Health Tips :પરફ્યુમ રોજ છાંટો છો? તો જાણો તેમાં આવતા આ ખતરનાક ઝેરી પદાર્થ વિષે, કેવી છે પ્રજનન સ્વાસ્થ્ય પર અસર?

Health Tips : ENDO 2023માં રજૂ થયેલ ઉંદરો પરના અભ્યાસ મુજબ, ''શિકાગો, ઇલમાં એન્ડોક્રાઈન સોસાયટીની વાર્ષિક મીટિંગમાં, આ એક ખતરનાક કેમિકલના પ્રિનેટલ એક્સપોઝર, ગર્ભના સમયગાળા દરમિયાન જરૂરી સેક્સ હોર્મોન્સના લેવલને અસર કરી શકે છે. વધુમાં અહીં વાંચો.

Health Tips : ENDO 2023માં રજૂ થયેલ ઉંદરો પરના અભ્યાસ મુજબ, ''શિકાગો, ઇલમાં એન્ડોક્રાઈન સોસાયટીની વાર્ષિક મીટિંગમાં, આ એક ખતરનાક કેમિકલના પ્રિનેટલ એક્સપોઝર, ગર્ભના સમયગાળા દરમિયાન જરૂરી સેક્સ હોર્મોન્સના લેવલને અસર કરી શકે છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Health Tips link perfume's substance phthalate and affecting reproductive health

Health Tips In Gujarati : પરફ્યુમ રોજ છાંટો છો? તો જાણો તેમાં આવતા આ ખતરનાક ઝેરી પદાર્થ વિષે, કેવી છે પ્રજનન સ્વાસ્થ્ય પર અસર?

આપણે બધાને પરફ્યુમ છાંટવો ગમે છે. ન માત્ર પરફેક્ટ સુગંધ માટે પરંતુ તાજગી ઉમેરવા માટે આપણા લિવિંગ રૂમમાં કેટલાક સારા એર ફ્રેશનરનો છંટકાવ કરવાનું પસંદ કરીએ છીએ. પરંતુ શું કદી વિચાર્યું છે કે આ પ્રેક્ટિસ આપણા પ્રજનન સ્વાસ્થ્યને અસર કરી શકે છે? નહિ ને!! અહીં વાંચો,

Advertisment

જૂન 2023 માં થયેલ એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ''પરફ્યુમ, લોન્ડ્રી ડિટર્જન્ટ અને એર ફ્રેશનરમાં જોવા મળતા ફેથલેટ પદાર્થ સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો તરફ દોરી શકે છે જે તેમની ભવિષ્યમાં પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે.''

ENDO 2023માં રજૂ થયેલ ઉંદરો પરના અભ્યાસ મુજબ, ''શિકાગો, ઇલમાં એન્ડોક્રાઈન સોસાયટીની વાર્ષિક મીટિંગમાં, ફેથલેટ નામના કેમિકલના પ્રિનેટલ એક્સપોઝર, ગર્ભના સમયગાળા દરમિયાન જરૂરી સેક્સ હોર્મોન્સના સ્તરને અસર કરી શકે છે. આ સમયે લેવલમાં આ વિક્ષેપો પ્રજનન એબ્નોર્માલિટીનું કારણ બની શકે છે જે પુખ્તાવસ્થા સુધી સ્પષ્ટ ન હોઈ શકે.''પુરૂષોને પણ અસર કરી શકે છે, નિષ્ણાતો સૂચવે છે કે ટેસ્ટોસ્ટેરોનના લેવલ પર અસરને કારણે વ્યક્તિની સેક્સ ડ્રાઇવને અસર કરી શકે છે.

આ પણ વાંચો: Skincare Tips For Festival : તહેવારોમાં ગ્લોઈંગ સ્કિન માટે દાડમનું આ પેક લગાવો, આ રીતે બનાવો ફેસપેક

Advertisment

એક્સપર્ટે કહ્યું છે કે અભ્યાસ દર્શાવે છે કે ''ફેથલેટ પુરૂષ પ્રજનનના એન્ડ્રોજન કંટ્રોલ વિકાસને અવરોધે છે એવું પણ જોવામાં આવ્યું છે કે ફેથલેટ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે, જાતીય બિહેવિયરને નબળી પાડે છે, શુક્રાણુના પ્રોડકશનમાં ઘટાડો કરે છે અને એપિડીડાયમલ શુક્રાણુઓની સંખ્યાને ઘટાડે છે, જેનાથી શુક્રાણુજન્ય અને પુરુષ પ્રજનનક્ષમતાને ડેમેજ કરી શકે છે.''

