Best Places To Visit During Christmas In India: ક્રિસમસ નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોનો મનપસંદ તહેવાર છે. ક્રિસમસની સૌ કોઇ આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે બાળકો સ્કૂલ વેકેશન અને ઓફિસ વેકેશનની રાહ જોવાઇ છે. બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ રજાઓમાં ક્યાંકને ક્યાંક ફરવા જવાનો પ્લાન કરે છે. ઘણા લોકો હોલીડે વેકેશનમાં બરફાચ્છાદિત સ્થળોએ જવાનું પસંદ કરે છે. આ રજાઓમાં તમે બરફથી ઢંકાયેલા પહાડો પર જઈને ક્રિસમસની ઉજવણી કરી શકો છો. અહીં ક્રિસમસ સેલિબ્રેશન ભારતમાં બરફથી ઢંકાયેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.
શિમલા, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશનું શિમલા પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તમે અહીં નાતાલની રજામાં ફરવા જઈ શકો છો. શિમલા હિલ સ્ટેશન બ્રિટિશ યુગથી ખૂબ પ્રખ્યાત છે. ક્રિસમસના અવસર પર તમે અહીંના પ્રખ્યાત ચર્ચ ક્રાઈસ્ટ ચર્ચમાં પ્રાર્થના કરી શકો છો.
મનાલી, હિમાચલ પ્રદેશ
મનાલી હિલ સ્ટેશન પણ હિમાચલ પ્રદેશનું પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ છે. મનાલી બરફથી ઢંકાયેલા પર્વતો અને એડવેન્ચર માટે પ્રખ્યાત છે. અહીં માત્ર દેશ માંથી જ નહીં પણ વિદેશમાંથી લોકો હિમવર્ષાની મજા માણવા માટે આવે છે. આ શહેર તેના બરફથી ઢંકાયેલા દૃશ્યો અને વિવિધ બજારો અને તેની ઉજવણી માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમે સરળતાથી દેશના તમામ સ્થળોથી પહોંચી શકો છો. તમે હવાઈ માર્ગે પણ અહીં પહોંચી શકો છો.
મસૂરી, ઉત્તરાખંડ
પહાડોની રાણી નામથી પ્રખ્યાત મસૂરીમાં પણ તમે ક્રિસમસની ઉજવણી કરી શકો છો. અહીં તમે તમારા મિત્રો સાથે જઈ શકો છો. અહીં તમે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સાથે મળીને કરી શકો છો. દર વર્ષે અહીં દૂર દૂરથી લાખો પ્રવાસીઓ આવે છે. ખરેખર, અહીંનું ક્રાઇસ્ટ ચર્ચ મસૂરીનું સૌથી લોકપ્રિય ચર્ચ છે.
આ પણ વાંચો | વીઝા પાસપોર્ટ વગર ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ, આ દેશમાં કરો નવા વર્ષની ઉજવણી
ગુલમાર્ગ
ગુલમર્ગ જમ્મુ-કાશ્મીરનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. બરફના શોખીનો માટે તે ઘણી સારી જગ્યા છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બરફવર્ષા થાય છે, જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. ક્રિસમસની ઉજવણી માટે આ એક વધુ સારું સ્થળ છે. સેન્ટ મેરી ચર્ચ અહીં ખૂબ પ્રખ્યાત છે, જ્યાં તમે પ્રાર્થના કરી શકો છો.