઘટાડે છે, જેના કારણે રક્તવાહિનીઓ સાંકડી થાય છે, જે હૃદયને લોહી બહાર ધકેલવાનું કામ ઘટાડી શકે છે.
આ પણ વાંચો: Amla Benefits: દરરોજ એક બાફેલા આમળાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે?
ટામેટાંનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ. જો તમે તેમાં મીઠું નાખો છો અથવા તેને વધુ પકાવો છો, તો તેમના પોષકતત્વો નાશ પામે છે, તેથી ભારતીયો તેમના ડાયટ માં ટામેટાંનો ઘણો ઉપયોગ કરે છે, તેમ છતાં તેમને પોષક લાભો મળતા નથી.
ટામેટાના સલાડ પર મીઠું છાંટવાથી પણ તેનું પોષણ મૂલ્ય નાશ પામે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે સૌથી અનુકૂળ ડાયટ ટામેટાં કાચા ખાવાનું છે. વધુમાં વધુ, તમે ઓલિવ ઓઇલ સાથે ટામેટાં ખાઈ શકો છો. કસરત અને ઊંઘની સાથે તમારા ડાયટમાં ટામેટાંનો યોગ્ય સમાવેશ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ચોક્કસપણે મદદ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us