કોલોન્સ, ડિઓડોરન્ટ્સ અને શેમ્પૂ સહિત વિવિધ પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં સુગંધની તરીકે ફેથલેટનો વારંવાર ઉપયોગ થાય છે. ગાયનેકોલોજિસ્ટએ સમજાવ્યું કે, ટ્રેડ સિક્રેટ પ્રોટેક્શનને કારણે હંમેશા પ્રોડક્ટના લેબલ પર ફ્રેગરન્સમાં યુઝ થતી સામગ્રીની લિસ્ટ હોતી નથી, જેના કારણે ગ્રાહકો માટે તે જાણવું પડકારજનક બને છે કે કઈ પ્રોડક્ટ્સમાં ફેથલેટ છે.

એક્સપર્ટ અનુસાર, ''ફેથલેટ પુરુષોમાં ડાયાબિટીસ મેલીટસ, હાયપરટેન્શન અને સ્થૂળતા વધારવામાં પણ ફાળો આપે છે, જે ટેસ્ટોસ્ટેરોન લેવલ, સેક્સ ડ્રાઇવ અને પ્રજનન ક્ષમતાને વધુ અસર કરે છે.''

જ્યારે ફેથલેટ એક્સપોઝર અને ટેસ્ટોસ્ટેરોનના લેવલમાં ફેરફાર વચ્ચે સંભવિત લિંકના પુરાવા છે, ત્યારે ચોક્કસ ટેવ અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરોનો હજુ પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.કેટલાક સંશોધકો અને આરોગ્ય નિષ્ણાતો આ રસાયણોના સંપર્કની સંચિત અસર વિશે ચિંતા વ્યક્ત કરે છે, ખાસ કરીને સીધા ત્વચા પર લાગુ કરવા અથવા શ્વાસમાં લેવાયેલા પ્રોડક્ટમાં એપક્સર્ટ વધુ ચિંતિત છે.

જો કે, એ નોંધવું અગત્યનું છે કે ફેથલેટ સુગંધ અને ટેસ્ટોસ્ટેરોનના લેવલ વચ્ચેનો સંબંધ ચાલુ સંશોધનનો ભાગ છે, અને તમામ અભ્યાસોએ સુસંગત પરિણામો દર્શાવ્યા નથી. એક્સપર્ટે કહ્યું કે, સંભવિત સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે નિયમનકારી એજન્સીઓ કન્ઝ્યુમર પ્રોડક્ટસના અમુક ફેથલેટના ઉપયોગ પર દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવા માટે પગલાં પણ લઈ રહી છે.''

ફેથલેટનો ઉપયોગ ઘટાડવાની કેટલીક ટિપ્સ:

ફથાલેટ-ફ્રી પ્રોડક્ટસ પસંદ કરો: ફથાલેટ-ફ્રી તરીકે લેબલ થયેલ પ્રોડક્ટનો ઉપયોગ કરો. આ પર્સનલ કેર પ્રોડક્ટ, જેમ કે શેમ્પૂ, લોશન અને બ્યુટી પ્રોડક્ટસ તેમજ બાળકોના રમકડાં, ખોરાકના કન્ટેનર અને ઘરગથ્થુ પ્લાસ્ટિક જેવી વસ્તુઓને લાગુ પડે છે.

પ્રોડક્ટ ખરીદતા પહેલા લેબલ્સ વાંચો: "DBP," "DEP," અથવા "DINP" જેવા નામો સાથે ફેથલેટ અથવા રસાયણોને ઓળખવા માટે ઉત્પાદન લેબલોની તપાસ કરો. આ પદાર્થો ધરાવતી પ્રોડક્ટસ ટાળો.

નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટસનો ઉપયોગ કરો: કુદરતી અને કાર્બનિક પર્સનલ કેર પ્રોડક્ટ માટે પસંદ કરો. આમાં ફેથલેટ જેવા કૃત્રિમ રસાયણો હોવાની શક્યતા ઓછી છે.

સુગંધ-ફ્રી ઓપ્શન: સુગંધ-ફ્રી અથવા સુગંધ વિનાના પ્રોડક્ટસ પસંદ કરો, કારણ કે ફેથલેટનો ઉપયોગ ઘણીવાર સુગંધમાં થાય છે. જો તમે સુગંધિત પ્રોડક્ટસ પસંદ કરો છો , તો આવશ્યક તેલ અથવા કુદરતી સુગંધથી સુગંધિત ઉત્પાદનો પસંદ કરો.

આ પણ વાંચો: Skincare Tips For Diwali :દિવાળીમાં પ્રદૂષણ વધવાથી તમારી સ્કિનની ચમક પર અસર થઈ શકે, ત્વચાને સુરક્ષિત રાખવા માટે આ ટિપ્સ અપનાવો

PVC પ્લાસ્ટિક ટાળો: ફેથલેટ સામાન્ય રીતે PVC (પોલીવિનાઇલ ક્લોરાઇડ) પ્લાસ્ટિકમાં વપરાય છે. વિનાઇલ ફ્લોરિંગ, શાવર કર્ટેન્સ અને પ્લાસ્ટિક ફૂડ કન્ટેનર સહિત પીવીસી પ્રોડક્ટસનો ઉપયોગ ઓછો કરો. સેફ સામગ્રીમાંથી બનાવેલ ઓપ્શન પસંદ કરો.

કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલ પસંદ કરો: શક્ય હોય ત્યારે, પ્લાસ્ટિકના કન્ટેનરને બદલે ખોરાક અને પીણા માટે કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરો. આ સામગ્રીઓમાં ફેથલેટ હોતા નથી.

ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને ઓછું કરો: પૅકેજિંગ મટિરિયલમાંથી ફાસ્ટ ફૂડ ખોરાકમાં જઈ શકે છે. ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ, પેકેજ્ડ ફૂડના તમારા વપરાશને ઘટાડવાથી એક્સપોઝરને ઓછું કરવામાં મદદ મળી શકે છે.

નિયમિત હાથ ધોવા: વારંવાર હાથ ધોવા, ખાસ કરીને જમતા પહેલા, હાથથી મોંમાં ફેથલેટ્સના ટ્રાન્સફરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

યોગ્ય રીતે વેન્ટિલેટ કરો: એર ફ્રેશનર અથવા ક્લીનર્સ જેવા પ્રોડક્ટસનો ઉપયોગ કરતી વખતે, ઘરની અંદરના હવાના પ્રદૂષણને ઘટાડવા માટે સારી વેન્ટિલેશનની ખાતરી કરો, જેમાં ફેથલેટ હોઈ શકે છે.

ડસ્ટ કંટ્રોલ: ફેથલેટના સંચયને ઘટાડવા માટે તમારા ઘરને નિયમિતપણે સાફ કરો અને ધૂળ કરો , કારણ કે તે ઘરની ધૂળમાં મળી શકે છે.

હાથ અને રમકડાં ધોઈ લો: બાળકોના રમકડાં માટે, ફેથલેટ, ખાસ કરીને સોફ્ટ પ્લાસ્ટિકના બનેલા હોય તેવા સંભવિત એક્સપોઝરને ઘટાડવા માટે તેમને નિયમિતપણે ધોવા.

અપડેટેડ રહો: વિવિધ પ્રોડક્ટમાં ફેથલેટની હાજરી વિશે માહિતગાર રહો અને તમે તમારા ઘરમાં શું લાવો છો તેના વિશે માહિતગાર કરો.

યાદ રાખો કે ફેથલેટ ના સંપર્કમાં ઘટાડો એ ક્રમિક પ્રક્રિયા છે. આ પગલાં લઈને, તમે આ રસાયણો સાથેના તમારા સંપર્કને ઘટાડી શકો છો અને તમારા અને તમારા પરિવાર માટે તંદુરસ્ત વાતાવરણને પ્રોત્સાહન આપી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips